(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ભારતમાં ડ્રોનના ઉપયોગ માટે ધારાધોરણો ઘડાઈ રહ્યાં છે

ભારતમાં ડ્રોનના ઉપયોગ માટેના કાયદાઓનો મુસદ્દો તૈયાર થઈ ગયો છે. ભારતમાં મૂવી અને એડ ફિલ્મ્સના શુટિંગ ઉપરાંત લગ્નપ્રસંગ કે અન્ય ઇવેન્ટ્સમાં ડ્રોનનો ઉપયોગ સામાન્ય થવા લાગ્યો છે. અમદાવાદમાં રથયાત્રા જેવા પ્રસંગે પોલીસ બંદોબસ્ત માટે પણ ડ્રોન વપરાવા લાગ્યા છે અને હવે પહેલી વાર ભારતના નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારતમાં ડ્રોનના ઉપયોગનાં ધારાધોરણો નિશ્ચિત કરવાની કવાયત શરૂ કરી છે.

સરકારે નેનો, માઇક્રો, મીની, સ્મોલ અને લાર્જ એમ પાંચ પ્રકારના ૨૫૦ ગ્રામથી ૧૫૦ કિલો સુધીના વજનના ડ્રોનની કેટેગરી નક્કી કરી છે. આ ધોરણો મુજબ ફોટોગ્રાફી, મેડિકલ ઉપયોગ, એડફિલ્મ્સ શૂટિંગ ઉપરાંત ચીજવસ્તુઓની હોમ ડિલિવરી માટે પણ ડ્રોનનો ઉપયોગ થઈ શકશે. અલબત્ત દેશના કેટલાંક સંવેદનશીલ સ્થળોની આસપાસ ડ્રોનના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.

નેનો સિવાયના તમામ ડ્રોન માટે વિવિધ સરકારની મંજૂરી લેવી અનિવાર્ય રહેશે. આ ઉપરાંત સરકારે ડ્રોનથી થતી ફોટોગ્રાફીથી કોઈની પ્રાઇવસી જોખમાય નહીં તે વાતની પણ કાળજી લીધી છે. અલબત્ત આ હજી અમલમાં આવેલા કાયદાઓ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!