(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફ્લિપકાર્ટે હેન્ડસેટ બનાવ્યા!

ભારતની સૌથી જાણીતા ઇ-કોમર્સ સાઇટ્સમાંના એક ફ્લિપકાર્ટે હવે મોબાઇલના માર્કેટમાં ઝંપલાવ્યું છે.  ફ્લિપકાર્ટે તેના પોતાની બ્રાન્ડના અને સૌને પરવડે તેવા દરના સ્માર્ટફોન સાથે હેન્ડસેટના બિઝનેસમાં ઝુકાવ્યું છે – નામ છે બિલિયન કેપ્ચર પ્લસે. ફ્લિપકાર્ટ.કોમ પર આ ફોન બે વેરઇન્ટમાં ઉપલબ્ધ છે.

૩જીબી રેમ+૩૨ જીબી સ્ટોરેજવાળા ફોનની કિંમત રૂ.૧૦,૯૯૯/- અને ૪જીબી રેમ+૬૪ જીબી રેમ સ્ટોરેજવાળા ફોનની કિંમત રૂ.૧૨,૯૯૯/- છે. બહુ ઓછા બજેટ સ્માર્ટફોનમાં યુએસબી ટાઇપ સી કનેકટર જોવા મળે છે. ફ્લિપકાર્ટનો ફોન તેમાંનો એક છે. સ્માર્ટફોનનો સ્ક્રીન ૫.૫ ઇંચનો છે અને ૧૯૨૦x૧૦૮૦ પિક્સેલનું રેઝોલ્યુશન છે.

આ સ્માર્ટફોનનું સૌથી મોટું જમાપાસુ એ છે કે તેમાં લગભગ કોઈ ફેરફાર વિનાનું એન્ડ્રોઇડ ૭.૧ વર્ઝન મળે છે અને ઓરિયો અપડેટની ખાતરી છે. આ ફોનમાં સ્નેપડ્રેગન ૬૨૫ ઓક્ટાકોર પ્રોસેસર છે. ફોનની બેટરી ૩૫૦૦ એમએચની છે. જોકે ફોનમાં હાઇબ્રિડ સીમ ટ્રે હોવાથી સીમ કાર્ડ અને માઇક્રો એસડી કાર્ડ બંનેનો એક સાથે ઉપયોગ થઈ શકતો નથી.

બજેટ સ્માર્ટફોનની રેન્જમાં ફ્લિપકાર્ટના આ ફોન સ્પેશિફિકેશન્સની દૃષ્ટિએ ચોક્કસ નોંધપાત્ર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!