ટેક્નોલોજી ટીચરનું સ્થાન લઈ લેશે નહીં, પણ જે ટીચર ટેક્નોલોજીનો ઉપયોગ નથી કરતા એમનું સ્થાન ટેક્નલોજીનો ઉપયોગ કરતા ટીચર જરૂર લઈ લેશે.
મોટા પ્રશ્નો ઉકેલવા, એ નાના પ્રશ્નો ઉકેલવા કરતાં સહેલું કામ છે. – સર્ગેઈ બ્રાઇન, ગૂગલ
ગઈ કાલે શું બન્યું એની ચિંતા કરવાને બદલે ચાલો, આવતી કાલનું ઘડતર કરીએ. – સ્ટીવ જોબ્સ, એપલ
ટેકનોલોજી એક ઉપયોગી નોકર છે, પણ બહુ જોખમી માલિક છે. – ક્રિશ્ચન લોસ લેંગ
ટેક્નોલોજી ફક્ત એક સાધન છે. બાળકોને એકઠાં કરવાં અને એ બધાં એક થઈને કશુંક કરે એ માટે પ્રોત્સાહિત કરવા માટે તો શિક્ષકની ભૂમિકા જ સૌથી મહત્વની છે. – બિલ ગેટ્સ
જો તમે દુનિયા બદલી રહ્યા હો, તમે કંઈક મહત્વનાં કામ કરી રહ્યા હો, તો રોજ સવારે તમે ઉત્સાહથી પથારી છોડી શકો. – લેરી પેજ, ગૂગલ
તમને કરવું ગમે એવું કોઈ કામ શોધી કાઢો. જો તમને અઢળક નાણાં બનાવી શકો તો એ તમારું બોનસ, બાકી એટલિસ્ટ, તમને કામે જવાનો કંટાળો તો નહીં જ આવે. – જેફ બેઝોસ, એમેઝોનન
આઇડિયા તો સૌ કોઈ પાસે હોય છે, પણ તમે એનો અમલ કેવી રીતે કરી શકો છો અને બીજાને તમારા આઇડિયા પર કામ કરવામાં કેવી રીતે સાંકળી શકો છો, એના પર તમારી સફળતાનો આધાર છે. – જેક ડોરસી, ટવીટર

