(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)


મહાસાગરોના તળિયે પથરાયેલા કેબલ્સે આખી દુનિયાના લોકોને ખરેખરા અર્થમાં એકમેક સાથે જોડીને દુનિયાને બહુ નાની બનાવી દીધી છે. એટલી નાની કે દુનિયા માટે ‘ગ્લોબલ વિલેજ’ શબ્દ વપરાવા લાગ્યો છે! આ વિશે કેટલાક મહાનુભાવોના વિચારો…

દુનિયા ગામડું બની ગઈ. ઇન્ટરનેટ તેનો ચોરો.

– બિલ ગેટ્સ 

ભૂતકાળમાં સમૂહ સુધી પોતાના વિચારો પહોંચાડવાનું અસરકારક સાધન ન હોતું, પણ હવે ઇન્ટરનેટ અને સોશિયલ નેટવર્કથી ૫ અબજ લોકો પોતાનો અવાજ રજૂ કરી શકે છે, વિચારો વ્યક્ત કરી શકે છે.

– માર્ક ઝકરબર્ગ 


અર્થપૂર્ણ સમાજ માટે શિક્ષણ, સંસ્થા અને સહયોગ જરૂરી છે. ઇન્ટરનેટ તે દિશામાં હકારાત્મક ભૂમિકા ભજવી શકે તેમ છે.

– નોમ ચોમ્સ્કી 


ઇન્ટરનેટ એક્સેસ અંગેના કાયદાનો દુરઉપયોગ ચિંતાનો વિષય છે. સર્વેલન્સ પ્રોગ્રામ વધુ આક્રમકતાથી અમલી બની રહ્યા છે. અપરાધ રોકવા અને રાષ્ટ્રીય સુરક્ષા માટે સર્વેલન્સ ચોક્કસપણે મહત્ત્વનું છે, પણ માનવ અધિકારો અને મૂળભુત સ્વતંત્રતાની અવગણના ન થઈ શકે.

-બાન-કી-મુન 


ઇન્ટરનેટની શોધ કંઈ આપમેળે નથી થઈ. સરકારી વિભાગમાં થયેલા સંશોધનથી થઈ છે. બધી કંપનીઓ તેમાંથી રૂપિયા રળી શકે છે. વિચારવાનો મુદ્દો એ છે કે આપણે સફળ થઈ છીએ આપણી વ્યક્તિગત પહેલથી, પણ તે સફળતામાં સૌનો સહકાર હોય છે.


-બરાક ઓબામા 


ઇન્ટરનેટ પહેલાંનું વિશ્વ અને ઇન્ટરનેટ પછીનું વિશ્ર્વ આશા અને અપેક્ષાઓની રીતે બહુ અલગ છે.

– સામ પિત્રોડા 


હું ઇન્ટરનેટની આભારી છું. કારણ, અદાકાર અને ગાયકને તેના ચાહક સાથે વ્યક્તિગત સ્તરે જોડાવું ગમતું હોય છે. ઇન્ટરનેટમાં આ સુવિધા છે.

– એરિઆના ગ્રાન્ડે 


દુષ્પ્રચાર માટે ઇન્ટરનેટ સૌથી વધુ અસરકારક અને સસ્તુ સાધન છે.

– એવેજેની મોરોઝોવ 


ઇન્ટરનેટ : વાતચીતથી સમાજ ઘડતું અને પરિવર્તન આણતું માધ્યમ.

– ડેવ બેરી 


ભારતમાં ઇન્ટરનેટ, વ્યાપક આર્થિક પરિવર્તન અને આઉટસોર્સિંગે ભારત અને વિશ્ર્વ વચ્ચેની દિવાલોને ભોંયભેગી કરી દીધી.

– અરવિંદ અડીગા 


ઇન્ટરનેટ અદ્ભુત વસ્તુ છે. પણ તે અનેક ગુનાઓને તક આપશે. તમારે વર્તમાન પ્રવાહોથી આગળ રહેવું પડે.

– ફ્રાંક એબાજનેલ 


જેમ સ્ટીમ એન્જિને દુનિયાને બદલી નાખી, તેમ હવે ઇન્ટરનેટ દુનિયા બદલશે.

– પીટર સિંગર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!