(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

તમને દિવસમાં કેટલાક ઈ-મેઇલ આવે છે?

મોટા ભાગે જવાબ ‘ગણવા મુશ્કેલ!’ એવો હશે, પણ એમાંથી તમારે જવાબ આપવા જરૂરી હોય કે જેના પર કામ કરવું જરુરી હોય એવા ઈ-મેઇલની સંખ્યા કેટલી? હવે કહો કે તમારા પર આવતા આવા ખરેખર કામના ઈ-મેઇલની સંખ્યા રોજના ૪-૫ છે કે પછી ૪૦૦-૫૦૦?

આગળ શું વાંચશો?

  • ઈનબોક્સ વિશે સૌને પજવતા પ્રશ્નો
  • ઈનબોક્સનો ઉપયોગ કેવી રીતે શરુ કરશો?
  • ઈનબોક્સમાં નવું શું છે?
  • ઈનબોક્સનો પહેલો પરિચય
  • ઈનબોક્સનું ઈનબોક્સ!
  • મેઈલ્સના બંડલ્સ
  • ઈનબોક્સ મેનુ
  • ઈનકમિંગ ઈ-મેઈલ્સ
  • ઈનબોક્સમાં શું ખૂટે છે?
  • આઉટગોઈંગ મેઈલ્સ

આ સવાલનો જવાબ બહુ મહત્ત્વનો છે કેમ કે તેના આધારે જ નક્કી થશે કે ઈ-મેઇલના નવા અવતાર જેવી ગૂગલ ઇનબોક્સ સર્વિસ તમને કામ લાગશે કે નહીં!

થોડાં વર્ષ પહેલાં ગૂગલમાં જીમેઇલની  નવી એપ ડિઝાઈન કરવાનું કામ શરૂ થયું ત્યારે આ સવાલ સૌથી મોટી ચચર્નિો મુદ્દો બન્યો. ગૂગલમાં સામાન્ય રીતે કોઈ પણ નવી સર્વિસ કે નવી એપ ડિઝાઈન કરવામાં આવે ત્યારે તે સૌથી પહેલાં ગૂગલ કંપનીમાં કામ કરનારા એન્જિનીયર્સ સાથે શેર કરવામાં આવે છે અને તેમના અભિપ્રાય જાણવામાં આવે છે.

એ પરંપરાને અનુસરીને જીમેઇલની નવી એપની ડિઝાઈન ગૂગલર્સ સાથે શેર કરવામાં આવી ત્યારે એપ ડિઝાઈન કરનારી ટીમ પર રીતસર પસ્તાળ પડી. લગભગ તમામ એન્જિનીયર્સે એક સૂરે કહ્યું કે જીમેઇલની નવી ડિઝાઈનમાં તો જીમેઇલની લગભગ તમામ  ખાસિયતો ખતમ કરી નાખવામાં આવી છે. બીજી તરફ નવી ડિઝાઈન કરનારી ટીમની દલીલ હતી કે ગૂગલ તેની તમામ સર્વિસ શક્ય એટલી સરળ બનાવે છે એ ધ્યાનમાં રાખીને જીમેઇલને હજી વધુ સરળ બનાવવા માટે આમ કરવામાં આવ્યું છે.

નવી ડિઝાઈનનો વિરોધ કરનારા એન્જિનીયર્સનું કહેવું હતું કે તેમના પર દરરોજ ૪૦૦-૫૦૦ અગત્યના ઈ-મેઇલ્સ આવે છે અને તેને યોગ્ય રીતે હેન્ડલ કરવા માટે તેમને જીમેઇલની વિવિધ ખાસિયતો ખૂબ ઉપયોગી થાય છે. જ્યારે નવી એપની ડિઝાઈનમાં તેમાંનું કશું જ નહોતું. નવી એપ ડિઝાઈન કરનાર ટીમનો દાવો હતો કે ગૂગલના એન્જિનીયર્સ જીમેઇલના સરેરાશ યુઝર્સ ગણી શકાય નહીં કેમ કે આખી દુનિયામાં પથરાયેલા કરોડો જીમેઇલ યુઝર્સમાંથી મોટા ભાગના લોકોને રોજના ફક્ત ૪-૫ કામના ઈ-મેઇલ આવે છે તેથી તેમને ધ્યાનમાં રાખીને જીમેઇલની નવી એપ ડિઝાઈન કરવી જરૂરી છે.

બંને પક્ષમાંથી કોઈ નમતું જોખવા તૈયાર નહોતું એટલે છેવટે એવું સમાધાન શોધવામાં આવ્યું કે જીમેઇલને તેના હાલના સ્વરુપે યથાવત જાળવી રાખીને એક તદ્દન નવી એપ તૈયાર કરવી, જેને નામ મળ્યું ઇનબોક્સ. તાલ એ થયો છે કે જીમેઇલ અને ઇનબોક્સમાંથી સરેરાશ યુઝર્સ માટે કઈ અને પાવર યુઝર્સ માટે કઈ એ સ્પષ્ટ થતું નથી – બે વિકલ્પ મળ્યા પછી બંને અધૂરા લાગે તેમ છે!

જીમેઇલની દસેક વર્ષ પહેલાં શ‚આત થઈ ત્યારે પણ તેમાં એ સમયની લોકપ્રિય હોટમેઈલ કે યાહૂ જેવી ઈ-મેઇલ સર્વિસ કરતાં ઘણી વધુ ખૂબીઓ આપવામાં આવી હતી. જીમેઇલનો અત્યંત સરળ ઉપયોગ એ તેની સૌથી મોટી ખાસિયત હતી. એ પછી છેલ્લાં દસ વર્ષમાં જીમેઇલમાં નાના મોટા ફેરફાર કરવામાં આવ્યા તથા જીમેઈલ લેબ સ્વરૂપે જીમેઇલના યુઝર્સ તેમની ઈચ્છા અનુસાર જીમેઈલમાં નવી નવી સગવડો ઉમેરી શકે એવી વ્યવસ્થા પણ કરવામાં આવી.

એ પછી જીમેઈલના ઉપયોગને હજી વધુ સરળ બનાવવા માટે ઈનકમિંગ મેઈલ્સને પાંચ કેટેગરીમાં વહેંચી નાખે તેવું ઇનબોક્સ આપવામાં આવ્યું. જેને કારણે આપણે કામના તમામ મેઇલ્સ સતત ઓપન રહેતી પ્રાઈમરી ટેબમાં જોવા મળે અને સોશિયલ, પ્રમોશન, અપડેટ્સ વગેરે બહુ જરી નહીં એવા ઈ-મેઇલ્સ અલગ અલગ ટેબમાં આપોઆપ વહેંચાઈને મૂકાતા રહે એવી ગોઠવણ પણ આવી.

આવા નાના મોટા ફેરફાર સિવાય જીમેઇલમાં કોઈ ધરખમ પરિવર્તન આવ્યું નહોતું. પરંતુ ગૂગલને લાગતું હતું કે દસ વર્ષમાં ખરેખર તો ઈ-મેઇલનો આખો ક્ધસેપ્ટ જ બદલાઈ ગયો છે. અગાઉ ઈ-મેઇલનો ઉપયોગ ફક્ત પત્રો અને એટેચમેન્ટની આપ-લે માટે થતો હતો પરંતુ હવે તેનો ઉપયોગ અનેક રીતે અને અનેકગણો વધી ગયો છે. હવે આપણા તમામ કામકાજના કેન્દ્રમાં ઈ-મેઇલ છે. આપણી ઓનલાઈન ખરીદી, નાણાં સંબંધિત વ્યવહારો, મુસાફરી સંબંધિત રીઝર્વેશન્સ વગેરે બધાની માહિતી અંતે ઈ-મેઇલમાં ઠલવાય છે.


આ દરેક પ્રકારના ઈ-મેઇલ પર આપણે કોઈ ને કોઈ એકશન લેવું જ‚રુરી હોય છે. એ બધા ઉપરાંત હવે ઈ-મેઇલ મોબાઈલ કે ટેબલેટમાં જ એક્સેસ કરવાનું પ્રમાણ પણ અત્યંત વધ્યું. એ જોતાં હવે ઈ-મેઇલને એક ઓફિસ આસિસ્ટન્ટ કે ટુ-ડુ મેનેજર તરીકે જોવાની વધુ જરુર હતી.

પરંતુ આગળ કહ્યું તેમ આજના સમયની અત્યંત વ્યસ્ત વ્યક્તિ માટે જીમેઇલને વધુ સ્માર્ટ બનાવવા જતાં, જીમેઇલના સરેરાશ વપરાશકાર માટે બધું  બહુ ગૂંચવાડાભર્યું બની જાય એવો ડર પણ હતો. આથી ગૂગલની ટીમે જીમેઇલને જ આધાર તરીકે લઈને ઈ-મેઇલના ક્ધસેપ્ટમાં ધરમૂળથી ફેરફાર કરીને ગૂગલ ઇનબોક્સ સર્વિસ આપી.

એક રીતે જુઓ તો ગૂગલ માટે આ બહુ મોટું અને જોખમી પગલું છે. લોકોને જીમેઇલની સર્વિસ એટલી બધી માફક આવી ગઈ છે કે તેને સ્થાને બિલકુલ નવો અનુભવ આપવા જતાં જીમેઇલની નંબર-૧ પોઝિશન જોખમાઈ જાય એવી શક્યતા પણ છે. એટલે પણ ગૂગલે જીમેઇલને યથાવત રાખીને ઇનબોક્સ એક અલગ સર્વિસ તરીકે આપી છે.

તમે ઇનબોક્સનું ઈન્વિટેશન મેળવીને તેની અજમાયશ શરુ કરશો તો તમારો પ્રતિભાવ બે પ્રકારનો હોઈ શકે છે. એક, તમને થશે કે આટલું બધું નવેસરથી શીખવું તેના કરતાં તો જૂની જીમેઇલ સર્વિસ જ સારી છે. અને બીજુ, તમને થશે કે જીમેઇલમાં જે ખૂટતું હતું એ ઘણું હવે મળી ગયું!

વાસ્તવિકતા જોકે જરા જુદી છે. જે લોકોએ જીમેઇલમાં લેબ સુવિધાની મદદથી જુદી જુદી ખૂબીઓ ઉમેરી છે અને ફિલ્ટર તથા લેબલની સુવિધાનો જે લોકો ભરપૂર ઉપયોગ કરી શકે છે તેમને ઇનબોક્સમાં બહુ ફેરફાર લાગશે નહીં. ઉલ્ટાનું ઇનબોક્સમાં કેટલીક સુવિધાઓ જીમેઇલ કરતાં ઓછી હોય તેવું પણ લાગશે.

દસ વર્ષની જીમેઇલની ટેવ એમ સહેલાઈથી છૂટે તેમ પણ નથી એટલે નવા ઇનબોક્સમાં ગૂંચવાઈ જવાય એવું પણ બની શકે છે.

અલબત્ત ગૂગલના દાવા મુજબ જીમેઇલના જે કોઈ જમાપાસાં છે એ બધાં જ ધીમે ધીમે ઇનબોક્સમાં ઉમેરવાનું કામ ચાલી રહ્યું છે. એ જોતાં જે લોકો અત્યારે જીમેઇલના પાવર યુઝર્સ છે તેમને માટે લાંબા ગાળે ઇનબોક્સ આશિર્વાદરૂપ સાબિત થશે.

‘સાયબરસફર’ની પરંપરા મુજબ અહીં આપણે ગૂગલ ઇનબોક્સનો બિલકુલ તલસ્પર્શી પરિચય મેળવીશું, પછી  તમે જનક્કી કરી લો કે તમારે ઇનબોક્સમાં શિફ્ટ થવું છે કે પછી જૂના જીમેઇલથી સંતોષ છે!

ઇનબોક્સ વિશે સૌને પજવતા પ્રશ્નો

ઇનબોક્સ અને જીમેઈલ અલગ છે?

હા અને ના. હા એટલા માટે કે ગૂગલ પોતે બંને સર્વિસ અલગ અલગ રીતે આપે છે. એટલે કે આપણે જુદા જુદા વેબ એડ્રેસની મદદથી બંને સર્વિસ એક્સેસ કરી શકીએ છીએ. આપણાં જૂના અને જાણીતા જીમેઈલનો ઉપયોગ કરવા માટે આપણે લળફશહ.ભજ્ઞળ એડ્રેસ પર જવાનું  રહે છે અને ઇનબોક્સનો ઉપયોગ કરવા માટે શક્ષબજ્ઞડ્ઢ.લજ્ઞજ્ઞલહય.ભજ્ઞળ વેબએડ્રેસ પર જવું પડે છે.

ના એટલા માટે કે જીમેઈલ અને ઇનબોક્સ બંને પરસ્પર ઘણી રીતે સંકળાયેલ છે. આગળ તેની વિગતો આપી છે.


ઇનબોક્સમાં આપણને નવું ઈ-મેઇલ એડ્રેસ મળે છે?

ના. ઇનબોક્સનો આપણા જીમેઈલના એડ્રેસથી જ ઉપયોગ કરી શકીએ છીએ.


હું મારા બિઝનેસ માટે ગૂગલ એપ્સનો ઉપયોગ કરું છું.

હું ઇનબોક્સ ટ્રાય કરી શકું?

હાલ પૂરતું નહીં. જે મિત્રો ગૂગલ એપ્સ વિશે નથી જાણતા એમના પૂરતી સમજ – ગૂગલ એપ્સની મદદથી આપણે ગૂગલની વિવિધ સર્વિસનો આપણા બિઝનેસ ડોમેઈનનો ઉપયોગ કરીને લાભ લઈ શકીએ છીએ.

ઉદાહરણ તરીકે ‘સાયબરસફર’ માટે  ગૂગલ એપ્સનો ઉપયોગ કરવામાં આવે છે આથી તેને ઈ-મેઈલ માટે તીાાજ્ઞિિંભુબયતિફરફિ.ભજ્ઞળ જેવું એડ્રેસ મળી શકે છે જે વાસ્તવમાં જીમેઈલનું  જ એકાઉન્ટ છે. હાલમાં આવા એકાઉન્ટ માટે ઇનબોક્સનું આમંત્રણ મળતું નથી. જોકે ગૂગલ ટૂંક સમયમાં તે શરુ કરવાની ધરપત આપે છે.


ઇનબોક્સનો ઉપયોગ કરવા માટે જીમેઈલનો ઉપયોગ બંધ કરવો પડે?

બિલકુલ નહીં. તમે ઈચ્છો તો ઇનબોક્સનો ઉપયોગ શરુ કરી શકો અને જ્યારે ઈચ્છો ત્યારે તમારા જૂના જીમેઈલ એકાઉન્ટની મદદથી આપણી પરિચિત રીતે ઈ-મેઇલનો ઉપયોગ કરી શકો છો.


ઇનબોક્સનો પીસી અને મોબાઈલ બંનેમાં ઉપયોગ થઈ શકે છે?

હા. ઇનબોક્સની ખાસિયત જ એ છે કે તે પીસી અને મોબાઈલ બંનેમાં લગભગ એકસરખો અનુભવ આપે છે. પીસીના વેબવર્ઝનની સાથોસાથ ગૂગલે એન્ડ્રોઇડ અને આઈઓએસ માટે એપ્સ તૈયાર કરી છે. મોબાઈલ એપ્સમાં ટચ જેસ્ચર્સનો વધારાનો લાભ મળે છે.

અનુભવે સમજાય છે કે ઇનબોક્સ મોબાઈલ પર ઉપયોગમાં વધુ સરળ છે.

ઇનબોક્સનો ઉપયોગ કેવી રીતે શરુ કરશો?

આમંત્રણ મેળવો

અત્યારે ઇનબોક્સની સર્વિસ માત્ર આમંત્રણથી આપવામાં આવે છે. તમે inbox@google.com પર એક વિનંતી મોકલીને ઇનબોક્સ સર્વિસ ટ્રાય કરવા માટેનું આમંત્રણ મેળવી શકો છો. જો તમારા કોઈ મિત્રને આવું આમંત્રણ મળી ગયું હોય તો એ મર્યિદિત સંખ્યામાં મિત્રોને આમંત્રણ મોકલી શકે છે.

એપ ડાઉનલોડ કરો

જ્યારે તમને આમંત્રણ મળે ત્યારે તમને એક ઈ-મેઇલ મળશે જેમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ માટેની એક ડાઉનલોડ કરવાની લિન્ક હશે. તમે એપ ડાઉનલોડ કરીને ત્યાં તમારા જીમેઈલ એકાઉન્ટથી ઇનબોક્સ એક્ટિવેટ કરી શકશો. ત્યાર પછી પીસી પર ક્રોમ બ્રાઉઝરમાં પણ ઇનબોક્સનો લાભ લઈ શકાશે. અત્યારે બીજા કોઈ બ્રાઉઝરમાં ઇનબોક્સ ચાલતું નથી.

સાઇન-ઇન થાઓ

જૂના જીમેઈલની જેમ જ ઇનબોક્સમાં આપણા યુઝરનેમ અને પાસવર્ડ આપીને સાઇન-ઇન થઈ શકીએ છીએ. આપણું ઇનબોક્સ ઓપન થયા પછી જે કંઈ જોવા મળશે એ જીમેઈલ કરતાં તદ્દન જુદું હશે!

ઇનબોક્સમાં નવું શું છે?

ગૂગલના દાવા મુજબ, ઇનબોક્સ જીમેઇલ કરતાં વધુ અસરકારક રીતે આપણે કામની બાબતો ઓર્ગેનાઇઝ કરે છે. કહો કે ગૂગલે ઈ-મેઇલ સર્વિસને આપણા વર્ચ્યુઅલ ઓફિસ આસિસ્ટન્ટમાં ફેરવી નાખવાની કોશિશ કરી છે. આપણા ઈ-મેઇલ, કેલેન્ડર વગેરેમાંથી કેટલીક માહિતી મેળવી, આપણે પૂછીએ તે પહેલાં માહિતી આપતી ગૂગલ નાઉ સર્વિસને પણ ઇનબોક્સમાં સાંકળી લેવામાં આવી છે.

ગૂગલની સંખ્યાબંધ સર્વિસ હવે એકબીજમાંથી માહિતી મેળવે છે. ઇનબોક્સ એ જ દિશામાં આગળ વધે છે. તેમાં આપણા ઈ-મેઇલ સંબંધિત અને આપણે જરૂરી હોય તેવી માહિતી અલગ અલગ સ્રોતમાંથી તારવીને આપણી સામે મૂકવામાં આવે છે.

જાણીએ, ઇનબોક્સનાં કેટલાંક મહત્ત્વનાં પાસાં :

બંડલ્સ : જીમેઇલના લેબલ્સની જેમ ઇનબોક્સમાંએક  સરખા પ્રકારના મેસેજીસ બંડલ સ્વ‚પે એકઠા કરવામાં આવે છે, આપણે એ બધા પર એક સાથે એક્શન લઈ શકીએ કે એક સાથે બધાને ઇનબોક્સમાંથી દૂર કરી શકીએ.

હાઇલાઇટ્સ : આ સગવડથી ઈ-મેઇલમાંની સૌથી મહત્ત્વની માહિતી મેઇલ ઓપન કયર્િ વિના જાણી શકાય છે. ઓનલાઇન ખરીદી કરી હોય તો તેના શીપિંગની વિગતો, ફ્લાઇટ્સ માટે ચેક-ઇનની વિગત વગેરે જોવા માટે હવે મેઇલ ઓપન કરવાની જ‚ર રહેતી નથી.

રીમાઇન્ડર્સ : ઘણા મેઇલ એવા હોય છએ, જેના આધારે આપણે આગળ કશુંક કામ કરવાનું હોય. હવે ઇનબોક્સમાં જે તે મેઇલ સંબંધિત કે જનરલ રીમાઇન્ડર્સ સેટ કરી શકાય છે, આપણે જે તે રીમાઇન્ડર માટે ચોક્કસ તારીખ-સમય પણ સેટ કરી શકીએ છીએ. આપણે કોઈ મિત્રને કોલ કરવાનો કે ઇમેઇલ કરવાનો રીમાઇન્ડર સેટ કરીએ તો તેનો નંબર કે ઇમેઇલ પણ સાથે ગોઠવાઈ જાય છે, જેથી એ સર્ચ કરવા જવું ન પડે!

અહીં આપેલ ઉદાહરણમાં રીમાઇન્ડર સાંજના ૬ વાગ્યા પછી સેટ કરવામાં આવેલ છે. ઇનબોક્સ ગૂગલની માય બિઝનેસ સર્વિસમાં આપેલો ‘સાયબરસફર એજ્યુમીડિયા’ના કામકાજનો સમય જાણી લે છે, તેનો ફોનનંબર આપોઆપ ઉમેરે છે અને સાથોસાથ જાણ કરે છે કે અત્યારે ઓફિસ બંધ હશે, કાલે સવારે ૯ વાગે ખૂલશે!

જો તમે કોઈ વસ્તુની ઓનલાઇન ખરીદી કરી હોય ને તમે એ વસ્તુ રીટર્ન કરવા માટે રીમાઇન્ડર સેટ કરો, તો ઇનબોક્સ આપણા મેઇલમાં રહેલી તેની પરચેઝ ડેટ, જે તે સ્ટોરની રીટર્ન પોલિસીનું વેબપેજ અને કરન્ટ ડેટ જાણીને આપણે કેટલા દિવસમાં એ વસ્તુ રીટર્ન કરવી પડશે તેની વિગત જાતે જ ઉમેરી દે છે!

સ્નૂઝ : જેમ સવાલે એલાર્મ વાગ્યા પછી વધુ પાંચ-દસ મિનિટ ઊંઘી લેવા માટે આપણે એલાર્મ સ્નૂઝ કરીએ છીએ તેમ, જો કોઈ મેઇલ પર તાબડતોબ કામ કરવાનું ન હોય તો તેને અમુક તારીખ અને સમયે તે ફરી નજર સામે આવે એ રીતે ‘સ્નૂઝ’ કરી શકાય છે.

સર્ચ : ઇનબોક્સમાં સર્ચ વધુ સ્માર્ટ છે, ઈ-મેઇલ્સના ગંજમાંથી આપણે જોઈતી માહિતી વધુ ઝડપથી સામે આવે છે અને સર્ચ કરેલા શબ્દો હાઇલાઇટ થતા હોવાથી શોધવા બહુ સહેલા બને છે.

જીમેઇલનો આધાર : ઇનબોક્સ જીમેઇલ પર આધારિત છે, એટલે આપણા તમામ મેઇલ્સ જીમેઇલમાં યથાવત રહે છે અને ઇનબોક્સમાં લીધેલાં કેટલાંક એક્શન્સ જીમેઇલમાં પણ લાગુ પડે છે. આમાંની ઘણી સુવિધા જીમેઇલમાં પણ મળી શકે છે, પણ ઇનબોક્સમાં તે વધુ સરળ બનાવાઈ છે.

ઇનબોક્સનો પહેલો પરિચય

પહેલી નજરે ઇનબોક્સ જીમેઇલ કરતાં તદ્દન અલગ લાગે છે, પણ તે અંતે તો જીમેઈલના આધાર પર તૈયાર થયેલ સર્વિસ છે એટલે બંનેનાં ફંક્શન્સમાં ઘણી સમાનતા છે, પણ જીમેઇલ અને ઇનબોક્સ ઇનબોક્સમાં સૌથી મોટો તફાવત એ છે કે ઇનબોક્સમાં આપણે વધુ સહેલાઈથી, ઈ-મેઇલ સંબંધિત વિવિધ એક્શન લઈ શકીએ છીએ.

જીમેઈલમાં આપણે કોઈ ઈ-મેઇલ વાંચી લઈએ તો તેને માટે ‘માર્ક રેડ’ એવો શબ્દ વપરાય છે જ્યારે ઇનબોક્સમાં કોઈ પણ ઈ-મેઇલ ને આપણે ‘ડન’ કહી શકીએ છીએ અથવા તેના પર રીમાઈન્ડર સેટ કરી શકીએ છીએ. આ માટે પીસી પર આપણે ચેકમાર્ક ટીક કરવાનો રહે, જ્યારે  મોબાઈલ એપમાં જે તે ઈ-મેઇલને જમણી તરફ સ્વાઈપ કરીને ડન કરી શકાય. કોઈ ઈ-મેઇલને ડન માર્ક કરીએ એ જીમેઈલના આકર્ઈિવ જેવું એકશન છે. આ રીતે ઈ-મેઇલ આપણી નજર સામેથી દૂર થાય છે પણ ઇનબોક્સની અંદર સચવાઈ રહે છે.

જીમેઈલમાં આપણે કોઈ ઈ-મેઇલને ડિલીટ કરી શકીએ છીએ જ્યારે ઇનબોક્સમાં તેને માટે ‘મૂવ ટુ ટ્રેશ’ એવો શબ્દ વપરાય છે.

જીમેઈલમાં કોઈ ઈ-મેઇલ માટે આપણે ‘રીપોર્ટ સ્પામ’ કહી શકીએ, તેમ ઇનબોક્સમાં ‘મૂવ ટુ સ્પામ’ છે.

જીમેઈલમાં મેઈલ કંપોઝ કરવા માટે કંપોઝ પર ક્લિક કરવાનું  રહે  જ્યારે ઇનબોક્સમાં આ માટે એક રેડ સર્કલમાં પ્લસની નિશાની આપવામાં આવી છે.

જીમેઈલમાં આપણે વધુ મહત્ત્વના ઈ-મેઇલને સ્ટાર કરી શકીએ છીએ, એ જ રીતે   ઇનબોક્સમાં પીન કરવાની સગવડ છે. ઇનબોક્સમાં મથાળે પીનનું બટન ઓન કરતાં માત્ર આપણે પીન કરેલા ઈ-મેઇલ જોવા મળે છે.

ઇનબોક્સનું ઇનબોક્સ!

આપણા કાયમી જીમેઈલની જેમ ઇનબોક્સમાં નવા આવેલા ઈ-મેઇલ સૌથી ઉપર જોવા મળે છે. અહીં મોટો ફેર એ છે કે એકસરખા પ્રકારના ઈ-મેઇલ એકસાથે ભેગા મળીને ‘બંડલ’ સ્વરૂપે જોવા મળે છે. એ ઉપરાંત આજના, ગઈકાલના તથા એ પહેલાંના ઈ-મેઇલ અલગ અલગ ગોઠવેલા જોવા મળે છે.

એક રીતે જોઈએ તો જીમેઈલના ઇનબોક્સમાં મથાળે પાંચ કેટેગરી જોવા મળે છે એવી જ આ સગવડ છે. ફેર એટલો છે કે અહીં દરેક કેટેગરીના મેઈલ આપણી નજર સામે રહે છે તેથી કોઈ કેટેગરીમાંનો કોઈ મહત્ત્વનો મેઈલ આપણી નજર સામે ન આવે એવું અહીં બનતું નથી.

આપણા સૌ પર અનેક પ્રકારના અપડેટ્સ અને પ્રમોશનલ મેઇલ્સનો મારો થતો રહે છે, એ બધા જીમેઇલમાં પોતપોતાના ટેબમાં ચાલ્યા જતા હોવાથી અનેક લોકો તેના પર નજર પણ નાખતા નથી. આનાથી ઓનલાઇન બિઝનેસને મોટો ધક્કો પહોંચતો હોવાથી, ઇનબોક્સમાં કમ સે કમ બધા મેઇલ સૌની નજરમાં તો આવે જ એવી વ્યવસ્થા કરી હોય તો નવાઈ નહીં!.

આપણે કોઈ પણ બંડલ પર ક્લિક કરીએ એટલે તેમાંના બધા ઈ-મેઇલ એક પછી એક જોવા મળે છે. કોઈ પણ ઈ-મેઇલ પર ક્લિક કરીને તેને ઓપન કરી શકાય છે.  આપણે અલગ અલગ ઈ-મેઇલ માટે અથવા આખા બંડલ માટે ડન કે અન્ય એકશન લઈ શકીએ છીએ.

મેઇલ્સના બંડલ્સ

દસેક વર્ષ પહેલાં જીમેઈલ સર્વિસ લોન્ચ થઈ ત્યારે તેની બે ખાસિયત બીજી ઈમેલ સર્વિસ કરતાં નોંધપાત્ર હતી.  એક તેની જબ્બર સ્ટોરેજ કેપેસિટી અને બીજું ફોલ્ડરના સ્થાને આવેલ લેબલ્સ. ફોલ્ડર સિસ્ટમમાં આપણે કોઈ મેઈલને ગમે તે એક ફોલ્ડરમાં નાખી શકીએ છીએ જ્યારે લેબલ સિસ્ટમમાં કોઈ પણ ઈ-મેઇલને અલગ અલગ એકથી વધુ લેબલ્સ આપી શકાય છે. ગૂગલ ઇનબોક્સમાં આ જ ક્ધસેપ્ટ બંડલ્સ નામે આગળ વધારવામાં આવ્યો છે. તેમાં ટ્રાવેલ, પરચેઝીસ, ફાઇનાન્સ, સોશિયલ, અપડેટ્સ, ફોરમ્સ, પ્રોમોઝ વગેરે તૈયાર બંડલ છે અને બીજાં આપણે ઉમેરી શકીએ છીએ.

ઇનબોક્સ મેનુ

ઇનબોક્સમાં પીસી અને મોબાઇલના લે-આઉટને એક સરખો બનાવીને ડાબી તરફ મેનુ આપવામાં આવેલ છે. અહીં આપણે આપણા ઇનબોક્સ, સ્નૂઝ કરેલા મેઇલ્સ, ડન માર્ક કરેલા મેઇલ્સ, રીમાઇન્ડર્સ વગેરે એક સાથે જોઈ શકીએ છીએ. અહીં સિસ્ટમ દ્વારા જનરેટ થતાં ફોલ્ડર્સ (કે બંડલ્સ) જોવા મળશે અને તેની નીચે આપણે બનાવેલાં બંડલ્સ જોવા મળશે. આપણે જીમેઇલમાં જે લેબલ્સ બનાવ્યાં હોય તે બધાં પણ અહીં જોવા મળશે.

ઈનકમિંગ ઈ-મેઇલ્સ

જીમેઇલ અને ઇનબોક્સમાં સૌથી મોટો તફાવત અહીં જ છે. જીમેઇલમાં આપણે તમામ મેઇલ્સ ઉપરથી નીચે, એક પછી એક હરોળમાં ગોઠવાયેલા જોઈ શકીએ છીએ, નવા મેઇલ બોલ્ડ હોય એટલે તારવવા સહેલા પડે.

જ્યારે ઇનબોક્સમાં ઇનકમિંગ ઈ-મેઇલ્સ આજના, ગઈકાલના અને આ મહિના, તેની અગાઉના મહિનાના… એ રીતે ઉપરથી નીચે ગોઠવાય છે. આજના બધા મેઇલ ડાબેથી જમણે, તેમના પ્રકાર અનુસાર જુદા જુદા બંડલમાં કે છૂટા છૂટા જોવા મળે છે.

આપણે ધારીએ તો ગઈ કાલના બધા મેઇલ્સને એક સાથે ડન કહી શકીએ છીએ! દરેક મેઇલમાં સૌથી ઉપર તેનો વિષય જોવા મળે છે, પછી મોકલનારનું નામ, મેઇલના ક્ધટેન્ટનો થોડો ભાગ અને પછી એટેચમેન્ટ બધું એક સાથે, મેઇલ ઓપન કર્યા વિના જોઈ શકાય છે.

એ મેઇલ પર કંઈ એક્શન લેવાનું હોય તો તેને પીન કરો, અથવા ડાબી તરફ સ્વાઇપ કરી સ્નૂઝ કરો કે રીમાઇન્ડર સેટ કરો. જો મેઇલ પર આગળ કશું કામ કરવાનું ન હોય તો જમણી તરફ સ્વાઇપ કરી નજર સામેથી દૂર કરો!

જો તમારા પર સંખ્યાબંધ મેઇલ આવતા હશે તો મોટા ભાગે જીમેઇલમાં તમારું ઇનબોક્સ ખીચોખીચ ભર્યું હશે.

જો તમને ઇનબોક્સ ખરેખર ઉપયોગી લાગે તો તમે એકવાર બધા મેઇલ આકર્ઇિવ કરી (એ ફક્ત નજરથી દૂર થાય છે, ગમે ત્યારે સર્ચ તો કરી જ શકાય છે) બિલકુલ કોરી પાટી સાથે નવી સર્વિસ ઇનબોક્સમાં ઝંપલાવશો તો તેનાં ફીચર્સની ઉપયોગીતા બરાબર સમજાશે. ઘણી વાર પાર વગરના મેઇલ્સ જોઈને જ કામ કરવાની ઇચ્છા મરી પરવારતી હોય છે, ઇનબોક્સમાં ફક્ત કામના જ મેઇલ્સને નજર સામે રાખવાનું સહેલું છે.

અલબત્ત ઇનબોક્સમાં ઇમેઇલને ડિલીટ કરવાનું હજી સહેલું નથી.

ઇનબોક્સમાં શું ખૂટે છે?

ઇનબોક્સ થોડા દિવસ સુધી વાપર્યા પછી તમને ચોક્કસપણ મિશ્ર લાગણી થશે – વાત જામી રહી છે, છતાં હજી ઘણું ખૂટે છે!

પહેલી નજરે, ઇનબોક્સની ડિઝાઇન એ રીતે તૈયાર થઈ છે કે તે આપણા ઈ-મેઇલ્સ જોવાનું, કામના મેઇલ્સ અલગ તારવવાનું અને તેમને મેનેજ કરવાનું ઘણું સરળ બનાવે છે, પણ છતાં એવું લાગે છે કે ગૂગલે ઇનબોક્સ ઉતાવળે રજૂ કર્યુ છે. તેમાં જીમેઇલથી વિશેષ કેટલીક નવી સુવિધાઓ તો ઉમેરી છે, પણ મૂળ જીમેઇલની કેટલીય આગવી ખાસિયતો ઇનબોક્સમાં જોવા મળતી નથી!

જેમ કે સરળતા – આ બિલકુલ પહેલો મુદ્દો છે! ઇનબોક્સને જીમેઇલ કરતાં વધુ સરળ બનાવવાના તમામ પ્રયાસ છતાં, આપણને જીમેઇલની વર્ષોની આદત પડી હોવાથી ઇનબોક્સની ઘણી ખાસિયત નવેસરથી શીખવી પડે તેમ છે. ફક્ત આ એક કારણે ઘણા લોકો ઇનબોક્સનો ઉપયોગ ટાળે એવું બની શકે છે.

સિગ્નેચર : જીમેઇલની જેમ અત્યારે ઇનબોક્સમાં આપણી સિગ્નેચર સેટ કરી શકાતી નથી.

ડ્રેગ એન્ડ ડ્રોપ એટેચમેન્ટ્સ : જીમેઇલમાં જેમ આપણે કમ્પ્યુટરમાંથી ફાઇલ ડ્રેગ કરીને એટેચ કરી શકીએ છીએ, તેવું ઇનબોક્સમાં થઈ શકતું નથી. જીમેઇલમાં એટેચમેન્ટનો પ્રોગ્રેસ પણ જોવા મળે, ઇનબોક્સમાં જોવા મળતો નથી!

ડ્રાઇવમાંથી એટેચમેન્ટ : ઇનબોક્સમાં ગૂગલ ડ્રાઇવમાંથી ફાઇલ એટેચ કરવીાની સગવડ નથી!

વેકેશન રિસ્પોન્સ : રજાઓ દરમિયાન આપણે ઓટોમેટિક રિસ્પોન્સ ગોઠવી શકીએ છીએ, ઇનબોક્સમાં આ સુવિધા નથી.

એડવાન્સ્ડ ફિલ્ટર્સ : જીમેઇલમાં આપણે અનેક પાવરફૂલ રીતે ફિલ્ટર સેટ કરી શકીએ છીએ, ઇનબોક્સમાં એવી સગવડ નથી.

જીમેઇલ લેબ્સ : જીમેઇલ લેબથી આપણે જીમેઇલમાં ઘણી ખૂટતી સુવિધાઓ ઉમેરી શકીએ છીએ, જેમ કે ભૂલથી સેન્ડ થયેલા મેઇલને અનડુ કરવાની સુવિધા કે એક સરખા મેઇલ્સ મોકલવા માટેની કેન્ડ રીસ્પોન્સ સુવિધા. ઇનબોક્સમાં આમાંનું કશું નથી!

ટૂંકમાં, પોતાના કામકાજને કારણે અતિ વ્યસ્ત લોકોનું જીવન થોડું સહેલું બનાવવા ઇનબોક્સ ડિઝાઇન થયેલ છે, પણ એ જ લોકોને જરુરી ઘણી સુવિધાઓ ઇનબોક્સમાં નથી.

અલબત્ત, ગૂગલના ખુલાસા મુજબ આમાંની ઘણી બધી સુવિધાઓ ઇનબોક્સમાં આવનારા થોડા સમયમાં મળવાનું શરૂ થઈ જશે.

આઉટગોઇંગ મેઇલ્સ

ઇનબોક્સમાં જીમેઇલ જેવું કમ્પોઝ બટન નથી. તેમાં જમણી તરફ નીચે એક સર્કલમાં પ્લસ નિશાની આપેલી છે. તેના પર ક્લિક કરતાં, નવો ઈ-મેઇલ કમ્પોઝ કરવાનો વિકલ્પ મળે છે, સાથોસાથ જે લોકોને આપણે વારંવાર ઈ-મેઇલ મોકલતા હોઈએ એમના નામ કે આઇડી અને ફોટોગ્રાફ પણ જોવા મળે. અહીં જ આપણે ખુદના ઉપયોગ માટે રીમાઇન્ડર પણ સેટ કરી શકીએ છીએ.

કમ્પોઝ બોક્સની ડિઝાઇન સરળ છે, સબ્જેક્ટ લાઇન બોલ્ડ હોવાથી સ્પષ્ટ દેખાય છે, પણ ટેક્સ્ટ ફોર્મેટ કરવાના વિકલ્પો જીમેઇલ કરતાં ઘણા ઓછા છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!