એક જાણીતી સર્વેક્ષણ સંસ્થાએ તાજેતરમાં કરેલા અભ્યાસ અનુસાર, ફેસબુકની માલિકીની ફોટો-વીડિયો શેરિંગ અને સોશિયલ નેટવર્કિંગ સર્વિસ ઇન્સ્ટાગ્રામના ભારતમાં એક્ટિવ યૂઝર્સની સંખ્યા ફક્ત એક વર્ષમાં બમણી થઈ ગઈ છે.
ફેસબુકે કરાવેલા આ સર્વે અનુસાર, ઇન્સ્ટાગ્રામ ઉપર ૧૮થી ૨૪ વર્ષના લોકો સૌથી વધુ એક્ટિવ છે અને ભારતીય યૂઝર્સમાંથી અડધોઅડધ લોકો એવા છે જેમણે પાછલા એક વર્ષમાં ચાર-ચાર વેકેશન ટ્રાવેલિંગનો આંદન માણ્યો છે!