સ્માર્ટફોનની વિવિધ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર વર્ચ્યુઅલ આસિસ્ટન્ટનો દબદબો વધી રહ્યો છે. એપલની સિરી, ગૂગલી નાઉ અને વિન્ડોઝની કોર્ટના સર્વિસમાં, આપણી જરૂરિયાતો પારખી લેવાની રીતસર હરીફાઇ મચી છે. સિરી અને નાઉનો ઘણા સમયથી ભારતીય યૂઝર્સને લાભ મળી રહ્યો છે, પણ કોર્ટના માટે વિન્ડોઝ ફોન યૂઝર્સે રાહ જોવી પડી છે.
વિન્ડોઝ ૮.૧માં તેું મર્યાદિત વર્ઝન ઉલબ્ધ હતું, પણ આખરે વિન્ડોઝ ૧૦ના બેસ્ટ ફીચર ગણાયેલ કોર્ટનાનો લાભ હવે ભારતીય યૂઝર્સને મળશે. યૂઝર્સ કોર્ટાની મદદથી રેલવે બુકિંગું પીએનઆર સ્ટેસસ જાણવું, મૂવી ટિકિટ બુક કરવી કે એરટેલ અને વોડાફોન જેવી મોબાઇલ કંપની માટે પેટીએમ સાથે ટાઇઅપ કરીને પોસ્ટ-પેઇડ ફોનનાં બિલ ભરવા જેવાં કામ કરી શકશે.
