(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આ વખતે ‘ફાઇનલ ક્લિક’માં એક રમત રમીએ. ઉપરની તસવીરમાં ભારતનો રાષ્ટ્રધ્વજ શોધી બતાવો!

આ (http://shaheeilyas.comflags/) વેબપેજ પર કુલ ૨૨૪ પાઈચાર્ટ આપેલા છે. દરેક પાઈચાર્ટ વિશ્વના વિવિધ દેશોના રાષ્ટ્રધ્વજમાં ઉપયોગમાં લેવાયેલા રંગોનુ પ્રમાણ દર્શાવે છે. આ વેબપેજ પર તમે આપણો તિરંગો શોધી બતાવશો પછી સમજાશે કે આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગોનો ઉપયોગ થયો છે અને કેટલા પ્રમાણમાં – એ સવાલો તમે અત્યારે ધારો છો, તે સાચો નથી!

મૂળ માલદીવ્સના શાહી ઇલ્યાસ નામનમા એક કલાકારે આ વેબપેજ તૈયાર કર્યું છે. તેમણે અમેરિકાની સીઆઇએની ‘ધ વર્લ્ડ ફેક્ટબુક’માં આપેલી દુનિયાના દેશોની યાદી લીધી એ પછી વિકિપિડિયા પરથી એ દરેક દેશના રાષ્ટ્રધ્વજની ઇમેજ મેળવી. પછી જાતે પાયથોન નામની એક કમ્પ્યુટર પ્રોગ્રામિંગ લેંગ્વેજજની મદદથી એક સ્ક્રિપ્ટ બનાવીને દરેક રાષ્ટ્રધ્વજમાં જુદા જુદા રંગોનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થયો છે એ શોધી કાઢ્યું. પછી, બીજી પાયથોન સ્ક્રિપ્ટની મદદથી તેના પાઇચાર્ટ બનાવ્યા! એટલું જ તમામ ધ્વજમાં કુલ કેટલા રંગો વપરાયા છે એ કયા પ્રમાણમાં, એના એક કમ્બાઇન્ડ પાઈચાર્ટ પણ બનાવ્યો.

તમે જુદા જુદા દેશોા ધ્વજ વિશે જાણવામાં રસ હોય તો આ વેબપેજ પર મજા પડશે. દરેક ધ્વજ કયા દેશનો હશે એ જવાબ ધારી જુઓ એ પછી તેના પર ક્લિક કરી, સાચો જવાબ જાણો. અહીં જ જે તે દેશ વિશેના વિકિપિડિયા લેખ સુધી પણ હોંચી શકાશે.

તમે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં રસ હશે તો શાહી ઇલ્યાસ વિશે પણ જાણવા જેવું છે. આર્કિટેક્ચર અને એલાઇડ આર્ટ્સનો અભ્યાસ કરાર આ માણસ અત્યારે વિઝ્યુઅલ ડિઝાઇન, ફોટોગ્રાફી, ફિલ્મ મેકિંગ, આર્કિટેક્ચરલ ડિઝાઇન, પ્રોડક્ટ્સ/ફર્નિચર ડિઝાઈન, રાઇટિંગ અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગ… એ બધાં ક્ષેત્રોમાં સક્રિય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!