(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવું અને ડીએક્ટિવેટ કરવું, બંનેમાં શો ફેર છે?

સવાલ લખી મોકલનારઃ અજ્ઞાત રહેવા ઇચ્છતા એક વાચક


પહેલાં, આ સવાલના સંદર્ભમાં એક આડવાત કરી લઈએ.

ભારતમાં ઇન્ટરનેટ પર ખાસ્સા એક્ટિવ લોકોએ ‘નેટ ન્યુટ્રલિટી’ જાળવી રાખવા માટે, એક જ છત્ર નીચે એકઠા થઈને મોટા પાયે ઝુંબેશ ચલાવ્યા પછી, પોતાપોતાની રીતે આ ઝુંબેશનો લાભ લેવાની પ્રવૃત્તિ પણ શરુ થઈ છે.

જેમ કે એક નેટ પર વેચાતી જુદી જુદી ચીજવસ્તુઓની સરખામણી કરતી એક વેબસાઇટે પોતાની રીતે લોકોને અપીલ કરી છે કે તેઓ એક દિવસ માટે  પોતાનું ફેસબુક એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી નાખે! હેતુ સારો જ છે, પણ વિરોધ કરવા માટે કોઈ એક સાઇટ પર સૌ એકઠા થઈ રહ્યા હોય ત્યારે આ રીતે જુદા જુદા ચોકા માંડવાનો કોઈ અર્થ નથી!

આ સંદર્ભે પણ તમને સવાલ થયો હોય કે ફેસબુકનું એકાઉન્ટ ડીએક્ટિવેટ કરવામાં અને ડિલીટ કરવામાં શું ફેર છે, તો એનો જવાબ ફેસબુક પાસેથી જ જાણી લઈએ.

ફેસબુક કહે છે કે…

તમે ગમે ત્યારે તમારું ફેસબુક એકાઉન્ટ ડિલીટ અથવા તો ડીએક્ટીવેટ કરી શકો છો.

કોઈ કારણસર તમે થોડો સમય ફેસબુક પર સક્રિય રહેવા ન માગતા હો તો તમે એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી શકો છો.  એકાઉન્ટ એક્ટિવેટેડ હોય તે દરમિયાન…

  • લોકો તમારી ટાઈમલાઈન પરની માહિતી જોઈ શકશે નહીં.
  • ફેસબુક પર સક્રિય બીજા લોકો તમારા વિશે સર્ચ કરી શકશે નહીં.
  • કેટલીક માહિતી, જેમ કે તમે મોકલેલા મેસેજીસ બીજા લોકો જોઈ શકશે.
  • ફેસબુક પોતાના સર્વરમાં આપણા એકાઉન્ટમાંની વિગતો, જેમ કે ફ્રેન્ડ્સ, ફોટોઝ, ઇન્ટરેસ્ટ્સ વગેરે સાચવી રાખે છે, જેથી આપણે એકાઉન્ટ રીએક્ટિવેટ કરીએ ત્યારે એ બધી માહિતી યથાવત રહે.

પરંતુ કોઈ કારણસર જો તમે એકાઉન્ટ ડિલીટ કરવાનું નક્કી કરીએ તો ધ્યાન રાખશો કે…

  • તમે ફરી ક્યારેક તમારું એકાઉન્ટ એક્સેસ કરી શકો નહીં.
  • આપણે ફેસબુક પર જે કંઈ કરીએ એમાંનું કેટલુંક આપણા એકાઉન્ટમાં સ્ટોર થતું નથી. જેમ કે આપણે મોકલેલા મેસેજ આપણા ફ્રેન્ડને મળી ગયા પછી, આપણે એકાઉન્ટ ડિલીટ કરીએ તો પણ તે જોઈ શકે છે.
  • આપણે એકાઉન્ટ ડિલીટ કરીએ તે પછી આપણે પોસ્ટ કરેલું બધું જ, ફોટોગ્રાફ્સ, સ્ટેટસ અપડેટ્સ કે અન્ય ડેટા જે ફેસબુકની બેકઅપ સિસ્ટમમાં સ્ટોર થયો હોય તે બધો ડિલીટ થતાં ૯૦ દિવસ જેટલો સમય લાગી શકે છે.

એકાઉન્ટ ડિએક્ટિવેટ કરવા માટે, એકાઉન્ટ સેટિંગ્સમાં જનરલ ટેબ હેઠળ ડિએક્ટિવેટનો વિકલ્પ મળે છે.


ફેસબુક એકાઉન્ટ સંપૂર્ણપણે ડિલીટ કરવું હોય તો તે પહેલાં, આપણે ઇચ્છીએ તો ફેસબુક પરની આપણી માહિતી ડાઉનલોડ કરી શકીએ છીએ. એ માટે સેટિંગ્સમાં, જનરલ એકાઉન્ટ સેટિંગ્સની નીચે, ‘ડાઉનલોડ એ કોપી ઓફ યોર ફેસબુક ડેટા’ની લિંક મળશે. તેના પર ક્લિક કરી, ‘સ્ટાર્ટ માય આર્કાઈવ’ પર ક્લિક કરતાં ડેટા ડાઉનલોડ થશે.

ફેસબુક પરથી આપણે શું શું ડાઉનલોડ કરી શકીએ છીએ એનું લાંબું લિસ્ટ છે. એ માટે ફેસબુક હેલ્પમાં ‘વ્હેર કેન આઇ ફાઇન્ડ માય ફેસબુક ડેટા’ સર્ચ કરવાથી જોઈતી માહિતી મળશે.

ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરવાનું અત્યારે સહેલું નથી, એ માટે આપણે ફેસબુકનો સંપર્ક કરવો પડે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!