(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સીઈએસ-૨૦૧૫ : કનેક્શન નવી ટેક્નોલોજી સાથે

અમેરિકાના લાસ-વેગાસમાં વર્ષના આરંભે યોજાતા ક્ઝ્યુમર ઇલેકટ્રોનિક શો (સીએસઈ)નું ટેક-રસિયાઓમાં અનેરું આકર્ષણ છે. આ શોમાં ટેક્નોલોજીમાં ટોપ રહેતી કંપનીઓ પોતાનો દબદબો જાળવી નવાં-નવાં મોડલ રજૂ કરે છે, તો ક્ષેત્રમાં નવી પ્રવેશેલી કંપનીઓ પોતાની હાજરીની નોંધ લેવાય તે માટે મથે છે. કંપનીઓની મોડલ-મથામણમાં મોજ પડે છે – ગેજેટ લવર્સને. તો ચાલો, આપણે પણ થઈ જઈએ તેમની સાથે કનેક્ટ…

લિનોવો કંપનીએ રજૂ કરી વજનમાં સૌથી હલકી અલ્ટ્રાબુક. માત્ર ૮૦૦ ગ્રામ વજન. વિન્ડોઝના ૮.૧ વર્ઝન પર ચાલશે. જો લેવાનું વિચારતા હો તો મે મહિના સુધી રાહ જુઓ.લિનોવોની પ્રતિસ્પર્ધી ડેલ કંપનીએ સૌથી પાતળું ટેબ્લેટ- ડેલ વેન્યુ- ૮ ૭૦૦૦ રજૂ કર્યું. જાડાઈ માત્ર ૬.૧ મી.મી., આની અંદાજિત કિંમત રૂા. ૨૪૦૦૦ રહેશે.

તાઇવાનની મલ્ટિનેશનલ કંપની  એસસે ઝેનફોનનું લેટેસ્ટ વર્ઝન એસસ ઝેનફોન-૨ રજૂ કર્યું. ૫.૫ ઈંચ ફુલ એચ.ડી ડિસ્પ્લે ધરાવતા આ મોબાઇલમાં પહેલી વાર ૪ જીબીની રેમ મળશે! આ મોબાઇલ માર્ચ, ૨૦૧૫ સુધીમાં તમારા હાથમાં આવશે.

એસસ કંપનીએ ઝેનફોન ઝૂમ ફોન પણ રજૂ કર્યો, જેમાં ૩એક્સ ઓપ્ટિકલ ઝૂમ, ૧૩ મેગાપિક્સેલ કેમેરા અને ૧૨૮ જીબીની એક્પાન્ડેબલ મેમરી છે!

ટેક-મેળામાં આકર્ષણનું કેન્દ્ર બન્યો – કોડાક આઇએમ-૫ ફોન.  સ્માર્ટફોન્સે પરંપરાગત કેમેરા કંપનીઓને હચમચાવી નાખી છે, તો હવે ૧૦૦ વર્ષ જૂની કોડાક કંપનીએ સ્માર્ટફોન માર્કેટમાં ઝુકાવ્યું છે. કોડાકના કેમેરામાં સ્પેશિયલી ડિઝાઇન્ડ ૧૩ મેગાપિક્સેલનો કેમેરા છે.

ટેકનો જાયન્ટ ઇન્ટેલ હવે તમારા ખિસ્સામાં કમ્પ્યુટર રહી શકે તે દિશામાં કાર્યરત છે! ૨૦૧૬માં બજારમાં આવનારી ઇન્ટેલની કમ્પ્યુ સ્ટીક નામની ૪ ઇંચ લાંબી ડિવાઇસ એચડીએમઆઇ પોર્ટ ધરાવતા કોઈ પણ ડિસ્પ્લે (એટલે કે લગભગ કોઈ પણ આધુનિક ટીવી!) સાથે કનેક્ટ કરતાં તેને ઇન્ટેલ પાવર્ડ કમ્પ્યુટરમાં ફેરવી કરી દેવાની ક્ષમતા ધરાવે છે!

વેરેબલ ડિવાઇસીઝમાં, લિનોવોએ રજૂ કરેલી વાઇબ બેન્ડ વીબી-૧૦માં અઠવાડિયા સુધીનો બેટરી બેક-અપ રહેશે. અંદાજે રૂા. ૫,૪૦૦ની કિંમતની આ બેન્ડ એપ્રિલ મહિનામાં મળવા લાગશે.

સોની કંપનીએ વોકમેનનો વારસો આગળ ધપાવ્યા છેે. સોનીએ કમ્પ્રેસ્ડ ઓડિયો ફાઇલને હાઈ રેઝોલ્યુશનમાં ક્રન્વર્ટ કરતું વોકમેન- ઝેડએક્સ-૨ રજૂ કર્યુ.

સોનીનું સંગીત રસિયાઓને નવું નજરાણું! સોનીએ જ સૌથી પાતળું એલસીડી પણ રજૂ કર્યું. મોડલનું નામ- એક્સબીઆર-એક્સ-૯૦૦સી. સ્માર્ટફોનનું ઉત્પાદન કરતી કંપની- સેગસએ  ૩૨૦ જીબી સ્ટોરેજ ધરાવતો સ્માર્ટફોન સેગસ વી-૨ રજૂ કરી સૌનું ધ્યાન ખેંચ્યું.

તો તમને રસ હોય તે મોડલનું નામ  અત્યારે નોટ કરી લો અને જ્યારે બજારમાં આવે ત્યારે નોટ (રૂ‚પિયા) આપી લઈ આવો!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!