(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફાયરફોક્સમાં હવે યાહૂ સર્ચ એન્જિન

દસ વર્ષથી, મોઝિલા ફાયરફોક્સમાં ડીફોલ્ટ સર્ચ એન્જિન તરીકે ગૂગલનો દબદબો હતો, પરંતુ ગયા મહિને, ફાયરફોક્સ આવતાં પાંચ વર્ષ માટે ગૂગલને ખસેડીને યાહૂને પોતાનું ડીફોલ્ટ સર્ચ એન્જિન બનાવવાનો નિર્ણય કર્યો.

ફાયરફોક્સ કહે છે કે “નવા વિચાર અને સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવાયો છે. હકીકતમાં, ગૂગલ ક્રોમ તરફથી આવી પડેલી જબરી સ્પર્ધાના કારણે આ નિર્ણય લેવાયો હોય એવી પૂરી શક્યતા છે! યાહૂ કહે છે કે આ ડીલથી યાહૂનો વ્યાપ વધશે, પણ એવું ખરેખર થશે કે કેમ તે શંકાસ્પદ છે. બ્રાઉઝર્સની હરીફાઇમાં ફાયરફોક્સ ક્રોમથી પાછળ રહી ગયું છે. મોબાઇલમાં ક્રોમ, સફારી અને એન્ડ્રોઇડ બ્રાઉઝરનો જબરજસ્ત ઉપયોગ થાય છે અને અહીં ફાયરફોક્સની બહુ પાંખી હાજરી છે.

ફાયરફોક્સના વપરાશકારો દર વર્ષે ૧૦૦ અબજથી વધુ વાર સર્ચ કરતા હોવાનો અંદાજ છે, જેનો યાહૂને ફાયદો મળશે. ફાયરફોક્સમાં વૈકલ્પિક સર્ચ એન્જિન તરીકે ગૂગલની હાજરી તો રહેશે જ અને કોઈ પણ યુઝર સેટિંગ્સમાં જઈને ગણતરીની સેકન્ડમાં ગૂગલને ફરી પોતાનું ડિફોલ્ટ સર્ચ એન્જિન બનાવી શકે છે, પરંતુ સરેરાશ કોઈ યુઝર એવી તસદી લેતા હોતા નથી. અત્યારે ફક્ત યુએસમાં ફાયરફોક્સમાં યાહૂ ડિફોલ્ટ સર્ચ એન્જિન રહેશે.

મજાની વાત એ છે કે અત્યારે યાહૂસર્ચ પાછળ માઇક્રોસોફ્ટ બિંગની ટેક્નોલોજી કામ કરી રહી છે. ફાયરફોક્સની કમાણી વિશે ૨૦૧૨ સુધીના આંકડા ઉપલબ્ધ છે અને એ અનુસાર મોઝિલા ફાઉન્ડેશનની ૮૮ ટકા કમાણી ગૂગલ થકી થઈ હતી!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!