(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

 

 

‘સાયબરસફર’ વેબસાઇટ પરના અમૂલ્ય માર્ગદર્શનથી આજથી ચાર વર્ષ પહેલા હું ઇન્ટરનેટમાં રસ લેતો થયો હતો. એ સમય મારા અને મારા જેવા અનેક મિત્રોને ઇન્ટરનેટ પર કોઈ પણ કામ કરવામાં ડર લાગતો, પરંતુ ‘સાયબરસફર’ કોલમ, વેબસાઇટ અને હવે મેગેઝિનના માર્ગદર્શનથી આજે અમારા માટે ઇન્ટરનેટ એક જરૂરિયાતની અને અમૂલ્ય વસ્તુ બની ગઈ છે.

– વિજેશ પારેખ

 

‘સાયબરસફર’ માટે મારાં નીચે મુજબ સૂચનો છે : શોર્ટફોર્મનાં પૂરાં ફોર્મ આપવાં. દા.ત. પી.સી., ટેકનિકલ શબ્દોની ડિક્શનરી આપવી, જુદાં જુદાં  ઇન્સ્ટ્રુમેન્ટનો શું ઉપયોગ થાય છે તે સમજાવવું, કયા કામ માટે કયું સાધન જોઈએ તેની માહિતી આપવી, મોબાઇલ ખરીદવા શું જોવું જોઈએ, દરેક સાધનનો શું ઉપયોગ હોય છે, કેલ્યુલેટર, કમ્પ્યુટર, નેટ, ગૂગલ, ટેબલેટ, લેપટોપ, વેબસાઇટ, વોકીટોકી, ટેલિફોન, મોબાઇલ વગેરે વિસ્તૃત માહિતી આપો. ટૂંકમાં સૌ વાચકો આ બધાં સાધનોથી માહિતગાર થાય તેવા લેખ આપવા વિનંતી.

– કિશોર યુ. ગાંધી, રાજકોટ

‘સાયબરસફર’ ટેકનોલોજીનું  મેગેઝિન છે. એમાં કમ્પ્યુટરના સરળ સંચાલન, માઇક્રોસોફ્ટ ઓફિસ, ઉપયોગી મોબાઈલ એપ્સની વિસ્તૃત સંચાલન માહિતી, કમ્પ્યુટર તથા મોબાઇલના સંકલનની માહિતી આદાન-પ્રદાન, ઉપયોગી વેબસાઇટ, લેટેસ્ટ ગેજેટ્સ, પ્રશ્નોત્તરી વિભાગ જેવા વિષયોનો જ  સમાવેશ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. ફૂટબોલ, ક્રિકેટ, ઇતિહાસ, મનોરંજન, ટાઈમપાસ જેવા વિષયોનો  સમાવેશ ન કરો.

– નીતિનકુમાર પટેલ

(આપણી લાગણી સાચી છે અને મેગેઝિનનું લક્ષ્ય આપ કહો છો તેવા લેખો પર જ રહેશે, પરંતુ ફૂટબોલ અને ક્રિકેટના લેખમાં પણ આપણું ફોકસ ટેકનોલોજી પર જ છે! ઉપરાંત, ફક્ત જાણકારીને બદલે જિજ્ઞાસા વિસ્તારે એવા લેખો પણ ક્યારેય જરૂરી હોય છે. – સંપાદક)

‘સાયબરસફર’ ખૂબ ઉપયોગી મેગેઝિન છે, તેનાથી ઓફિસકાર્યમાં ઘણી સહાય મળે છે. માઇક્રોસોફ્ટ એક્સેલ વિશે બેઝિક માહિતી આપતો કોઈ આર્ટિકલ ‘સાયબરસફર’ના કયા અંકમાં છે તે જણાવશો. પ્રકાશિત ના થયો હોય તો કોઈ રીત બતાવશો કે ઓફિસમાં શીખી શકાય. અમારે ઓફિસમાં તેનો ઉપયોગ આવે છે.

– સ્ટીવન ક્રિશ્ચિયન,  આણંદ
(જુદા જુદા અંકોમાં એક્સેલની માહિતી અપાઈ હોવાથી કોઈ એક અંક કહેવો મુશ્કેલ છે! – સંપાદક)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!