કવર સ્ટોરી ફોટોગ્રાફ્સ વિશે છે, તો એ સંદર્ભે ફોટોગ્રાફી પર ફોકસ્ડ કેટલાક વિચારો!
સારા ફોટોગ્રાફના કોઈ નિયમો હોતા નથી, સારા ફોટોગ્રાફ બસ સારા હોય છે.સારો કેમેરા ખરીદવાથી તમે ફોટોગ્રાફર બની જતા નથી, તમે ફક્ત કેમેરાના માલિક બનો છો.
કેમેરાનો સૌથી મહત્ત્વનો ભાગ, તેનાથી આઠ-દસ ઇંચ દૂર હોય છે.
તમે જ્યારે કોઈ ચહેરાનો ફોટોગ્રાફ લો ત્યારે એ વ્યક્તિના આત્મા સુધી પહોંચવાનો પ્રયાસ કરો.
ફોટોગ્રાફી એટલે ફીલિંગ, ટચિંગ કે લવિંગ. તમે ફિલ્મ પર જે કેપ્ચર કરો એ હંમેશ માટે સચવાઈ જાય છે. તમે એના બધું ભૂલી જાવ ત્યારે પણ ફોટોગ્રાફ એ ક્ષણની ઝીણી ઝીણી વાતો યાદ રાખે છે.
ફોટોગ્રાફમાં બે પ્રકારની અજબ શક્તિ છે. એ નવી વસ્તુઓને જાણીતી બનાવી શકે છે અને જાણીતી વસ્તુને નવી.
તમે જેમ જેમ વધુ ફોટોગ્રાફ્સ લેતા જાવ તેમ તેમ તમને સમજાતું જાય કે આપણે શું કેપ્ચર કરી શકીએ અને શું ન કરી શકીએ.
કેમેરા આંખો કરતાં વધુ જોઈ શકે છે, તો એનો વધુમાં વધુ લાભ કેમ ન લેવો?
મારા માટે ફોટોગ્રાફી એ મેડિટેશનનો જ એક પ્રકાર છે.
ફોટોગ્રાફી એટલે વહેતી ક્ષણને વર્ષો સુધી જીવંત રાખવાની કલા.

