‘સાયબરસફર’નો નવેમ્બર ૨૦૧૪ અંક વાંચીને મને સંખ્યાબંધ ચીજવસ્તુઓની ઓનલાઇન ખરીદી કરવાનું પ્રોત્સાહન મળ્યું.
ખાસ કરીને ‘કમ્પેર બાય હટકે’ એપ ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરીને હું એમેઝોન પરથી વધુ આત્મવિશ્વાસ સાથે ખરીદી કરી શક્યો. મેં પત્નીને જન્મદિવસની ભેટ તરીકે એન્ડ્રોઇડ વન ફોન અને મારા પોતાના માટે ૧૬ જીબીની સેન્ડડિસ્ક પેન ડ્રાઇવની ખરીદી કરી.
મારા જમાઇ માટે, સીધું એમના એડ્રેસ પર સરપ્રાઇઝ ગિફ્ટ તરીકે પહોંચે એ રીતે સનગ્લાસિઝની પણ ખરીદી કરી. મારા ઘરમાં કામકાજ કરતી વ્યક્તિ માટે એક બેઝિક ફોન ખરીદ્યો ને અંતે ફરી મારા પોતાના માટે ૮૫ ટકા ડિસ્કાઉન્ટ સાથે એક પુસ્તક પણ ખરીદ્યું!બધી જ વસ્તુ નિર્ધિરિત સમય પહેલાં મળી ગઈ.
કુરિયરની વિઝિટ વિશે પણ મેઇલ અને એસએમએસ દ્વારા સતત જાણકારી મળતી રહી. કુરિયરની વ્યક્તિએ મને જાણ કરી કે માત્ર અમદાવાદમાં જ એમેઝોનની લોજિસ્ટિક કંપનીએ ડિલિવરી માટે ૨૦૦ જેટલા લોકોને કામે લગાડ્યા છે.
– જનક વકીલ, અમદાવાદ

