(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓનલાઇન શોપિંગ: ગુડ, બેડ એન્ડ અગ્લી અનુભવો

આમ તો પુસ્તકો ખરીદવા માટે અમે ઘણા સમયથી ઓનલાઇન શોપ્સમાંથી ખરીદી કરતા હતા. કેમ કે પુસ્તકો પર આટલું જંગી ડિસ્કાઉન્ટ અત્યાર સુધી બીજે ક્યાંયથી મળ્યું નહોતું.


ફ્લિપકાર્ટ ઉપરાંત વન બાય વન હોમશોપ૧૮, ઇન્ફિબીમ, ઇન્ડિયાપ્લાઝા, એમેઝોન વગેરે ઘણી સાઇટ્સ પરથી પુસ્તકો ખરીદવાનો અનુભવ મેળવી લીધો (એનાં કારણોમાં વધુ ડિસ્કાઉન્ટ મેળવવાની લાલચ અને ફ્લિપકાર્ટ પર ૫૦૦ રૂપિયાથી ઓછી ખરીદી પર લાગતો ચાલીસથી એંસી રૂપિયા જેટલો ડિલિવરી ચાર્જ સામેલ હતાં!).

હમણાં આ દિવાળીએ અમે અત્યાર સુધીની જંગી ખરીદીનો હવાલો ઓનલાઇન શોપ્સને આપ્યો. એમેઝોન.ઇનમાંથી ડેલ કંપનીનાં એકસાથે બે લેપટોપ ઓર્ડર કર્યાં. હરખનાં આંસુ આવી જાય એટલા આનંદ વચ્ચે લેપટોપ વાયદો કર્યાના એક દિવસ અગાઉ ધનતેરસના દિવસે આવી ગયાં. પછી લેપટોપને ગરમાગરમ ઇસ્ત્રી બની જતાં રોકવા માટે એના માટે કૂલિંગ પેડની શોધ આરંભી.

એ શોધ અટકી સ્નેપડીલ પર. અહીં ઝેબ્રોનિક્સ કંપનીનાં કૂલિંગ પેડ માત્ર ૩૬૯ રૂ.માં મળતાં હતાં. અગેઇન, એકસાથે બેનો ઓર્ડર અપાયો. છથી આઠ દિવસના વાયદાની સામે લગભગ વીસેક દિવસે ઘરે પહોંચ્યાં. ચલો, દેર આયે દુરસ્ત આયે માનીને પેકિંગ ખોલ્યું તો સત્યાનાશ. એક તો કૂલિંગ પેડ સાઇટમાં દેખાતાં હતાં એવાં ઝક્કાસ નહોતાં. ઉપરથી બેમાંથી એક કૂલિંગ પેડ તૂટેલું આવ્યું. હેલ્પલાઇનમાં ફોન કરવાની ટ્રાય કરી તો અવર ઓલ કસ્ટમર એક્ઝિક્યુટિવ્સ આર બિઝીનો જ મેસેજ આવ્યે રાખ્યો. ઇવન અડધી રાત્રે પણ! પછી કડક ભાષામાં ઇમેઇલ કર્યો એટલે બીજા દિવસે કુરિયર કંપનીના એક ભાઈ આવીને ખબર પૂછી ગયા. પછી ત્રણ-ચાર દિવસ પછી બીજી એક કુરિયર કંપનીના બીજા એક મહાશય આવીને એ તૂટેલું કૂલિંગ પેડ પરત લઈ ગયા. આજે આ તમામ ઘટનાક્રમને દસેક દિવસ થઈ ગયા છે, પરંતુ હજી સુધી નવા કૂલિંગ પેડનું ઠેકાણું પડ્યું નથી.

બાય ધ વે, આ સિવાયના એક અલાયદા ઘટનાક્રમમાં ફ્લિપકાર્ટમાંથી એક મેમરીકાર્ડ અને મેમરી કાર્ડ ઓર્ડર કરેલાં. પરંતુ ફ્લિપકાર્ટ એને સમયસર ડિલિવર કરી શક્યું નહીં. એની ફરિયાદ કરી તો ફ્લિપકાર્ટે તેના વળતર સ્વરૂપે બસ્સો રૂપિયા શોપિંગ કાર્ટમાં નાખી આપ્યા અને ફરિયાદ કર્યાના ત્રીજા દિવસે સવારે બંને વસ્તુઓ દોડતી આવી. મજાની વાત એ થઈ કે એ જ દિવસે સાંજે બંને વસ્તુઓ ફરીથી બીજી વખત ડિલિવર થઈ! મતલબ કે એક જ વસ્તુના ભાવમાં બબ્બે વસ્તુઓ! એની જાણ કંપનીને કરી છે, જોઇએ હવે ક્યારે પરત લઈ જાય છે!-

– જયેશ અધ્યારુ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!