(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હેલ્મેટમાં નેવિગેશન

લાગે છે કે ગૂગલ ગ્લાસમાંથી ઘણા લોકો જુદી જુદી પ્રેરણા લઈ રહ્યા છે. રશિયાના કેટલાક મોટરસાઇકલિંગ પ્રેમી એન્જિનિયર્સ ગૂગલ ગ્લાસના કન્સેપ્ટને હેલ્મેટમાં સમાવી રહ્યા છે!

મોસ્કોના આ એન્જિનિયર્સે લાઇવમેપ નામની એક કંપની બનાવી છે અને તેઓ હેલમેટમાં જ ઓગમેન્ટેડ રિયાલિટી સાથેની જીપીએસ સિસ્ટમ ડેવલપ કરી રહ્યા છે. તેમના મતે, બાઇકર્સ જ્યારે બાઇક ચલાવી રહ્યા હોય ત્યારે તેમને કોઈ કાગળના નક્શા, જીપીએસ ડિવાઇસ કે નેવિગેશન સિસ્ટમ મદદરૂપ થાય નહીં કેમ કે તેમણે બધું ધ્યાન બાઇક ચલાવવામાં જ આપવું પડે. આના ઉપાય તરીકે, ચાલુ બાઈકે, બાઇક ચાલક વોઇસ કમાન્ડ આપે અને એ અનુસાર તેમને તેમની નજર સામે જ નક્શો દેખાય અને તેમણે ક્યાંથી ક્યારે વળવાનું છે તેનું માર્ગદર્શન મળી રહે તો કામ ઘણું સહેલું થઈ જાય!

બાઇક ધૂમ સ્પીડે આગળ વધી રહી હોય ત્યારે અચાનક ચાલકની નજર સામે નકશો આવી જાય એ તો કોઈને પણ જોખમી લાગે, પણ ડેવલપર્સ કહે છે કે તેમણે જે તે સમયના અજવાળા અને આસપાસના વાતાવરણને ધ્યાનમાં રાખીને બાઇક ચાલકને યોગ્ય લાઇટિંગ સાથે જ, તેની નજર અવરોધાય નહીં એ રીતે નક્શો જોવા મળશે.

આ એન્જિનિયર્સ હેલ્મેટમાં એક જાયરોસ્કોપ અને ડિજિટલ કમ્પાસ પણ બેસાડી રહ્યા છે, જેના કારણે બાઇકચાલક ડાબી કે જમણી તરફ માથું ઘુમાવે તો તે દિશાને અનુરૂપ સૂચનાઓ તેને જોવા મળશે! આ આખી કરામત એન્ડ્રોઇડની મદદથી, ૩૦૦૦ એમએએચની બે બેટરી પર ચાલશે, જે એક આખો દિવસ નિરાંતે ચાલશે.

બાઇક ચાલકના વોઇસ કમાન્ડ, આજુબાજુનાં ઉપયોગી સ્થળોનું સર્ચિંગ વગેરે કામકાજ વગેરે માટે ન્યુઆન્સ નામની એક કંપનીની મદદ લેવાઈ રહી છે, જેણે એપલના સિરીના ડેવલપમેન્ટમાં મોટો ભાગ ભજવ્યો છે.

અલબત્ત, અત્યારે હજી આ હેલ્મેટ પ્રોટોટાઇપના તબક્કે છે. આ વર્ષ દરમિયાન તે યુએસ, યુકે, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વેચાવા લાગશે, ત્યાર પછીના વર્ષે યુરોપ અને જાપાનનો વારો આવશે.

અચ્છા, હેલ્મેટની કિંમત? અત્યારે તો કંપની ફંડિંગ મેળવી રહી છે એટલે કિંમત છે ૧૫૦૦ ડોલર, ત્યાર પછી એક હેલ્મેટ વેચાશે ૨૦૦૦ ડોલરમાં, એટલે કે એ કિંમતમાં આપણે ત્યાં લગભગ બે નવી બાઈક આવી જાય!

જુઓ આ વીડિયો : http://youtu.be/wCfjX-KEWmA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!