(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

જવાબો ઓછા હશે તો ચાલશે, સવાલો વધુ જોઈશે

જીવનમાં આગળ વધવા માટે જવાબો જાણવા કરતાં, સવાલો જાગતા રહે એ વધુ જરૂરી હોય છે. આ વાત ઇન્ટરનેટનાં સર્ચ એન્જિન્સથી વિશેષ આપણને કોણ સમજાવી શકે?!

ઇન્ટરનેટમાં અપાર માહિતીનો ગંજ ખડકાયો છે, અહીં એક સવાલના અનેક જવાબો હાજર છે, પણ આ જવાબો સુધી પહોંચવા માટે સવાલો જાણવા જરુ‚રી છે. એની સાથોસાથ, સર્ચ એન્જિનના ક્ષેત્રે અત્યારે ગૂગલનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે અને ગૂગલ કંપની તેની સર્ચ ટેક્નોલોજીની ધાર સતત સતેજ કરી રહી છે ત્યારે, અસરકારક રીતે સર્ચ કેમ કરાય એ જાણી લેવું ખાસ જ‚રૂરી છે.

સર્ચ બોક્સમાં કંઈ પણ લખીને સર્ચ કરતાં તો બધાને આવડે પણ એ રીતે સર્ચ કરવામાં અને સર્ચ એન્જિનની ખૂબીઓ જાણીને પછી સર્ચ કરવામાં ઘણો ફેર છે. આ અંકમાં આવી ખૂબીઓ વણી લેવામાં આવી છે. આ મુદ્દાઓમાંથી કેટલાક તમે જાણતા હશો છતાં કદાચ તેનો ઉપયોગ કરતા નહીં હો. આ લેખ તમને પણ ઉપયોગી થાય એવી શુભેચ્છા!

સર્ચ એન્જિનનો ઉપયોગ કરનારા લોકો મોટા ભાગે બે ભાગમાં વહેંચાયેલા છે – એક જેઓ સર્ચ બોક્સની મદદથી સર્ચ કરે છે અને બીજા લોકો, જે સર્ચ કરનારા લોકો સુધી પોતાની સાઇટ, પોતાનો બ્લોગ, પોતાની પ્રોડક્ટ કે સર્વિસ પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. એ માટે જ‚રુરી હોય છે વિવિધ પ્રકારનું માર્કેટિંગ અને સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન. આ અંકમાં એ મુદ્દા વિશે પણ વિગતવાર માહિતી, તેમાં કારકિર્દીના માર્ગદર્શન સાથે આવરી લેવાઈ છે.

વાચકોની લાગણીને માન આપીને આ અંકથી એફએક્યુ વિભાગ પણ શરૂ કર્યો છે. આપના સવાલો મોકલતા રહેશો. કેમ કે ‘સાયબરસફર’ને પણ આગળ ધપાવવા માટે જવાબો કરતાં સવાલો હોવા વધુ જરૂરી છે!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!