(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વ્યસ્ત જિંદગીમાંથી ચોરેલી ક્ષણો માણવાની મજા

ફોટોગ્રાફી જેટલી અદભુત કલા છે, એટલી જ આનંદમય પ્રવૃત્તિ ફોટોગ્રાફ્સમાંથી સરસ આલબમ બનાવવાની છે. આલબમ કુટુંબીઓ અને મિત્રોને બતાવવામાં તો મજા આવે જ, પોતે પણ તેને વારંવાર જોવાનો આનંદ કંઈક જુદો જ છે.

આજની અતિ વ્યવસ્ત જિંદગીમાં, સ્માર્ટફોનને કારણે ફટાફટ સંખ્યાબંધ ફોટોગ્રાફ લેવાની સગવડ મળી ગઈ છે, પણ એ બધા ફોટોઝને યોગ્ય રીતે મેનેજ કરવાનો કે ગમતા ફોટોઝ અલગ તારવીને સરસ આલબમ બનાવવાનો સમય કોની પાસે છે?

આવો સમય આપણામાં કોઈ પાસે ભલે ન હોય, ગૂગલ પાસે છે! આ અંકની કવરસ્ટોરીનું ફોકસ ગૂગલ+ના ફોટોઝ વિભાગમાં ઉમેરાયેલી એક નવી સુવિધા છે. તમે તેનો લાભ લઈને કોઈ મજાની ફોટોસ્ટોરી ડેવલપ કર્યાનો આનંદ માણો, તો સ્ટોરી નહીં તો તેનો આનંદ જરૂર શેર કરશો.

આ અંકમાં શેરિંગ અને સોશિયલ મીડિયા પર થોડો વિશેષ ઝોક છે. સોશિયલ મીડિયાનો વ્યાપ વધતો જાય છે તેમ તેમ તેના ઉપયોગ વિશે વધુ જાણવાની જિજ્ઞાસા પણ વધતી જાય છે. આ ધ્યાને રાખીને, વધુ જાણીતી પણ પ્રમાણમાં ઓછી વપરાતી ટવીટર સર્વિસ વિશે અહીં મુદ્દાસર વાત આલેખી છે. જુદી જુદી સાઇટ્સ પરથી સોશિયલ શેરિંગ કેવી રીતે કરાય અને તેનું મહત્ત્વ કેમ વધી રહ્યું છે એ મુદ્દો એક વાચક મિત્રના સવાલના આધારે એફએક્યુમાં આવરી લીધો છે.

સોશિયલ સાઇટ્સની કારકિર્દી પર કેવી અસર છે એ વિશેનું એક સર્વેક્ષણ પણ ખાસ નોંધપાત્ર છે અને કોલેજમાંથી બહાર નીકળી રહેલા વિદ્યાર્થીઓએ ખાસ સમજવા જેવું છે.અને હા, ‘સાયબરસફર’ની વેબસાઇટ હવે બિલકુલ નવા સ્વરૂપે તૈયાર કરવામાં આવી છે. તેમાં ઘણું વધુ કરવાનું આયોજન છે. તમારાં સૂચનો જરૂર મોકલશો!

– હિમાંશુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!