(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પિકાસામાં ફોટો એડિટ થયા બાદ, સેવ થયેલ ફોટો પ્રિન્ટ માટે અલગ ફોલ્ડરમાં કેવી રીતે લેવાય?

સવાલ લખી મોકલનારઃ યોગેશ પટેલ, અમદાવાદ

વેકેશનમાં ટુર પરથી પરત આવ્યા પછી ખાસ કામ લાગે એવો સવાલ! પિકાસા એક ખરેખર અદભુત પ્રોગ્રામ છે. સામાન્ય રીતે આપણે ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા પછી તેમને જેમના તેમ સેવ કરી લેતા હોઈએ છીએ, પણ જો આપણી ફોટોગ્રાફી પર માસ્ટરી ન હોય અને આપણે લીધેલા ફોટોગ્રાફ્સ બધી રીતે પરફેક્ટ  ન હોય તો પિકાસા જેવા પ્રોગ્રામની મદદથી તેે સરસ રીતે અને સહેલાઈથી ટચઅપ કરી શકીએ છીએ.

અલબત્ત, પિકાસામાં ફોટો એડિટિંગની સુવિધાઓ તો પછી ઉમેરાઈ, મૂળમાં એ ફોટો મેેનેજમેન્ટ અને શેરિંગ માટેનો પ્રોગ્રામ છે. બિલકુલ ફ્રી અને લાઇટવેટ એવો આ પ્રોગ્રામ ફટાફટ ઇન્સ્ટોલ થાય છે, ફક્ત તેા બેઝિક્સ સમજી લેવા જરુરી હોય છે.

આપણે ‘સાયબરસફર’માં પિકાસા વિશે વારંવાર ઘણી વાત કરી છે, પણ છેલ્લા થોડા અંકોમાં તેના વિશે ખાસ લખાયું  હોવાથી, નવા વાચકોના લાર્ભાર્થે થોડી ક્વિક ટીપ્સ મેળવી લઈએ, છીએ યોગેશભાઈના સવાલો જવાબ જાણીએ.

શરુઆતમાં પિકાસા પ્રોગ્રામ બે સ્તર પર કામ કરતો હતો, એક ડેસ્કટોપમાં ડાઉનલોડ કરીને ઉપયોગમાં લેવાય તેવા સોફ્ટવેર તરીકે અને બીજો ઓનલાઇન વેબઆલબમ તરીકે. ઓનલાઇન પિકાસા વેબ આલબમે હવે ગૂગલે ગૂગલ પ્લસમાંના ફોટોઝ સાથે મર્જ કરી દીધેલ છે.થોડા સમય પછી ગૂગલ ડેસ્કટોપમાંના પિકાસા સોફ્ટવેરને પણ રિટાયર કરીને ગૂગલ ફોટોઝમાં જ એ સુવિધાઓ ઉમેરી દે તો નવાઈ નહીં (ગૂગલ ફોટોઝમાં આમાનું ઘણું બધું હવે ઓટોમેટિક જ થવા લાગ્યું છે). એવું થાય ત્યાં સુધી, ફોટોગ્રાફ્સ સાથે રમવા માટે પિકાસા ડેસ્કટોપ બહુ ઉપયોગી છે. પિકાસા તમે http://picasa.google.com પરથી ડાઉનલોડ કરી શકો છો.

પિકાસા આપણા કમ્પ્યુટરમાંના જુદાં જુદાં ફોલ્ડરમાંના તમામ ફોટોગ્રાફ એક સાથે, ઉપરથી નીચે સ્ક્રોલ કરતા જઈએ તો માંડ ખૂટે એ રીતે આપણી નજર સમક્ષ લાવી દે છે. મહત્ત્વની વાત એ છે કે પિકાસા પ્રોગ્રામ આપણા કોઈ ફોટોગ્રાફને તેની મૂળ જગ્યાએથી ખસેડતો નથી. આ બધા જ ફોટોગ્રાફને આપણે ઇચ્છીએ તે રીતે એડિટ કરી, જુદાં જુદાં વર્ચ્યુઅલ આલબમમાં સેવ કરી શકીએ છીએ.

વર્ચ્યુઅલ એટલા માટે કે બધા ફોટોગ્રાફ તેમી મૂળ જગ્યાએ જ રહે છે, ફક્ત તેમની આભાસી ઇમેજ જુદાં જુદાં આલબમમાં જોવા મળે છે. જેમ કે આપણે છેલ્લી ફેમિલી ટુરના તમામ ફોટોગ્રાફ એક ફોલ્ડરમાં સેવ કરીએ, પણ પછી પરિવારના દરેક સભ્યના ક્લોઝ અપ્સ માટે અલગ અલગ વર્ચ્યુઅલ આલબમ બનાવી શકીએ છીએ. આ રીતે કમ્પ્યુટરમાં ડુપ્લિકેટ ઇમેજીસનો ભાર વધતો નથી, છતાં આપણે જોઈતી સગવડ મળે છે. પિકાસા પરિવારના દરેક સભ્યોના ચહેરા ઓળખીને તેમાં અલગ અલગ આલબમ પણ બનાવી આપે છે. ગૂગલપ્લસ સાથેને તેા ટાઇટ ઇન્ટીગ્રેશન પછી આ બધી સગવડો વધુ લાભદાયી બની છે. હવે કમ્પ્યુટરમાંના આપણા ફોટોગ્રાફ્સ સીધા જ ગૂગલપ્લસમાં બેકઅપ તરીકે સેવ થાય એવી સગવડ પણ આવી ગઈ છે.

હવે જવાબ જાણીએ યોગેશભાઈા સવાલો. પિકાસામાં કોઈ ફોલ્ડરમાંના ફોટોગ્રાફ્સને આપણે જુદી જુદી રીતે એડિટ કરીએ તે પછી, એ ફોલ્ડરમાં સૌથી ઉપર આપેલ સેવા બટન પર ક્લિક કરીએ એટલે પિકાસા બે કામ કરે છે.

એક, એ આપણા એડિટિંગ પહેલાના મૂળ ફોટોગ્રાફનો બેકઅપ લે છે (જેથી આપણો વિચાર ફરે એ મૂળ ફોટોગ્રાફ તરત જોઈતો હોય તો મેળવી શકાય). આ બેકઅપ કરેલા ઓરિજિનલ ફોટોગ્રાફને  પિકાસા એક નવા ફોલ્ડરમાં ખસેડે છે, જે પિકાસામાં દેખાતું નથી અને આપણા કમ્પ્યુટરમાંના  વિન્ડોઝ એક્સપ્લોરરમાં શોધીએ તો ત્યાં પણ હીડન રહે છે.

પિકાસા બીજું કામ એ મૂળ ફોટોગ્રાફની જગ્યાએ આપણે એડિટ કરેલા ફોટોને સેવ કરવાનું કરે છે.


હવે જો આણો વિચાર ફરે તો આપણે એડિટ કરેલા ફોટોગ્રાફ પર માઉસથી રાઇટ ક્લિક કરી, જે વિન્ડો ખૂલે તેમાં ‘રીવર્ટનો  વિકલ્પ પસંદ કરી શકીએ છીએ. આ જ વિન્ડોમાં ‘લોકેટ’ પર ક્લિક કરી, કમ્પ્યુટરની ડિસ્કમાં ઓરિજિનલ ફોટોગ્રાફ અથવા એડિટ કરેલા ફોટોગ્રાફ સુધી પહોંચી શકીએ છીએ.

-હવે મૂળ વાત, માની લો કે આપણું એડિટિંગ ફાઇલ છે એ હવે આપણે એ એડિટેડ ફોટોગ્રાફ્સને પ્રિન્ટ કરવા માટે અલગ ફોલ્ડરમાં લેવા છે. આ માટે એડિટ કરેલા ફોટોઝને એક પછી એક સિલેક્ટ કરો.નીચેની  સિલેક્શન ટ્રેમાં આ ફોટોઝની થમ્બનેઇલ દેખાશે. હવે નીચેની જ પેનલમાં વચ્ચે આપેલા એક્સપોર્ટ બટન પર ક્લિક કરો. જે ડાયલોગ બોક્સ ખૂલે તેમાં ફોટોગ્રાફ જ્યાં સેવ કરવા હોય તે નવું ફોલ્ડર બતાવો, ફોટોગ્રાફી સાઇઝ બદલવી હોય તો એ જણાવો, ઇમેજી ક્વોલિટી કેવી રાખવી છે તે નક્કી કરો અને એક્સપોર્ટ પર ક્લિક કરી દો. એડિટ કરેલા બધા જ ફોટોગ્રાફ નવા ફોલ્ડરમાં કોપી થશે અે કિસ્સમાં તેમ જ કમ્પ્યુટરની ડિસ્કમાંની મૂળ જગ્યાએ તે યથાવત રહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!