(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મેપ્સમાં આપણે શું શું સર્ચ કરી શકીએ?

ગૂગલ મેપ્સનો ડેસ્કટોપ પર ઉપયોગ કરતા હોઈએ કે મોબાઇલમાં, તેમાં સર્ચ કરવાની કેટલીક પ્રાથમિક સમજ મેળવી લઈએ તો આપણું કામ સહેલું બને છે. ખાસ કરીને સર્ચ પેનલમાં જે રીઝલ્ટ મળે છે તેમાં કઈ કઈ માહિતી મળે છે તે સમજી લેવું જ‚રુરી છે.

આગળ શું વાંચશો?

  • બિઝનેસ
  • એડ્રેસ
  • રોડ અને ઈન્ટરસેકશન્સ
  • અક્ષાંસ-રેખાંશ
  • સ્થળોઃ શહેરો, નગરો, રાજ્ય, દેશ વગેરે
  • સર્ચ રીઝલ્ટમાં શું શું જાણવા મળે છે?
  • મેપ્સ કેવી રીતે કામ કરે છે?

બિઝનેસ

તમે કોઈ ચોક્કસ બિઝનેસનું સ્થાન શોધી રહ્યા હો, તો જો તમને તેનું નામ ખબર હોય તો સર્ચ બોક્સમાં નામ લખો અથવા બિઝનેસનો પ્રકાર લખીને સર્ચ બટન કે એન્ટર પ્રેસ કરશો તો ગૂગલ મેપ્સ આપમેળે આપણી સૌથી નજીકનાં સર્ચ રીઝલ્ટ્સ આપણને બતાવશે. જેમ કે આપણે ‘ડોમિનોઝ, આંબાવાડી, અમદાવાદ’ અથવા ‘પીઝા નીયર આંબાવાડી, અમદાવાદ’ એમ સર્ચ કરી શકીએ.

એડ્રેસ

ગૂગલ મેપમાં કોઈ પણ એડ્રેસ સર્ચ કરતા હોઈએ તો શક્ય હોય ત્યાં સુધી તેનું આખું એડ્રેસ લખતાં વધુ ઝડપથી, વધુ સચોટ પરિણામ મળશે. જેમ કે ‘ઓફિસનું નામ, વિસ્તાર, શહેર, રાજ્ય’ અથવા તો ‘ઓફિસનું નામ, વિસ્તાર, શહેર, પિનકોડ’ લખવું વધુ યોગ્ય છે. જો પાકી ખબર ન હોય તો ફક્ત કાચું-પાકું એડ્રેસ લખતાં પણ, એ એડ્રેસ ગૂગલમાં કોઈ રીતે નોંધાયેલું હશે તો ડાબી તરફની પેનલમાં આખું એડ્રેસ જોવા મળશે. ત્યાં તેની વધુ વિગતો પણ જાણવા મળશે. અને નકશાની પેનલમાં તેનું સ્થાન પ્લેસમાર્કથી બતાવવામાં આવશે, જેને આપણે ઝૂમ કરીને વધુ વિગતો સાથે જોઈ શકીએ છીએ.

રોડ અને ઇન્ટરસેક્શન્સ

કોઈ શહેર કે રાજ્યમાં તમે કોઈ ચોક્કસ રસ્તો શોધતા હો તો રસ્તાનું નામ અને શહેર કે રાજ્યનું નામ લખો.

જો કોઈ ચાર રસ્તા શોધતા હો તો એકબીજાને ક્રોસ કરતા બંને રસ્તા અને શહેરનું નામ લખો. જેમ કે આશ્રમ રોડ અને સી.જી. રોડ, અમદાવાદ, ગુજરાત લખતાં અમદાવાદના નકશામાં આ બંને રસ્તા જ્યાં એકબીજાને ક્રોસ થાય છે તે ચાર રસ્તા જોવા મળે છે.

અક્ષાંશ-રેખાંશ

આપણે કોઈ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જણાવીને પણ નકશા પર એ સ્થળ જાણી શકીએ છીએ.

સ્થળો : શહેરો, નગરો, રાજ્ય, દેશ વગેરે

સર્ચ બોક્સમાં જે તે સ્થળનું નામ લખી એન્ટર પ્રેસ કરતાં નકશામાં તેટલો ભાગ કેન્દ્રમાં આવી જાય છે. જેમ કે ગુજરાત, ભારત લખતાં નકશાના ભાગમાં, આખું ગુજરાત જોવા મળે છે. પછી આપણે તેના જુદા જુદા પ્રદેશમાં ઝૂમ કરીને વધુ વિગતો જાણી શકીએ છીએ.

સર્ચ રીઝલ્ટમાં શું શું જાણવા મળે છે?

  1. મેપ મેકર : રીઝલ્ટનું નકશામાં સ્થાન બતાવે છે.
  2. ટાઇટલ : તેના પર ક્લિક કરતાં જે તે બિઝનેસની વધુ વિગતો ધરાવતું પ્લેસ પેજ ખૂલે છે.
  3. સ્ટાર : તમારે નકશામાં એ સ્થળે ફરી ઝડપથી પહોંચવું હોય તો તેને સ્ટાર કરી રાખો.
  4. એડ્રેસ : એ સ્થળનું પોસ્ટલ એડ્રેસ જાણી શકાય છે.
  5. ફોટો : જો બિઝનેસ તરફથી ફોટો અપાયો હોય તો તે અહીં જોઈ શકાય છે.
  6. રેટિંગ અને રીવ્યૂ : સર્ચ રીઝલ્ટ વિશે બીજા લોકોએ આપેલ રેટિંગ અને રીવ્યૂ.
  7. સ્નિપેટ : જે તે સ્થળ વિશેનું થોડું લખાણ, રીવ્યૂમાંથી.
  8. ડિસ્ક્રિપ્ટિવ ટર્મ્સ : સ્થળ વિશેની ટૂંકી માહિતી.

મેપ્સ કેવી રીતે કામ કરે છે?

આપણે જ્યારે પણ ‘ગૂગલ મેપ્સ’ એટલું સર્ચ કરીએ તો જો આપણે ભારતમાંથી સર્ચ કરી રહ્યા હોઈએ તો સર્ચ રીઝલ્ટમાં પહેલાં ગૂગલ મેપ્સની ભારતની સાઇટનું રીઝલ્ટ જોવા મળે છે. તેને ઓપન કરતાં, નકશામાં સૌ પ્રથમ ભારતનો નકશો જોવા મળે છે.

આ ઉપરાંત ડેસ્કટોપ પર, આપણા આઇપીના આધારે આપણું લોકેશન નક્કી કરવામાં આવે છે. આ રીતે ગૂગલને આપણું ચોક્કસ સરનામું તો મળતું નથી, પણ તેને ખાસ્સો અંદાજ મળી જાય છે.

ઉપરાંત, આપણે પહેલી વાર ગૂગલ મેપ્સ પર જઈએ ત્યારે ડાબી બાજુ ઉપરની તરફ, ગૂગલની સમજ અનુસાર આપણું કરન્ટ લોકેશન કયું છે તે જણાવવામાં આવે છે. જો એ બરાબર ન હોય, તો આપણે ત્યાંથી જ તેને સુધારી પણ શકીએ છીએ.


સ્માર્ટફોન કે ટેબલેટમાં વાઇ-ફાઇ કે મોબાઇલ નેટવર્કના આધારે આપણું લોકેશન નક્કી થાય છે. મેપ્સની ઘણી બધી સર્વિસનો આધાર આપણું સાચું લોકેશન મેપ્સ જાણી શકે તેના પર હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!