(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સાયબરજગતની ચિત્રાત્મક રજૂઆત

ઇન્ટરનેટ પર વિવિધ વિષયોના ઇન્ફોગ્રાફિક્સની ભીડ જામવા લાગી છે એ તો આપણે જાણીએ છીએ. એક સાઇટ પર, ખુદ ઇન્ટરનેટના પોતાના વિઝ્યુઅલાઇઝેશનનો પ્રયોગ શરુ થયો છે.

આ દુનિયા અજબ ગજબના લોકોથી ભરેલી પડી છે, જે પોતાના શોખ અને રસના વિષયમાં ખાસ્સા એવા ઊંડા ઊતરી શકે છે અને ઇન્ટરનેટના પ્રતાપે આપણે આવા લોકો અને તેમના કામને નજીકથી જોઈ પણ શકીએ છીએ.

આવી એક વેબસાઇટ છે webempires.org. આ વેબસાઇટ સર્જનારા કેટલાક ભેજાબાજ ડેવલપર્સને વિચાર આવ્યો કે સાયબરજગતની આંકડાકીય માહિતીને ગ્રાફિક્સની મદદથી જોઈ-તપાસીએ તો? એમને સતાવતા સવાલો કંઈક આવા હતા…

કઈ વેબસાઇટ કયા દેશમાં સૌથી વધુ લોકપ્રિય હશે? અથવા, ફેસબુક કે વિકિપીડિયા કે પછી મારી-તમારી વેબસાઇટ એક દેશ છે એમ ધારી લઈએ તો એ વેટિકન સિટી કરતાં નાની હોય કે અમેરિકા કરતાંય મોટી? અથવા, વિકિપીડિયા પર દરરોજ જેટલા મુલાકાતીઓ આવે છે એ બધા લોકોને એક સ્ટેડિયમમાં ભરવામાં આવે તો કુલ કેટલાં સ્ટેડિયમની જ‚રુર પડે?

આ બધા સવાલોમાં મૂળ મુદ્દો જે તે વેબસાઇટને વિઝ્યુઅલાઇઝ કરવાનો છે. કોરા, સપાટ, શુષ્ક આંકડાઓને આપણે, આપણી રોજબરોજની, આજુબાજુની કોઈ વસ્તુ સાથે સરખાવી શકીએ તો એના વ્યાપ કે વજનનું એક ચિત્ર આપણા દિમાગમાં ખડું થઈ શકે. આ શક્તિ છે વિઝ્યુઅલાઇઝેશનની. વેબ એમ્પાયર્સના ડિઝાઇનર્સ ડેવલપર્સ કામે લાગ્યા અને એમણે દુનિયાની વેબસાઇટ્સની આંકડાકીય માહિતીઓ તારવીને તેને ચિત્રાત્મક સ્વ‚રુપમાં રજૂ કરતી એક સાઇટ શરુ કરી.

અહીં આ સાઇટમાંથી ફક્ત બે ઉદાહરણ તારવ્યાં છે. પહેલામાં, દુનિયામાં જે તે વિસ્તાર કે દેશમાં સૌથી વધુ લોકપ્રિય વેબસાઇટ કે સર્વિસને દુનિયાના નકશા પર દર્શાવવામાં આવી છે. જે તે સાઇટના ટ્રાફિક રેન્ક્સના આધારે આ નકશો તૈયાર કરવામાં આવ્યો છે. તેનાં કેટલાંક તારણો નવાઇજનક લાગશે, જેમ કે જેમ કે ભારત અને યુએસમાં ફેસબુકની ગેરહાજરી, પણ એ યાદ રાખશો કે નક્શો ફક્ત નંબર વન સાઇટ બતાવે છે.

બીજા ઉદાહરણમાં, વિકિપીડિયાના તમામ લેખોમાં કયા કયા માહિતી સ્રોતને સૌથી વધુ વાર આધાર તરીકે દશર્વિવામાં આવે છે તે દર્શાવતો એક પાઇ ચાર્ટ છે. આ ટોપ ૫૦ સોર્સીઝમાં ગૂગલ બુક્સ, વેબ આર્કાઈવ અને બીબીસી ટોચ પર છે!

સાઇટ પર બીજાં પણ ઘણાં રસપ્રદ વિઝ્યુઅલાઇઝેશન્સ છે. ખાસ્સી એવી લોકપ્રિય બન્યા પછી આ સાઇટનાં હમણાં વળતાં પાણી થયાં છે કેમ કે તેનો આ આઇડિયા ચોરીને તેના જેવી જ બીજી સાઇટ્સ પર ઇન્ટરનેટ પર આવી ગઈ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!