(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિકિપીડિયામાં વધુ જાણો, નજીકથી

વિકિપીડિયાનો તમે કેટલોક ઉપયોગ કરો છો?

જો તમે દિવસમાં ઓછામાં ઓછું એક વાર વિકિપીડિયા પર ચક્કર લગાવતા હો અને તમારા ખિસ્સામાં સ્માર્ટફોન હોય, તો તેમાં વિકિપીડિયાની એપ હોવી અનિવાર્ય છે! ગૂગલ એપમાં જઈને વિકિપીડિયાની ઓફિશિયલ એપ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી લો.

જ્યારે ફ્રી પડો ત્યારે આ એપના મેઇન પેજ પર નજર ફેરવી લેશો તો જે તે દિવસનો ફીચર્ડ આર્ટિકલ વાંચી શકશો અને સાથોસાથ લેટેસ્ટ કરન્ટ ન્યૂઝથી પણ સતત અપડેટ રહી શકશો. વિવિધ લેખ સર્ચ કરવાની સગવડ તો છે જ.

જો તમારા ફોનમાંના ઇન્ટરનેટ કનેક્શનને સતત ચાલુ રાખવું ન હોય તો તમારા કામના લેખને ઓફલાઇન વાંચવા માટે સેવ કરી લેવાની સગવડ પણ છે. કોઈ જગ્યાએ કોઈની રાહ જોતા બેસી રહેવાનું હોય ત્યારે આ ઓફલાઇન રીડિંગ બહુ કામની સગવડ છે! થોડા સમયમાં ઘણું જાણી શકાય.

પણ અત્યારે વાત કરવી છે, વિકિપીડિયાએ ખાસ સ્માર્ટફોનધારકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરેલી એક ખાસ સગવડની.

તમે સ્માર્ટફોનના બ્રાઉઝરમાં જઈને વિકિપીડિયાની સાઇટ ઓપન કરશો તો તેમાં ઉપર ડાબી તરફના મેનુ બટન પર ક્લિક કરતાં, નીયરબારનો એક વિકલ્પ જોવા મળે છે. તેના પર ક્લિક કરતાં, આપણા કરન્ટ લોકેશન અનુસાર, વિકિપીડિયા આપણને જેમાં રસ પડી શકે એવા વિવિધ લેખ બતાવે છે! જો આપણે વિકિપીડિયામાં એકાઉન્ટ ધરાવતા હોઈએ તો તેમાં લોગ-ઇન થઈને મોબાઇલથી ફોટોગ્રાફ લઈને જે તે આર્ટિકલમાં ઉમેરી પણ શકીએ છીએ.

આ સગવડ જેમ આપણે કામની છે તેમ વિકિપીડિયાને પણ કામ લાગે તેમ છે. વિકિપીડિયા કહે છે તેમ તેણે ઇમેજીસ વિનાના લેખોમાં લોકો પોતે ઇમેજ ઉમેરતા થાય અને સાથોસાથ લોકોને પોતાના લોકેશન અનુસાર વધુ જાણકારી મળે એવા બેવડા હેતુથી આ સગવડ ઉમેરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!