(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સાયબરમોલની ફ્રી શોપિંગ ટ્રોલી : સ્પ્રિંગપેડ

છે ક મે ૨૦૦૮માં ‘સાયબરસફર’ કોલમમાં આપણે ગૂગલની નોટબુક નામની એક સર્વિસ વિશે જાણ્યું હતું ત્યારે વાતની શરુઆત કંઈક આ રીતે કરી હતી કે…

“ધારો કે તમે એક મેગામોલમાં ખરીદીએ નીકળ્યા છો. જુદી જુદી શેલ્ફ પર દાળ-કઠોળ, તેલ, શેવિંગ ક્રીમ, ટૂથપેસ્ટ વગેરે જોઈને શું શું લેવું તે નક્કી કરો છો, પણ સાથે ટ્રોલી કે બાસ્કેટ નથી. હવે હાથમાં કેટલુંક ઉપાડીને મોલની બહાર નીકળી શકો?

આવી જ હાલત ઇન્ટરનેટ પર થતી હોય છે. તમે વેકેશનમાં ટુરનું પ્લાનિંગ કરી રહ્યા હો કે કોઈ સ્ટડી પેપર તૈયાર કરવા રીસર્ચ કરતા હો ત્યારે અનેક વેબસાઇટ પર જવાનું થાય. તેમાંથી ઘણી માહિતી ઉપયોગી લાગે, પણ નેટની બહાર નીકળો એટલે કોરાધાકોર! મગજ કેટલુંક યાદ રાખે? બધું કોપી કરી કમ્પ્યૂટરમાં નાખવામાં લાંબી પળોજણ. આવે સમયે, ઉપયોગી થાય ઇન્ટરનેટ પરનાં વેબ રિસર્ચ ટૂલ્સ. યાહૂ, માઇક્રોસોફ્ટ અને અન્ય સાઇટ્સ પર આવાં ટૂલ ઉપલબ્ધ છે, કેટલાંક બ્રાઉઝર પણ આવી સેવા આપે છે, પણ આપણે વાત કરીશું આ બધામાં ટોપ (એટલીસ્ટ, આ લખનારના મતે!) ગૂગલ નોટબુક વિશે. ટોપ કેમ? સિમ્પલ, ગૂગલ નોટબુક સિમ્પલ છે ને ફ્રી છે!

હવે પાંચ વર્ષ પછી સ્થિતિ એવી આવીને ઊભી છે કે ગૂગલે તેની આ બહુ કામની સર્વિસ બંધ કરી દીધી છે (ગૂગલ જેટલી નવી સર્વિસીઝ ચાલુ કરે છે એટલે જ સર્વિસીઝ પાછી પણ ખેંચે છે – જુદાં જુદાં કારણો આપીને, ક્યારેક એની પણ વાત કરીશું!), પણ આપણો સાયબરમોલનો પેલો અનુભવ તો એવો ને એવો જ રહ્યો છે, હાથમાં કે મગજમાં કેટલુંક ભરીને આપણે બહાર નીકળીએ?

સદ્નસીબે, ગૂગલની નોટબુક જેવી જ જુદી જુદી ઘણી સર્વિસ ચાલુ થઈ છે, આમાંની કેટલીક ગૂગલ નોટબુકની જેમ ચાલુ થઈને બંધ પણ થઈ ગઈ, પણ એ બધામાં જરા જુદી પડે છે સ્પ્રિંગપેડ (http://springpad.com)

આ સર્વિસની મદદથી, તમે જુદી જુદી સાઇટ પર ઉપયોગી લાગેલું લખાણ કે બીજી સામગ્રી એક સ્થળે એકત્ર કરી, એક સાથે જોઈ શકો છો. તમારે પહેલાં સ્પ્રિંગપેડ પર જઈને તમારું એક ખાતું ખોલાવવાનું. ચાહો તો તમારા ફેસબુક કે ટ્વીટર એકાઉન્ટથી લોગ-ઈન થાઓ અથવા નવું જ એકાઉન્ટ ખોલાવો.

હવે પહેલું કામ તમારા એકાઉન્ટના સેટિંગ્સમાં જઈને રીસોર્સીઝ ફંફોસવાનું કરો. અહીં તમને આઇફોન, એન્ડ્રોઇડ ફોન કે એમેઝોન એપસ્ટોરમાંથી તમારા મોબાઇલ ડિવાઇસ માટેની એપ મળશે. એ રીતે બ્રાઉઝર એક્સટેન્શન અને વેબ ક્લિપર પણ મળશે. ઉપરાંત કેટલીક કામની ક્વિક કી જાણવા મળશે. આ બધું આપણને સાયબરમોલમાં મળતી કામની વસ્તુઓ એક-બે ક્લિક કરીને સાચવી લેવામાં કામ લાગશે.

હવે જુદી જુદી સાઇટ પર ખાંખાંખોળાં ચાલુ કરો. જે લખાણ કે ઇમેજ ઉપયોગી લાગે તેને માઉસ કે કીબોર્ડની મદદથી કોપી કરીને ક્લિપ કરતા જાવ. સ્પ્રિંગપેડમાં તમે પ્રોડક્ટના બારકોડ પણ ક્લિપ કરી શકો છો.

સ્પ્રિંગપેડમાં તમે એકથી વધુ વિષયની નોટબુક બનાવી શકો છો. તેમાં પેટાવિભાગ પાડી શકો છો. ધારો કે તમે વેકેશન ટુરની નોટબુક બનાવી. હવે તેને એક્ટિવ રાખી જુદી જુદી સાઇટ પરથી ટેક્સ્ટ ‘નોટ’ કરશો એ બધી ટુરની નોટબુકના ખાતે જમા થશે! બે-ત્રણ ફેમિલિ સાથે જવાનાં હો તો તમારી નોટબુક ફ્રેન્ડઝ સાથે શેર કરો. એ ફ્રેન્ડઝ જે રિસર્ચ કરશે એ માહિતી પણ એક જ સ્થળે એકઠી થશે.

એટલું યાદ રાખશો કે જ્યારે તમે નોટબુક ક્રિએટ કરો ત્યારે તેને પબ્લિક રાખવી છે કે પ્રાઇવેટ તે નક્કી કરી લો. બીજા લોકોએ પબ્લિક રાખેલી નોટબુક તમે એક્સપ્લોર પણ કરી શકો છો.


સ્પ્રિંગપેડની જેટલી મજા આ રીતે આપણને કામના વિષયની નોટબુક્સ તૈયાર કરવામાં છે, એટલી જ બીજાની નોટબુક્સ જોવામાં છે. અહીં સોશિયલ મીડિયાની સવલતો છે એટલે તમે તમારા ફેસબુક ફ્રેન્ડ્સ સાથે નોટબુક્સના આઇડિયા શેર કરીને તેમની નોટબુક્સમાં ખાંખાંખોળાં કરી શકો છો.

અગાઉ તમે ગૂગલ નોટબુક સર્વિસ વાપરી હશે તો એ સર્વિસ બંધ થતાં ચોક્કસ તમને તેની ખોટ લાગી હશે. સ્પ્રિંગપેડ એ ખોટ બરાબર રીતે પૂરી કરી દે છે. ઇન્ટરનેટ પર તમે વારંવાર ખરેખર રીસર્ચ જેવું કંઈક કામ કરતા હો તો આ તમારા માટે બહુ કામની સર્વિસ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!