(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ મેપ્સમાં બિઝનેસ ફોટોઝ અને ઇન્ડોર મેપ્સ

વેલેન્ટાઇન ડે વીત્યાને ભલે બે મહિના થઈ ગયા હોય, આપણે એના સંદર્ભે વાત કરીએ. તમે પતિ, પત્ની કે બોયફ્રેન્ડ, ગર્લફ્રેન્ડને અગાઉ ક્યારેય ન ગયા હોય એવી કોઈ સરસ મજાની રેસ્ટોરાંમાં લઈ જઈને સરપ્રાઇઝ આપવાનું વિચાર્યું  હોય, ઝાંખા અજવાળામાં ધીમા અવાજે મીઠી ગુસપુસ કરવાનાં સપનાંય જોયાં હોય અને પછી રેસ્ટોરાંમાં દાખલ થાવ ત્યારે ઝાટકો લાગે કે અહીં તો ટેબલ્સ એટલાં નજીક નજીક છે કે બાજુમાં બેઠેલા બીજા કપલ સાથે કોણી અથડાય! તો?

કોઈ અજાણ્યા સ્થળે આપણે પહેલી વાર જઈએ ત્યારે જુદા જુદા સંદર્ભમાં આવા ઝાટકા લાગવાના પૂરા ચાન્સીઝ હોય છે. જેમ કે કોઈ નવા રેસિડેન્શિયલ પ્રોજેક્ટનાં ગ્લોસી બ્રોશર જોઈને અંજાઈ જઈએ પણ વાસ્તવમાં સાઇટ પર પહોંચતાં નિરાશાજનક ચિત્ર મળે.

હવે થેન્ક્સ ટુ ગૂગલ મેપ્સ, આવા ઝાટકાઓનું પ્રમાણ ધીમે ધીમે ઘટે તેવી સંભાવના છે. સામે પક્ષે બિઝનેસ માલિકો માટે પોતાના બિઝનેસ પ્લેસને આકર્ષક રીતે પ્રમોટ કરવાનો એક નવો રસ્તો પણ ઉભો થયો છે.

ટેક્નોલોજી એ જ જૂની પૂરાણી છે – સ્ટ્રીટ વ્યૂ ટેક્નોલોજી (આમ તો આ નવી ટેક્નોલોજી છે, પણ આજના સમયમાં લેટેસ્ટ શબ્દ બહુ ઝડપથી ઝાંખો પડી જાય છે). કોઈ સ્થળ પર જાતે પહોંચી ગયા હોઈએ એવો વર્ચ્યુઅલ અનુભવ કરાવતી સ્ટ્રીટ ટેક્નોલોજીથી આપણે ગૂગલ મેપ પર જુદાં જુદાં શહેર કે ઐતિસાહિક સ્થળો કે ટુરિસ્ટ પ્લેસીઝની ટુરની મજા માણી શકીએ છીએ, એ જ ટેકનોલોજીએ હવે રસ્તા પરથી આગળ વધીને બિલ્ડિંગની અંદર પર એન્ટ્રી મારી છે.

ગૂગલ બિઝનેસ ફોટોઝ નામની આ સર્વિસ આ વર્ષની શરુ‚આતથી ભારતમાં પણ આવી પહોંચી છે. આ સર્વિસનો લાભ લેવા માગતા બિઝનેસ માલિકો ગૂગલના ટ્રસ્ટેડ એજન્સી ફોટોગ્રાફર્સની સેવા લઈને પોતાના બિઝનેસ – જેમ કે રેસ્ટોરાંની ખાસ પ્રકારની ફોટોગ્રાફી કરાવી શકે છે, પણ વાત ફક્ત ફોટોગ્રાફ્સની નથી. એ સાથે રેસ્ટોરાંના બિઝનેસ અવર્સ, રેટિંગ, સ્વીકારવામાં આવતાં ક્રેડિટ કાર્ડ્સ, મેનુ વગેરે બધું જ, પેલી ખાસ ઈમેજીસની સાથે ગૂગલ મેપ પર અપલોડ કરવામાં આવે છે, જે ગૂગલ પર સર્ચ કરતા અનેક લોકો સુધી પહોંચે છે!

આ સર્વિસ ભારતમાં ઓફિશિયલી લોન્ચ કરતાં પહેલાં ગૂગલે મુંબઈ, નવી દિલ્હી, હૈદરાબાદ, બેંગાલૂરુ, પૂણે, કોલકતા અને ચેન્નઈ ઉપરાંત, યસ્સ, યસ્સ, આપણા અમદાવાદમાં સંખ્યાબંધ બિઝનેસીઝ જેમ કે રેસ્ટોરાં, રીટેઇલ સ્ટોર્સ, શો‚સ, બુટિક્સ, બાર (ગુજરાતની બા’ર!) વગેરેની મદદ લીધી, એમના ઇનસાઇડ વ્યૂની પેનોરમિક ફોટોગ્રાફી કરી અને એ બધી રેડી ઇમેજીસ સાથે હવે બીજા લોકોને પણ આ સર્વિસમાં જોડાવા માટે ઇન્વાઇટ કર્યા તમારા બિઝનેસને ગૂગલ મેપ્સ પર પ્રમોટ કરવો હોય તો http://google.co.in/businessphotos પર જઈ આગળ વધી શકો છો. તમે પ્રોફેશનલ ફોટોગ્રાફર હો તો ગૂગલના ફોટોગ્રાફર તરીકે એનરોલ થઈ શકો છો (વધુ માહિતી માટે જુઓ : http://maps.google.com/intl/en/help/maps/businessphotos/agencies/).

જેમ આ બિઝનેસના ઇનસાઇડ વ્યૂની સર્વિસ ભારતમાં આવી પહોંચી છે, તેમ ઇન્ડોર મેપ્સની સેવા પણ થોડા સમય પછી આપણા દેશમાં આવી પહોંચશે. આ સર્વિસ સ્માર્ટફોનધારકો માટે વધુ ઉપયોગી રહેશે. તમે કદાચ જાણતા હશો તેમ ગૂગલની મોબાઇલ ડિવાઇસીઝ માટેની નેવિગેશન સર્વિસ જીપીએસ ટેક્નોલોજીની મદદથી જુદાં જુદાં શહેરોની ગલીએ ગલીનો ચિતાર આપીને ક્યાંય પણ પહોંચવું સહેલું બનાવી દે છે. એ રીતે, ઇન્ડોર મેપ્સ મોટાં બિલ્ડિંગની અંદરના નકશા આપે છે અને આપણે મોલમાં મેઇન એન્ટ્રીથી કોઈ ખૂણામાં રહેલા ટોઇલેટ સુધી પહોંચવું હોય તો તેનો ટૂંકામાં ટૂંકો રસ્તો પણ બતાવે છે. પરંતુ, સેટેલાઇટની મદદથી ચાલતી જીપીએસ ટેક્નોલોજી એરપોર્ટ કે મોટા મોલની અંદર બરાબર ચાલી શકતી નથી. તેના ઉપાય તરીકે ઇન્ડોર મેપ્સમાં વાઇ-ફાઇ નેટવર્ક્સ અને મોબાઇલ ટાવર્સની મદદથી, બિલ્ડિંગની અંદર આપણું લોકેશન નક્કી કરવામાં આવે છે. હાલમાં તેરેક દેશમાં, દસ હજારથી વધુ ફ્લોર પ્લાન્સ ગૂગલ મેપ પર (હાલમાં એન્ડ્રોઇડમાં) અપલોડ કરાયા છે. અલબત્ત, આ ટેક્નોલોજીનો લાભ લેવા થોડી રાહ જોવી પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!