(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાચશો

  • મુક્ત ઇન્ટરનેટનો અંત આવશે?
  • એચપી કરતાં લિનોવો આગળ
  • તમારી આંખ એ જ તમારો પાસવર્ડ!

મુક્ત ઇન્ટરનેટનો અંત આવશે?

ઇન્ટરનેટ પર અંકુશ હોવો જોઈએ કે નહીં એ ચર્ચા લાંબા સમયથી ચાલે છે, ભારત જેવા કેટલાક દેશો ઇન્ટરનેટના સ્વતંત્ર મિજાજ સામે વારંવાર વિરોધ નોંધાવીને સંતોષ માને છે તો ચીન કે ઇરાન જેવા દેશો પોતાની રીતે ઇન્ટરનેટનું ‘ગળું દબાવવાની’ શક્ય એટલી બધી રીતો અજમાવી લે છે. પરંતુ હવે લાગે છે કે ઇન્ટરનેટની સ્વતંત્રતા પર અંકુશો નજીક આવી રહ્યા છે.

આ વર્ષે ડિસેમ્બરમાં દુબઈમાં યુનાઇટેડ નેશન્સની એક સંસ્થા ધ ઇન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન્સ યુનિયન (આઇટીયુ)ની એક સમિટ યોજાઈ રહી છે. આઇટીયુમાં ૧૯૩ દેશો સભ્ય છે. દુબઈ ખાતેની સમિટમાં ઇન્ટરનેશનલ વોઇસ, ડેટા અને વીડિયો ટ્રાફિક પરનાં નિયંત્રણો સાથેનો એક કરાર તૈયાર કરવાનો પ્રયાસ થશે. રશિયા, ચીન અને ઇરાન વર્લ્ડ કોન્ફરન્સ ઓન ધન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન્સ (ડબલ્યુસીઆઇટી)માં ઇન્ટરનેટનાં નિયંત્રણોને પણ આ કરારમાં આવરી લેવામાં આવે એવો પ્રયાસ કરશે.

એચપી કરતાં લિનોવો આગળ

પર્સનલ કમ્પ્યુટર (પીસી)ના વિશ્વવ્યાપી માર્કેટમાં ઉથલપાથલચાલી રહી છે, એક તરફ પીસીનું વેચાણ જ ઘટી રહ્યું છે અને બીજી તરફ પીસીની ચાઇનીઝ મેન્યુફેક્ચરર લિનોવોએ પીસીના બજાર હિસ્સાની બાબતમાં યુએસની એચપીને પાછળ રાખી દીધી છે. અલબત્ત, માર્જિન બહુ નાનો છે – ૨૦૧૨ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એચપીનો બજારહિસ્સો ૧૫.૫ ટકા હતો, જ્યારે લિનોવોનો હિસ્સો ૧૫.૭ ટકા છે!

તમારી આંખ એ જ તમારો પાસવર્ડ!

ઇન્ટરનેટ પર કેટકેટલાય પાસવર્ડ રાખીને તમે થાક્યા હો તો તમારા માટે આનંદના સમાચાર છે. ટેક્સાસ યુનિવર્સિટીના એક કમ્પ્યુટર સાયન્ટિસ્ટ એક એવી સિસ્ટમ વિક્સાવી રહ્યા છે, જેમાં કમ્પ્યુટર સ્ક્રીન સામે તમારી આંખની હલચલના આધારે જે તે પ્રોગ્રામ તમારી ઓળખ નક્કી કરશે અને તમને એક્સેસ આપશે કે નકારશે. એટલે કે જે તે પ્રોગ્રામ તમારી આંખોમાંથી તમારો પાસવર્ડ વાંચી લેશે! નિષ્ણાતો કહે છે કે કોઈ બે વ્યક્તિ એક સરખી રીતે દુનિયા જોતી નથી, આથી આંખની હલચલથી વ્યક્તિની ઓળખ શક્ય છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!