(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિશ્વમાં કઈ ભાષાનું કેટલું ચલણ?

માણસજાતે અભિવ્યક્તિ માટે ભાષા વિક્સાવી ત્યારથી સતત પાંગરેલી ભાષાઓની સંખ્યા હવે સાત હજારે પહોંચી છે, પણ નિષ્ણાતો કહે છે કે હવે ભાષાવૈવિધ્ય ભૂંસાતું જશે.

વિશ્વની ભાષાઓ ભૂંસાઈ રહી છે? શું સમય જતાં વિશ્વમાં માત્ર ગણીગાંઠી ભાષાઓ જ બોલાતી હશે? આવારા સમયી વાત તો છી, અત્યારે વિશ્વની ભાષાઓની સ્થિતિ કેવી છે?

આ બધા પ્રશ્નોના જવાબ ઘણે અંશે ટ્રાન્સરન્ટ લેન્ગ્વેજ (http://www.transparent.com) નામની યુએસએની એક કંપનીએ બનાવેલા ઇન્ફોગ્રાફિકમાંથી મળી રહે છે.

ટ્રાન્સપરન્ટ લેન્ગ્વેજ અને સરકારી સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ બિઝનેસીઝ એ સામાન્ય લોકો માટે ભાષા શીખવાનાં સોફ્ટવેર બનાવતી કંપની છે. કંપનીના દાવા મુજબ, ૧૯૯૧થી આજ સુધીમાં લાખો લોકો આ કંપનીના સોફ્ટવેરની મદદથી ઝડપી, સરળતાથી એ અસરકારક રીતે નવી ભાષાઓ શીખી શક્યા છે. ૧૨૦૦થી વધુ શાળાઓ એ યુનિવિર્સિટીઝ તેમ જ યુએસની ફોરેન સર્વિસ ઇન્સ્ટિટ્યૂટ અે ડિફેન્સ લેંગ્વેજ ઇન્સ્ટિટ્યૂટ જેવી સંસ્થાઓ પણ આ કંપનીમનાં સોફ્ટવેરનો ઉપયોગ કરી રહી છે. ટ્રાન્સપરન્ટ લેંગ્વેજ કંપની જુદી જુદી ૧૦૦ ભાષાઓમાં કામ કરી રહી છે.

આ કંપનીએ વર્લ્ડબેન્ક, વર્લ્ડ ડેવલમેન્ટ ઇન્ડિકેટર્સ, ઇન્ટરેટ વર્લ્ડ સ્ટેટ્સ, બ્રિટિશ કાઉન્સિલ વગેરે સ્રોતમાંથી ભાષાસંબંધિત માહિતી તારવીને વિશ્વની જુદી જુદી ભાષાઓ સંબંધિત એક રસપ્રદ ઇન્ફોગ્રાફિક (http://goo.gl/Ordoh) બનાવ્યું છે.

આવો એના પર એક નજર ફેરવીએ…

  • પૃથ્વી ર ૬.૮ અબજ લોકો વસે છે એ અંદાજે ૭,૦૦૦ ભાષાઓ બોલાય છે.
  • વિશ્વમાં ૧.૨ અબજ લોકો સાથે ચાઇનીઝ સૌથી વધુ બોલાતી ભાષા છે.
  • વસતિની દૃષ્ટિએ ભારત ચીન છી બીજા નંબરે આવતું હોવા છતાં, સ્પેનિશ (૩૨.૯ કરોડ), ઇંગ્લિશ (૩૨.૮ કરોડ) અને અરેબિક (૨૨.૧ કરોડ) ભાષા બોલનારા લોકોની વસતિ હિન્દી બોલનારા લોકો (૧૮.૨) કરતાં વધુ છે.
  • નોંધધાત્ર વાત એ છે કે હિન્દી પછી તરતના ક્રમે બંગાળી ભાષા છે. વિશ્વમાં લોકો બંગાળી ભાષા બોલે છે.
  • ઇન્ટરનેટ પર વિવિધ ભાષાઓની સ્થિતિ જોઈએ તો જેમ જેમ વિશ્વના જુદા જુદા ભાગોમાં ઇન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ નેટ પર ભાષાનાં સમીકરણો બદલાઈ રહ્યાં છે.
  • વર્ષ ૨૦૦૦માં ઇન્ટરનેટ પર ઇંગ્લિશ ભાષાનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા ૧૮.૭ કરોડ હતી, તે બીજા જ વર્ષે વધીને ૫૬.૫ કરોડ થઈ ગઈ!
  • ઈન્ટટરનેટ પર ચાઇનીઝ ભાષાનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યા વર્ષ ૨૦૦૦માં ૩.૪ કરોડ હતી, તે બીજા વર્ષે વધીને ૫૦.૯ કરોડ થઈ ગઈ.
  • વાસ્તવિક વિશ્વમાં અરેબિક ભાષા ચોથા ક્રમે છે, પણ ઇન્ટરનેટ પર તેનો ક્રમ છેક સાતમો આવે છે.
  • આપણે માટે દુ:ખની વાત એ છે કે વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાં હિન્દી પાંચમા ક્રમે છે, પણ ઇન્ટરેટ પરની ટોપ ટેન લેંગ્વેજમાં હિન્દીનું ક્યાંય નામ નથી.
  • ઇંગ્લિશ, ચાઇનીઝ, સ્પેનિસ જાાપાનીઝ, પોર્ટુગીઝ, જર્મન, અરેબિક, ફ્રેન્ચ, રશિયા અને કોરિયા – ઈન્ટરનેટ પરની આ ટોપ ટેન લેંગ્વેજ છે.
  • બાકીની બધી બધી ભાષાઓા નેટ યુઝર્સની સંખ્યા વર્ષ ૨૦૦૦માં ૫.૯ કરોડ હતી, તે ૨૦૧૧માં ૩૫ કરોડ થઈ છે.
  • વિશ્વના જુદા જુદા વિસ્તારોની વસતી, માનવવિકાસ અને આર્થિક પાસાને ધ્યાને લઈને ભાષાનિષ્ણાતો આગાહી કરે છે કે વર્ષ ૨૦૫૦માં ટોપ ફાઇવ લેંગ્વેજનો ક્રમ આવો કંઈક હશે – ચાઇનીઝ, હિન્દી-ઉર્દૂ, ઇંગ્લિશ, સ્પેનિશ અને અરેબિક.
  • ભાષાા અભ્યાસ નિષ્ણાતો એવું પણ ભાવિ ભાખે છે કે આ સદીના અંત સુધીમાં અત્યારની ૭૦૦૦ ભાષામાંથી મોટા ભાગની ભૂંસાઈ જશે, અથવા અંતની નજીક પહોંચી ગઈ હશે.
  • એ સમયે, વૈશ્વિક વ્યાપારમાં ચાઇીઝ, સ્વદેશી એ ઇંગ્લિશ ભાષાનું જ ચલણ રહેશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!