કેટલીક નાની નાની વાતી કાળજી લઈને તમે તમારા સ્માર્ટફોનની બેટરી વધુ લાંબો સમય ચલાવી શકો છો, આ રીતે…
આગળ શું વાંચશો?
- સ્ક્રીનને ઓછા ટાઈમઆઉટ પર રાખો
- સ્ક્રીનની યોગ્ય બ્રાઈનેટ સેટ કરો
- બ્લૂટૂથ બંધ રાખો
- વાઈ-ફાઈ ન વાપરતા હો તો બંધ રાખો
- જીપીએસ પણ ઓછું વાપરો
- એપ્લિકેશન ઓન / ઓફ કરો
- વાઈબ્રેટરનો ઉપયોગ ટાળો
- દરેક બિનજરુરી નોટિફિકેશન બંધ રાખો
- એન્ડ્રોઈડ માટે પાવર સેવર મોડ
સ્માર્ટફોન એટલે એવા ફોન, જેનો કદાચ વાતચીત કરતાંય બીજી જાતભાતની કેટલીય વસ્તુઓ માટે વધુ ઉપયોગ થતો હશે.
તમે સ્માર્ટફોન વાપરો છો? જે રીતે જાદુઈ ચિરાગ જેવા આ ફોનનું વેચાણ ઝડપભેર વધી રહ્યું છે અને તેમની કિંમત જે ઝડપે ઘટી રહી છે એ જોતાં જવાબ હામાં હોવાની શક્યતા વધુ છે. સ્માર્ટફોન એટલે એવા ફોન, જેનો કદાચ વાતચીત કરતાંય બીજી જાતભાતની કેટલીય વસ્તુઓ માટે વધુ ઉપયોગ થતો હશે. ફોટોગ્રાફ લો, વીડિયો શૂટિંગ કરો, ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરો, સાઇટ્સ બ્રાઉઝ કરો, મ્યુઝિક પ્લે કરો, ઇમેઇલ્સ ચેક કરો… કેટકેટલું થઈ શકે છે સ્માર્ટફોનની મદદથી.
સ્માર્ટફોન ઇન્ટરનેટ અને વિવિધ એપ્લિકેશન્સની મદદથી આખું વિશ્વ ખરેખર આપણી હથેળીમાં લાવી મૂકે છે. આવડા ટચૂકડા સાધનમાં અપાર શક્તિ હોવાને કારણે જ કદાચ તેની બેટરી ઓછી ચાલે છે. જોકે જો તમે કેટલીક સ્માર્ટ એપ્સની મદદ લો અને સ્માર્ટફોન વાપરવાની થોડી સમજ કેળવો તો તમે તમારા સ્માર્ટફોનની બેટરી ખાસ્સા એવા વધુ સમય સુધી ચલાવી શકો છો અને તેની પાસેથી પહેલાં કરતાં વધુ કામ કઢાવી શકો છો.
અત્યારના મોટા ભાગના સ્માર્ટફોનની બેટરી પાંચ વોટ-અવરની હોય છે, એટલે કે તે પાંચ કલાક સુધી દર કલાકે સતત એક વોટનો અવર આપી શકે. જો તમારો ફોન કલાકમાં એક વોટ વાપરી નાખે તો સવારે સાતેક વાગ્યે તમે ફોનનું ચાર્જર પ્લગમાંથી કાઢો અને પછી બોરે ૧૨ વાગ્યા સુધીમાં બેટરી ડૂલ થઈ સમજો.
ઉપરની વાત ધ્યાનથી સમજવા જેવી છે. જો આપણે ફોનની બેટરી વધુ ચાલે એવું કરવું હોય તો કલાકદીઠ તેનો પાવરનો વપરાશ ઘટાડવો પડે.
ફરી, ઉપરનું વાક્ય ધ્યાનથી વાંચજો. આપણે પાવરનો વપરાશ ઘટાડવાની વાત કરીએ છીએ, ફોનનો વપરાશ ઘટાડવાની નહીં. એ રીતે તો સૌ કોઈ બેટરીને વધુ લાંબા સમય સુધી ચલાવી શકે. આને સૌથી અસરકારક ઉપાય, સ્માર્ટફોન કઈ કઈ રીતે બિનજરુરી રીતે બેટરીનો પાવર ખાય છે એ સમજી લેવામાં છે. સ્માર્ટફોનની ખૂબીઓ અને ખામીઓ સમજીને નવી નવી વાતની કાળજી લઈએ તો બેટરીને ચોક્કસ વધુ લાંબો સમય ચલાવી શકીએ.
સ્ક્રીનને ઓછા ટાઇમઆઉટ પર રાખો
આ વાત તો બધા ફોનને લાગુ પડે છે. તમારા ફોનના ડિસ્પ્લે સેટિંગ મેનુમાં સ્ક્રીન ટાઇમ આઉટ (અથવા એના જેવું બીજું કંઈક નામ હોઈ શકે છે) શોધી કાઢો. આના દ્વારા તમારો સ્ક્રીન જ્યારે વપરાશમાં ન હોય ત્યારે કેટલી સેકંડમાં ડિસ્પ્લે બંધ થાય તે નક્કી કરી શકાય છે. બેટરી માટે તો ‘હર એક સેકન્ડ જરુરી હોતી હૈ’ એટલે તમારા સ્ક્રીન ટાઇમ આઉટને ઓછામાં ઓછી સેકંડથી સેટ કરો. મોટા ભાગના એન્ડ્રોઇડ ફોનમાં ઓછામાં ઓછી સેકંડ ૧૫ ર સેટ કરી શકાય છે. જો હાલમાં તમે સ્ક્રીન ટાઇમઆઉટ બે મિનિટનો રાખ્યો હોય તો તેને ૩૦ સેકંડ અથવા તેનાથી ઓછી સેકંડ પર સેટ કરી દો.
સ્ક્રીની યોગ્ય બ્રાઇટેસ સેટ કરોે
સ્માર્ટફોનની ખરી મજા તેા વિશાળ અને રંગીન ડિસ્પ્લેમાં જ છે, પણ એની એ જ ખાસિયત બેટરી માટે જીવલેણ સાબિત થાય છે. બીજા બધા ઉપયોગ કરતાં તમારા ફોનનો ડિસ્પ્લે સૌથી વધુ બેટરી વાપરે છે.
મોટા ભાગના સ્માર્ટફોનમાં ઓટોબ્રાઇટનેસ ફીચર સામેલ હોય છે જે સ્ક્રીનની બ્રાઇટનેસને તેની લાઇટિંગના લેવલ્સ અને સિસ્ટમની એક્ટિવિટી પ્રમાણે ઓટોમેટિકલી એડ્જેસ્ટ કરે છે. આ ઉરાંત બ્રાઇટનેસના સેટિંગ્સમાં જઈ ફોન વપરાશમાં હોય ત્યારે તમને ફાવે તેટલી ઓછામાં ઓછી બ્રાઇટનેસ રાખશો તો તમને વધુ સારું રિઝલ્ટ મળશે.
આ લેખમાં આપેલી બાકીની ટિપ્સ તરફ ધ્યાન ન આપી માત્ર આ જ ટિપને ફોલો કરશો તો તમે પોતે જોઈ શકશો કે તમારી બેટરીને ‘આયુષ્યમાન ભવ’ ના આશીવર્દિ મળ્યા છે.
બ્લૂટૂથ બંધ રાખો
તમારા બ્યૂટૂથને ડિસેબલ કરી દો અને જુઓ તમારી બેટરી કેટલી લાંબી ચાલે છે. કોઈ વાયર વિના, બ્લુટૂથની સગવડ ધરાવતાં બીજાં સાધનો (જેમ કે હેન્ડ્ઝફ્રી, બીજાનો ફોન કે કાર સ્ટીરિયો) સાથે તમારા ફોનને કનેક્ટ કરી આપતી અને પાર વિનાની ડેટાની આપલે કરી આતી બ્લૂટૂથી એક બહુ નકામી સગવડ છે એ વાત સાચી, પણ એને સતત ઓપન રાખવાની જરુર નથી. બ્લૂટૂથ ઓપન હોય ત્યારે તમારો ફોન સતત બીજાં બ્લૂટૂથ સાધનો તરફથી મળતાં સિગ્નલી શોધમાં વ્યસ્ત રહે છે, મતલબ કે બેટરી વધુ વપરાય છે! જો તમે કારમાં ન હો અથવા તમને નજીકના ભવિષ્યમાં કોઈ મહત્ત્વનો કોલ નથી આવવાનો તો બ્લુટૂથ બંધ કરી દો. સારી એવી બેટરી બચશે એ નક્કી.
વાઈ-ફાઈ ન વાપરતા હો તો બંધ રાખો
બ્લૂટૂથ જેવી જ સગવડ છે વાઈ-ફાઈ. અને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવા માટે વાયરલેસ સિગ્નલ્સનો ઉપયોગ કરે છે. તમારા ઘરમાં કે ઓફિસમાં વાઈ-ફાઈ રાઉટર હોય (જે ઇન્ટરેટ કેક્ટિવિટીનાં સિગ્નલ મોકલવાનું કામ કરે છે) એ તમે તેની મદદથી તમારા સ્માર્ટફોન પર નેટ સાથે કનેક્ટ થતા હો તો જુદી વાત છે (આ રીતે વધુ સારી સ્પીડ પણ મળે છે), પણ જો વાઈ-ફાઈની રેન્જી દૂર હોય ત્યારે તમારા ફોનની વાઈ-ફાઈ સિસ્ટમ બંધ કરી દેવી હિતાવહ છે. એન્ડ્રોઇડ જેવા ફોનમાં હોમસ્ક્રીન વિજેટ મૂકવાની સગવડ હોય છે (જેમ આપણે પીસીમાં ડેસ્કટોપ પર શોર્ટકટ મૂકીએ છીએ એ રીતે), તમે હોમસ્ક્રીન પર ‘વાઈ-ફાઈ ટોગલ’ વિજેટ મૂકી દો તો એક ક્લિકથી વાઈ-ફાઈ ચાલુ બંધ કરી શકો છો.
જીપીએસ પણ ઓછું વાપરો
સ્માર્ટફોનની એક વિસ્મયભરી ખાસિયત એ છે કે આ જીન તમે હુકમ આપો તો તમારી નજીકની સારી રેસ્ટોરન્ટ પણ શોધી આપે છે! આવી સર્વિસ આપતી કપની, તમારા સ્માર્ટફોનમાંની જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી તમે ક્યાં છો તેની ભાળ મેળવે છે. આ જીપીએસ સતત તમારા ફોમાંની વિવિધ સેટેલાઇટ્સને સિગ્નલ્સ મોકલે છે અને મેળવે છે, જેની મદદી પૃથ્વી પર ફોનનું લોકેશન નક્કી થઈ શકે છે. મેપ્સની એપ્લિકેશન પણ આ જ પદ્ધતિની મેપ પર તમારું લોકેશન બતાવે છે.
સિગ્નલ મોકલવાની અને મેળવવાની વાત આવી એટલે સમજો કે બેટરીનું આવી બન્યું!
તમે આવી સર્વિસનો ઝાઝો ઉપયોગ કરતા હો તો જીપીએસને બંધ કરી શકો છો. મોટા ભાગની આ પ્રકારની એપ્લિકેશન, તમે તેે ઇન્સ્ટોલ કરો ત્યારે પૂછશે કે તે તમારી જીપીએસનો ઉપયોગ કરે? સમજી વિચારીને જ હા કહો. કોઈ ગેમ, સ્ક્રીનસેવર કે વોલેર ઇન્સ્ટોલ કરતી વખતે આવો સવાલ પુછાય તો અચૂક ના પાડો, આવી એપ્લિકેશનો તમારું લોકેશન જાણવાનું શું કામ છે?
એપ્લિકેશન ઓન/ ઓફ કરો
પાવરફુલ સ્માર્ટફોનું એક મહત્ત્વનું ફીચર છે મલ્ટિટાસ્કિંગ – જેના દ્વારા તે એક જ સમયમાં અનેક એપ્લિકેશન રન કરી શકે છે. ફરી, સગવડ સારી, પણ બેટરી ખાય. દરેક એપ્લિકેશન રન થાય ત્યારે ફોનના પ્રોસેસરનું ચક્ર ચાલતું જ હોય છે. જે એપ્લિકેશન વાપરતા ન હો તે બંધ કરતાં તમારા ફોનના પ્રોસેસરનો વર્કલોડ સારો એવો ઓછો કરી શકાય છે. એન્ડ્રોઇડ ફોન મલ્ટિટાસ્કિંગ કરવામાં બહુ સારા, પણ એટલે જ બેટરી વધુ ઝડપી ખાલી કરે. તેના ઉપાય તરીકે, એન્ડ્રોઇડમાં એડ્વાન્સ ટાસ્ક કિલર નામની એપ્લિકેશન આવે છે, તે કામ વગર ચાલુ રહેતી એપ્લિકેશન પર નજર રાખે છે. એની મદદ હોય તો તમે જ ચીવટ રાખો અને ફોનું હોમ બટન લાંબો સમય દબાવી રાખી, રનિંગ એપ્લિકેશન્સના મેનુમાં જાઓ. બિનજરુરી એપના આઇકોન પ્રેસ કરી રાખશો એટલે તેે બંધ કરવાની નિશાની આવશે, તરત બંધ કરો!
વાઇબ્રેટરનો ઉપયોગ ટાળો
આ પણ બધા ફોનમાં કામ લાગે એવો ઉપાય છે. ફોનમાં રિંગટોન વાગે તેના કરતાં વાઇબ્રેટરથી ઇનકમિંગની ખબર પડે એવી સિસ્ટમ તમને ખૂબ ગમે ખરું? વાત સમજી શકાય એવી છે, ણ કમસીબે વાઇબ્રેશન રિંગટોન કરતાં વધુ બેટરી વાપરે છે. રિંગટોનમાં તમારા ફોનના સ્પીકરના નાના પડદોને ઝણઝણાવા પૂરતો જ પાવર જોઈએ છે, જ્યારે વાઇબ્રેશન મોટરે તેના જોર વાપરીને આખા ફોનને ધ્રૂજાવવો પડે છે.
બની શકે તો ફોનના બધાં નોટિફિકેશન્સ બંધ કરી દો અને ફોનનાે ડિસ્પ્લે થતાં નજર ખેંચાય એવી રીતે તમારી સામે રાખો. બેટરી તો બચશે જ, તમારી આસપાસ રહેલા લોકો પણ ત્રાસદાયી (જો તમારી પસંદ એવી હોય તો) રિંગટોનથી બચશે!
દરેક બિનજરુરી નોટિફિકેશન બંધ રાખો
હવે મોટા ભાગે એપ્લિકેશન સ્ટોરની દરેક એપ્લિકેશન અપડેટ્સ, ન્યૂઝ, મેસેજીસ અને બાકીની જાણકારીઓ શોધવા વારંવાર ઇન્ટરનેટ પર આંટો દઈ આવે છે. જેવું તેને કંઈ મળે કે એપ્લિકેશન ઘંટારવ કરે, તમારા રક્રીન પર લાઇટ ઝબકાવે અથવા મેસેજ તમારું ધ્યાન ખેંચે. આ બધામાં બેટરી વપરાય. તમારે મિસ્ડ કોલ કે નવા મેસેજ વિશે તરત જાણવું જરુરી છે, પણ તમે કોઈ ગેમ રમ્યા હો એનું નવું વર્ઝન આવી ગયું છે એ તાબડતોબ જાણવાની કોઈ જરુર નથી. આવાં બિનજરી નોટિફિકેશન બંધ કરવાથી તમારી બેટરી થોડી વધુ સમય સુધી ચાલુ રહેશે અને આખા દિવસ દરમિયાન તમે વધુ એકાગ્રતાથી કામ પણ કરી શકશો.
એન્ડ્રોઇડ માટે પાવર સેવર મોડ
નવા એન્ડ્રોઇડ ફોનમાં પાવર સેવર મોડ હોય છે. ફોનની બેટરી ૨૦ ટકા જેટલી જ રહે ત્યારે પાવર બચાવવા માટે ઉપરનાં લગભગ બધાં કામ આ પાવર સેવર મોડ આપોઆપ કરી લે. તમે તેે ૩૦ ટકા બેટરી રહે ત્યારે એક્ટિવેટ કરવાનું સેટિંગ કરી શકો.
શું છે આ સ્માર્ટફોન?
એમ કહો કે જાદુઈ ચિરાગ જેવા છે સ્માર્ટફોન. ટેરવાં ઘસો એટલે આખી દુનિયા હથેળીમાં લાવી દે.
શરુઆતમાં સાદા સામાન્ય સેલફોનની મદદથી માત્ર વાતચીત થતી. જ્યારે કોન્ટેક્ટ ડિટેઇલ્સ, ટુ-ડુ લિસ્ટ, કેલેન્ડર વગેરે સગવડો માટે પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ્સ તરીકે ઓળખાતાં સાધનો હતાં. સમય જતાં આ બંને સાધનોની ખૂબીઓ એક ફોનમાં સમાવી લેવામાં આવી, જે કહેવાયા સ્માર્ટફોન.
સ્માર્ટફોનમાં સામાન્ય રીતે એક ઓપરેટિંગ સિસ્ટમ હોય છે, જેમ કે એપલની આઇઓએસ, બ્લેકબેરીઓએસ, એન્ડ્રોઈડ વગેરે. સ્માર્ટફોન ઇન્ટરેટ એક્સેસ કરી શકે છે અને તેની મદદથી ઇ-મેઇલની આપલે થઈ શકે છે. તેમાં તમે મરજી મુજબ એપ્લિકેશન્સ ઉમેરી શકો છો, જેની મદદી ગેમ્સ રમી શકાય, હિસાબો જાળવી શકાય, ગીતો સાંભળી શકાય… એન્ડ્રોઈડ પર આવી સાડા ચાર લાખ એપ્સ છે.

