(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સલામત વેબ બ્રાઉઝિંગ કરો, આ રીતે…

ઇન્ટરનેટનો જેમને ખાસ અનુભવ નથી, એવા લોકોએ ગાંઠે બાંધી રાખવા જેવી કેટલીક વાતો

દરેક સર્વિસીસ માટે જુદા જુદા પાસવર્ડ વાપરો. જો તમે દરેક સાઇટ માટે જુદા જુદા પાસવર્ડનો ઉપયોગ કર્યો હશે અને જો તમારું સોશિયલ નેટવર્ક એકાઉન્ટ હેક થાય તો તમે એક જ એકાઉન્ટ ગુમાવશો, તમારા બાકીની સાઇટના પાસવર્ડ જુદા હોવાને લીધે તે બચી શકશે, તમારું સમગ્ર બેંક બેલેન્સ પણ. તમને ઓળખતા લોકો સહેલાઈથી અનુમાન કરી શકે એવા પાસવર્ડ રાખશો નહીં.

વધુ સલામત વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો. જેમ કે ફાયરફોક્સનો પ્રાઇવેટ બ્રાઉઝિંગ મોડ, એડબ્લોક એક્સ્ટેન્શન અને જાવા સ્ક્રિપ્ટ ટર્ન ઓફ સાથે ઉપયોગ કરો તો તમારું કમ્પ્યુટર મોટા ભાગના ખતરા સામે સલામત રહેશે.

તમારા કેશ, કૂકીઝ (તમારા ફ્લેશ કૂકીઝ સાથે) અને બીજા દરેક બ્રાઉઝર ડેટા નિયમિત સાફ કરતા રહો. એ માટે ક્રોમમાં ઓપ્શન, ફરી ‘ઓપ્શન’ અને તેમાં ‘અન્ડર ધ હૂડ’માં જઈને ‘ક્લિયર બ્રાઉઝિંગ ડેટા’ પર ક્લિક કરો. આવું થોડા થોડા સમયે કરો. ફાયરફોક્સમાં ઓપ્શનમાં ‘હિસ્ટ્રી’માં જઈને ‘ક્લિયર રિસન્ટ હિસ્ટ્રી’ પર ક્લિક કરો. ઇન્ટરનેટ એક્સપ્લોરર બહુ સલામત બ્રાઉઝર ગણાતાં નથી, તેનો ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી ટાળો.

કોઈ પણ લિંક પર ક્લિક કરતાં પહેલાં અચૂક વિચારો. તમે લિંક ક્લિક કરીને જે તે પેજ પર જાવ એટલે સાઇટને ખબર પડી જાય છે કે તમે ક્યાંથી આવ્યા છો. કોઈ પણ લિંક પર ક્લિક કરતાં હેલાં તેના પર ફક્ત માઉસ લઈ જાવ અને બ્રાઉઝરમાં છેક નીચેના સ્ટેટસબારમાં એ લિંક પર ક્લિક કરવાથી કયું પેજ ખૂલશે એ આખું વેબ એડ્રેસ લખ્યું હોય છે તે તપાસો. ઘણી વાર ક્લિક પર કંઈક લખ્યું હોય અને તમે છેતરાઈને કંઈક જુદી જ સાઇટ પર પહોંચી જાવ એવું બની શકે છે.

તમારા પોતાના બ્રાઉઝરમાં સ્પાયવેરને ઇનસ્ટોલ ન કરો. ગૂગલ ટૂલબાર કે યાહૂ ટૂલબાર પણ એક અર્થમાં સ્પાયવેર છે. તમે ઘણી વાર ફ્રી સોફ્ટવેર કે શેરવેર પણ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો ત્યારે ઘણી વાર ઇન્સ્ટોલેશનની પ્રક્રિયા દરમિયાન તમને પૂછવામાં આવે છે કે આ સોફ્ટવેર સાથે ગૂગલ કે યાહૂ ટૂલબાર ઇન્સ્ટોલ કરવું છે? સોફ્ટવેર બનાવતી કંપનીઓને આનાં નાણાં મળતાં હોય છે. તમને પૂરો ભરોસો હોય એ જ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરો અને તેની સાથે મફતમાં આવતું કશું સ્વીકારો નહીં.

તમને ‘લોટરી લાગી છે’, ‘તમે એક હજારમા મુલાકાતી છો એટલે તમને ઇનામ મળ્યું છે’, ‘ફ્રી સ્ક્રીનસેવર કે ફ્રી ઇમોટાઇક્ધસ’ વગેરે દ્વારા ક્લિક કરવા માટે લલચાવતી પોપઅપ વિન્ડોથી ભરમાશો નહીં!

યાદ રાખો, જેમને તમે વાસ્તવિક જીવનમાં પણ ઓળખતા હો એવા લોકો સિવાય કોઈનો ઇન્ટરનેટ પર ભરોસો કરશો નહીં. ક્યારેય તમારી વધુ પડતી વિગતો કોઈને આપશો નહીં. અહીં તો તમને પૂછ્યા વિના તમારી વિગતો ચોરી લેનારા લોકોની પણ ભરમાર છે. એમનાથી સાવચેત રહો.

મોટા ભાગે, કંઈક અજુગતું કે ગરબડબાળું હોય એવી સાઇટ તમે પહેલી નજરે જ પારખી શકશો. આવી સાઇટમાંથી તરત બહાર નીકળી જાવ!
ચોક્કસપણે સારા એન્ટિવાઇરસ પ્રોગ્રામનો ઉપયોગ કરો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!