(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

અમેરિકનો ફેસબુક પર રાજકીય જાહેરાતો સામે અકળાયા

અમેરિકનો ફેસબુક પર રાજકીય જાહેરાતો સામે અકળાયા

અમેરિકનો સર્વેક્ષણો કરવામાં પાવરધા છે અને હમણાં ત્યાં પ્રમુખપદની ચૂંટણી નજીક આવી રહી હોવાથી સર્વેક્ષણોના માર્કેટમાં તેજી આવવાની એ વાત નક્કી છે.

અમેરિકામાં ચૂંટણી સમયે સોશિયલ મીડિયાનો જબરજસ્ત ઉપયોગ થાય છે એ તો જાણીતી વાત છે, પણ હવે અમેરિકનો જ તેનાથી કંટાળવા લાગ્યા છે.

ત્યારે ત્યાં એવું બની રહ્યું છે કે જે ફેસબુકના અમેરિકન યુઝર્સે પોતાના પ્રોફાઇલને પ્રાઇવેટ રાખ્યો હોય, તેમાંની વિગતો અનુસાર, ફેસબુક રાજકીય પક્ષો અને ઉમેદવારોની ટાર્ગેટેડ એડ્સનો યુઝર્સ પર મારો ચલાવે છે.

આ વિશે હમણાં થયેલા આવા એક સર્વેક્ષણમાં કેટલાંક ખરેખર રસપ્રદ તારણો બહાર આવ્યાં છે. જે મુજબ, ૮૫ ટકા લોકોએ કહ્યું કે તેમના પ્રાઇવેટ પ્રોફાઇલની વિગતો અનુસાર ફેસબુક તરફથી તેમના પર રાજકીય જાહેરાતો મોકલવામાં આવતી હોય તો તેની સામે તેમને સખ્ખત વાંધો છે. અમેરિકનો એટલા અકળાયા છે કે ૭૦ ટકાએ કહ્યું કે તેમની જાણ બહાર આ રીતે તેમને ટાર્ગેટ બનાવીને એડ કરવામાં આવતી હોય તો ભલે તેઓ એ ઉમેદવારને ટેકો આપતા હોય, તેઓ તેની વિરુદ્ધ મત આપતાં અચકાશે નહીં!

ચૂંટણીનો લેવાય તેટલો લાભ લેવા માટે ફેસબુકે હવે આપણા પિનકોડ જેવા જે તે ઝિપકોડના વિસ્તાર પૂરતી જ જાહેરાત દેખાય એવી વ્યવસ્થા પણ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!