(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

હોટમેઇલનો વધુ એક નવો અવતાર

જીમેઇલના સતત મજબૂત થતા ગઢમાં ગાબડાં પાડવા દેખીતા ઇરાદા સાથે, માઇક્રોસોફ્ટ કંપનીએ સૌથી જૂની વેબમેઇલ સર્વિસમાંની એક હોટમેઇલને હવે આઉટલૂક.કોમ નામે નવા સ્વરુપે રજૂ કરી છે. આ વખતે યુદ્ધ જામવાની શક્યતા છે!

ઇન્ટરનેટના શરુઆતના સમયથી જો તમે તેનો લાભ લેવાનું શરૂ કર્યું હશે તો ઘણું ખરું તો તમે તમારું પહેલું ઈ-મેઇલ એકાઉન્ટ હોટમેઇલમાં ખોલાવ્યું હશે! નેટ પરની સાવ શરુઆતની ગણતરીની વેબબેઝ્ડ મેઇલ સર્વિસીઝમાં એક હોટમેઇલ પણ હતી, જેની સ્થાપના સબીર ભાટિયા નામના એક ભારતીય અને જેક સ્મિથ નામના તેમના સાથીદારે જુલાઈ ૧૯૯૬માં કરી હતી. બીજા જ વર્ષે માઇક્રોસોફ્ટ કંપનીએ જંગી કિંમત ચૂકવીને હોટમેઇલ સર્વિસ ખરીદી લીધી અને તેને નામ આપ્યું, એમએસએન હોટમેઇલ. આગળ જતાં આ સર્વિસ વિન્ડોઝ લાઇવ હોટમેઇલ બની અને હવે, હમણાં હમણાં તેને લગભગ સંપૂર્ણ નવું સ્વરૂપ અને સાથે નવું નામ મળ્યું છે – આઉટલૂક.કોમ.

વેબબેઝ્ડ ઈ-મેઇલ સર્વિસમાં અત્યારે જીમેઇલ, યાહૂ, હોટમેઇલ અને એઓએલ સૌથી વધુ પ્રચલિત છે અને આ રેસમાં જીમેઇલ વધુ ને વધુ આગળ જઈ રહી છે, જ્યારે હોટમેઇલ વધુ ને વધુ પાછળ પડવા લાગી હતી. હવે માઇક્રોસોફ્ટે તેમાં ધરમૂળથી ફેરફાર કરીને, સ્પષ્ટ રીતે જીમેઇલને જ નિશાન બનાવીને તેની દરેક ખામી પર કામ કરીને હોટમેઇલને નવા સ્વરુપે આઉટલૂક નામે રજૂ કરી છે. હોટમેઇલના યુઝર્સ હાલ પૂરતું તો જૂના ઇન્ટફેસનો પણ ઉપયોગ કરી શકશે.

પહેલી સરખામણીમાં આઉટલૂક ચોક્કસ આકર્ષક લાગે છે, તમે ઇચ્છો તો થોડી આવડત કામે લગાડીને, તમારા જીમેઇલને આઉટલૂક સાથે કનેક્ટ કરીને આઉટલૂક ટ્રાય કરી શકો છો.

જોકે ઈ-મેઇલ સર્વિસનું સ્થાન આપણા જીવનમાં અખબાર જેવું કે તેથી પણ વિશેષ મહત્ત્વનું બની ગયું છે. જેમ છાપું વાંચ્યા વિના સવાર ન પડે એમ ઈ-મેઇલ જોયા વિના આખો દિવસ વીતે નહીં. અખબારની આદત એવી જોરદાર હોય છે કે આપણે સહેલાઈથી એકના બદલે બીજું અખબાર પસંદ કરતા નથી. આઉટલૂકની બાબતમાં એવું જ થવાની શક્યતા પૂરેપૂરી છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!