(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યુટરની તબિયત કેમ સાચવશો?

ઘરમાં કમ્પ્યુટર હોય એ તેની ઠીક ઠીક સારસંભાળ રાખી શકે એવું કોઈ હોય તો તો વાંધો નહીં, પણ ઘણા પરિવારોમાં સંતાનો પરદેશ હોય અને વતનમાં માતા-પિતા એકલાં હોય ત્યારે તેમા માટે કમ્પ્યુટરના મેઇન્ટેન્સની કેટલીક પાયાની વાતો જાણી લેવી જરુરી છે.

ખાસ તો એટલા માટે કે તમે જેની પાસેથી કમ્પ્યુટર લીધું હોય એ રુપિયા આપવા તૈયાર હોવા છતાં પણ નાની નાની વાત માટે તમારી મદદે આવશે નહીં. તો જાતે જ કમ્પ્યુટરને સ્વસ્થ-તંદુરસ્ત રાખતાં શીખી લેવામાં શો વાંધો? અહીં આવી કેટલીક બિલકુલ પાયાની વાતો આપી છે :

આગળ શું વાંચશો?

  • હંમેશાં તમારું કમ્પ્યુટર યોગ્ય રીતે બંધ કરવાનું રાખો
  • કમ્પ્યુટર સાથે જોડેલાં સાધનોને પાવર ચાલુ હોય ત્યારે દૂર કરશો નહીં.
  • કમ્પ્યુટરને નિયમિત સ્કેન કરો
  • એન્ટિવાઈરસ પ્રોગ્રામ નિયમિત રીતે અપડેટ કરો
  • કમ્પ્યુટરમાં પાયાની એન્ટિવાઈરસ પ્રોગ્રામ તો જરૃર વાપરો.
  • યુએસબી પેનડ્રાઈવ વાપરજો સાચવી સંભાળીને

હંમેશાં તમારું કમ્પ્યુટર યોગ્ય રીતે બંધ કરવાનું યાદ રાખો

કમ્પ્યુટર ચાલુ કરવા માટે તો તમારે સૌથી પહેલાં મેઇન સ્વિચ ઓન કરી, કમ્પ્યુટરનું સ્ટાર્ટ બટન પ્રેસ કરીને, ડેસ્કટોપ આવે તે પછી આગળ વધવાથી યોગ્ય રીતે આવ્યા વિના છૂટકો નથી, પણ કમ્પ્યુટર બંધ કરવા માટે તમારી પાસે સીધી મેઇન સ્વિચ બંધ કરવાનો ટૂંકો રસ્તો હોય છે. આ રસ્તો ક્યારેય અપનાવશો નહીં.

કમ્પ્યુટર બંધ કરવા માટે સૌથી પહેલાં દરેક ઓપન પ્રોગ્રામ બંધ કરો અને પછી સ્ટાર્ટ બટન પ્રેસ કર્યા પછી મળતો શટડાઉનનો વિકલ્પ પસંદ કરો.

જો સીધી મેઇન સ્વિચ બંધ કરવામાં આવે તો તમારા ઓ પ્રોગ્રામનો ડેટા તમે ગુમાવી શકો છો અને હાર્ડ ડ્રાઇવના હેડ્સને નુક્સાન પહોંચી શકે છે.

હા, જો તમારું કમ્પ્યુટર ‘હેંગ’ થઈ ગયું હોય એટલે કે અને કોઈ રીતે રિસ્પોન્સ આપતું ન હોય અને સીપીયુની લીલી લાઇટ ઝબૂકવાને બદલે સ્થિર થઈ ગઈ હોય તો તમે પાવર સીધો બંધ કરી શકો છો. આ સ્થિતિમાં એક રસ્તો Ctrl+Alt+Delete કી એક સો દબાવીને ટાસ્ક મેેનેજરમાં જઈને અટકી પડેલા પ્રોગ્રામને બંધ કરવાનો પણ છે. તમે આ ત્રણેય કી બીજી વાર એક સાથે પ્રેસ કરશો તો કમ્પ્યુટર રિસ્ટાર્ટ થશે.

કમ્પ્યુટર સાથે જોડેલાં સાધનો પાવર ચાલુ હોય ત્યારે દૂર કરશો નહીં

પાવર ચાલુ હોય ત્યારે કમ્પ્યુટર સાથે જોડેલાં પ્રિન્ટર જેવાં સાધનો કનેકશન છૂટાં કરવામાં આવે તો અને સાધન અને કમ્પ્યુટર બંનેને નુકસાન થવાનો  ભય છે.

કમ્પ્યુટરને નિયમિત રીતે સ્કેન કરો

કમ્પ્યુટરની સુખાકારી માટે તેનું નિયમિત ચેકઅપ થતું રહે તે જ‚રી છે. એ કામ પણ એન્ટિવાઇરસ પ્રોગ્રામ જ કરશે. ફરી તેના આઇકન પર માઉસના જમણા બટનથી ક્લિક કરો અને રન સ્કેન જેવો વિકલ્પ પસંદ કરો અથવા આઇકન પર ડબલ ક્લિક કરીને એન્ટિવાઇરસ પ્રોગ્રામનું મેઇન પેજ ઓપન કરો અને તેમાં ફૂલ કમ્પ્યુટર સ્કેનનો વિકલ્પ પસંદ કરી સ્કેન ચાલુ કરો. પૂરેપૂરું સ્કેનિંગ થાય ત્યાં સુધી ધીરજ રાખશો. કમ્પ્યુટરમાં ઘણો બધો ડેટા હોય તો આ કામ ઘણું લાંબું ચાલી શકે છે.

એન્ટિવાઇરસ પ્રોગ્રામ નિયમિત સમયાંતરે આપોઆપ આખું કમ્પ્યુટર સ્કેન કરી લે એવું શેડ્યુલિંગ પણ તમે ગોઠવી શકો છો. આ માટેનાં સેટિંગ્સ એન્ટિવાઇરસ પ્રોગ્રામમાં જ મળશે. જોકે તમે જે સમય અને વાર પસંદ કરો ત્યારે કમ્પ્યુટર ચાલુ હોવું જરૂરી છે!

અચ્છા, મૂળ વાત – સ્કેનિંગમાં કમ્પ્યુટરમાં વાઇરસ છે એવું નિદાન નીકળે તો? તો મોટા ભાગે તો એન્ટિવાઇરસ પ્રોગ્રામ તેને આપોઆપ ડિલીટ કરશે અથવા શું કરવું એ તમને કહેશે.

એન્ટિવાઇરસ પ્રોગ્રામ નિયમિત રીતે અપડેટ કરો

એટલું ખાસ યાદ રાખશો કે એન્ટિવાઇરસ પ્રોગ્રામ પોસ્ટ ખાતાા નેશનલ સેવિંગ સર્ટિફિકેટ જેવા નથી કે એક વાર રોકાણ કરીને પાકતી મુદત સુધી ભૂલી જઈએ તો ચાલે. દુનિયામાં સતત નવા નવા વાઇરસ શોધાતા રહે છે અને તમે નાખેલો એન્ટિવાઇરસ પ્રોગ્રામની કંપની તેેનો સામનો કરવાા નવા ઉપાયો શોધે છે અને પ્રોગ્રામને અપડેટ કરતી રહે છે.


આ અપડેટ તમારા કમ્પ્યુટરમાંના પ્રોગ્રામમાં પણ આવી જાય એ જરુ‚રી છે એટલે નિયમિત રીતે, નેટ કનેકશન ચાલુ કરીને પ્રોગ્રામ અપડેટ કરી લો. મોનિટરના નીચલા જમણા ખૂણે ઘડિયાળની બાજુમાં તમે નાખેલા એન્ટિવાઇરસ પ્રોગ્રામના આઇકન પર જઈને માઉસનું જમણું બટન પ્રેસ કરશો એટલે રન અપડેટ જેવો કોઈ કમાન્ડ જોવા મળશે. તેને ક્લિક કરશો એટલે બાકીનું કામ એન્ટિવાઇરસ પ્રોગ્રામ જાતે કરી લેશે.

આ નાની નાની કાળજી તમને મોટી મોટી ઉપાધિથી બચાવશે એ નક્કી!

કમ્પ્યુટરમાં પાયાનો એન્ટિવાઇરસ પ્રોગ્રામ તો જરુર વાપરો

તમે ઇન્ટરનેટ ઉપયોગ કરતા હો કે કરતા હો, તમારા કમ્પ્યુટરને વાયરસથી બચાવવા માટે તેમાં એન્ટિવાઇરસ પ્રોગ્રામ હોવો જરૂરી છે. તમે ઇન્ટરનેટ ઉપયોગ કરતા હો એ એમાંય નેટબેંકિંગ કરતા હો તો તો અચૂક બજારમાં મળતો કોઈ સારો એન્ટિવાઇરસ પ્રોગ્રામ ખરીદો અને તેનો ઉપયોગ કરો. સામાન્ય રીતે એન્ટિવાઇરસ વાર્ષિકફીના ધોરણે ચાલતા હોય છે. તમે એક વાર ખરીદો પછી દર વર્ષે તેની રિન્યૂઅલ ફી ચૂકવવી પડે, જે પહેલી વારના ખર્ચ કરતાં ઓછી હોય છે.

તમે ઇન્ટરનેટનો સામાન્ય વપરાશ કરતા હો અને પ્રોગ્રામ ડાઉનલોડ કરીને ઇન્સ્ટોલ કરવાનો થોડો મહાવરો હોય તો નેટ પરથી અવાસ્ટ કે એવીજી નામના એન્ટિવાઇરસ પ્રોગ્રામાં હોમ યુઝ માટેના ફ્રી વર્ઝન એક વાર ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરી શકો છો. આ દરેક સાઇટ પર તેા ઉપયોગની સરળ વિધિ સમજાવેલી હોય છે.

યુએસબી પેનડ્રાઇવ વાપરજો સાચવી સંભાળીને

તમારા કોઈ મિત્ર તમે ગમતાં ગીતો તમે આપવા માટે પોતાની પેન ડ્રાઈવમાં  લઈ આવ્યા? સરસ, એમની ભાવના સારી હશે, પણ ગમતાં ગીતોની સાથે પેનડ્રાઇવમાં વણનોતર્યા મહેમાનની જેમ વાઇરસ પણ આવી જવાની સંભાવના છે. તમે કમ્પ્યુટરમાં એન્ટિવાઇરસ પ્રોગ્રામ રાખેલ હશે તો ચિંતાની કોઈ વાત નથી. પેન ડ્રાઇવ યુએસબી સોકેટમાં યોગ્ય રીતે નાખો (ભૂલથી ઊંધી નાખશો તો એ અંદર જશે નહીં, જોર અજમાવશો નહીં!) અને કાં તો આપોઆપ જે વિન્ડો ખૂલે તેમાં પેન ડ્રાઇવ સ્કેન કરવાનો વિકલ્પ પસંદ કરો અથવા પછી માય કમ્પ્યુટરમાં જઈને પેન ડ્રાઇવ પસંદ કરી તેને સ્કેન કરી લો. પેન ડ્રાઇવ બહાર કાઠવા માટે મોનિટર પર ઘડિયાળની બાજુમાં એક નવો આઇકન દેખાતો હશે, તેના પર માઉસના ડાબા બટનથી ક્લિક કરી, સેફલી રીમૂવ ડ્રાઇવ એ ઓપ્શન પર ક્લિક કરો. ત્યાં સંદેશો આવશે કે હવે તમે સલામત રીતે પેનડ્રાઇવ કાઢી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!