આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને લોકોને પરસ્પર વધુ નજીક લાવતા આ જબરા બિઝેસનો ઇતિહાસ તપાસીએ.
૧૯૭૮
- વોર્ડ ક્રિસ્ટેન્સન અને રેન્ડી સ્યુએસ નામના બે કમ્પ્યુટરા અખતરાબાજોએ મિત્રો સાથે નવાજૂનીનો આપલે કરવા માટે કમ્પ્યુટરાઇઝ્ડ બુલેટિન બોર્ડ સિસ્ટમ (બીબીએસ) વિકસાવી.
૧૯૯૩
- ઇલિનોઇસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ મોઝેઇક નામનું બ્રાઉઝર વિકસાવ્યું, જેને કારણે લોકોને વર્લ્ડ વાઇડ વેબની ભેટ મળી એ આજે આપણે જેે વેબપેજીસ તરીકે ઓળખીએ છીએ તેનો જન્મ થયો.
- આજે જેમ વર્ડપ્રેસ કે બ્લોગરી મદદની સહેલાઈથી બ્લોગ બનાવી શકાય છે, એમ લોકો જાતે પોતાની વેબસાઇટ બનાવી શકે એવી સગવડ આપતી જીઓસિટીઝ નામની સર્વિસ પણ આ વર્ષમાં શરુ થઈ.
૧૯૯૪
- ઇન્ટરનેટ ઇન્ફર્મેશન સુપર હાઈવે તરીકે ઓળખાવાી શરુઆત થઈ.
- ન્યૂઝવીક સામયિકા એકના એક લેખ ‘ઇન્ટરનેટ? ઠીક છે હવે!’ એવા કંઈક મતલબા શીર્ષક સો એક લેખ પ્રકાશિત કર્યો જેમાં દશર્વ્યિું હતું કે ઇન્ટરનેટ ખાસ કંઈ અસર કરી શકશે નહીં એ તે પારંપરિક મીડિયાનું સ્થાન ક્યારેય લઈ શકશે નહીં.
૧૯૯૫
આ વર્ષમાં વેબસાઇટની સંખ્યા ૧૦ લાખે પહોંચી.
૧૯૯૭
- જીઓસિટીઝા સભ્યોની સંખ્યા ૧૦ લાખો આંકડો પાર કરી ગઈ.
- એઓએલા ઇનસ્ટન્ટ મેસેન્જર દ્વારા ચેટ કરવાી સગવડ શરુ થઈ.
- બ્લોગિંગની શરુઆત પણ આ જ વર્ષમાં થઈ.
- ગૂગલ લોન્ચ થયું.
૧૯૯૮
- જીઓસીટીઝ પબ્લિક કંપની બની.
- ફ્રેન્ડ્ઝ રિયુનાઇટેડ નામે, સ્કૂલમાં સાથે ભણનારા મિત્રોને શોધવા માટેનું પ્રથમ સોશિયલ નેટવર્ક બ્રિટનમાં શોધાયું, જેણે ખાસી લોકપ્રિયતા મેળવી.
- યાહૂએ જીઓસીટીઝ કંપની ૩.૫૭ અબજ ડોલરમાં ખરીદી લીધી.
- બ્લોગિંગી સુવિધા આતી બ્લોગર સર્વિસ શરુ થઈ. આગળ જતાં આ સર્વિસ ગૂગલ તેે ખરીદી લે એટલું ગજું કાઢવાી હતી!
- આ જ સમયગાળામાં ઇન્ટરેટ પર પાર વગરની ડોટ કોમ કંપનીઓ ફૂટી નીકળી અને ફટાફટ બંધ પણ થઈ. ડોટકોમો પરપોટો ફૂટ્યો અને ઇન્ટરનેટનું ભવિષ્ય ધૂંધળું હોય એવું સૌને લાગ્યું.
૨૦૦૦
- ઇન્ટરેટ સો જોડાયેલાં કમ્પ્યુટર્સી સંખ્યા સાત કરોડે હોંચી.
- ફ્રેન્ડસ્ટર નામની સોશિયલ નેટવર્કિંગ સાઇટ શરુ થઈ. માત્ર ત્રણ મહિનામાં તેના યુઝર્સની સંખ્યા ૩૦ લાખે પહોંચી ગઈ. ૨૦૦૮માં તેા યુઝર્સની સંખ્યા ટોચ પર પહોંચવાની હતી.
૨૦૦૨
- એઓએલના સભ્યોની સંખ્યા સાડા ત્રણ કરોડે પહોંચી.
- અમેરિકામાં જબરજસ્ત લોકપ્રિય ારી માયસ્પેસ સર્વિસ શરુ થઈ.
૨૦૦૩
- ગૂગલે બ્લોગર સર્વિસ ખરીદી લીધી.
- લિન્ડે લેબ નામની કંપનીએ સેકન્ડ લાઇફ નામે લોકો વાસ્તવિક જગતની જેમ જ વર્ચ્યુઅલ વર્લ્ડમાં જીવી શકે એવી ઓખી સર્વિસ શરુ કરી. આ સર્વિસ પૃથ્વી પરના લોકોની રહેણીકરણી ધરમૂળથી બદલી નાખશે એવી હવા ઊભી થઈ.
- લિન્ક્ડ ઇ સોશિયલ નેટવર્કિંગ સાઇટ શરુ થઈ. મોટા ભાગે બિઝેસમેન અને પ્રોફેશનલ્સમાં આ સર્વિસ લોકપ્રિય થઈ.
- હાવર્ડ યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા એક છોકરાએ વિદ્યાર્થીઓ માટે ધ ફેસબુક નામે સર્વિસ લોન્ચ કરી. તે ફ્રેન્ડસ્ટરના કોલેજ વર્ઝન તરીકે ઓળખાયું. એક અજ્ઞાત રોકાણકારે એ છોકરા – માર્ક ઝકરબર્ગને ફેસબુક ખરીદવા માટે એક કરોડ ડોલરની ઓફર આપી, જે ઝકરબર્ગે નકારી કાઢી.
૨૦૦૪
- વધુમાં વધુ પેજવ્યૂની દૃષ્ટિએ, માયસ્પેસ સર્વિસે ફ્રેન્ડસ્ટર સર્વિસે પાછળ રાખી દીધી.
- ડિગ નામની એક સોશિયલ ન્યૂઝ સાઇટ લોન્ચ થઈ, જેમાં લોકો વેબમાંથી કોઈ પણ જગ્યાએથી કન્ટેન્ટ શેર કરી શકે.
- લાંબું નામ બ્લોગ અર્લી, બ્લોગ ઓફન એ ટૂંકમાં બેબો નામે ઓળખાતી વધુ એક સોશિયલ નેટવર્કિંગ સાઇટ શરુ થઈ.
૨૦૦૫
- ન્યૂઝ કોર્પોરેશને માયસ્પેસ સર્વિસ ૫૮ કરોડ ડોલરમાં ખરીદી લીધી.
- વાયાકોમ નામની કંપનીએ ફેસબુક ખરીદવા માટે ૭.૫ કરોડ યુએસ ડોલરની ઓફર આપી, જે ફેસબુકે નકારી. ફેસબુકે હાઈસ્કૂલા સ્ટુડન્ટે પણ આવરી લીધા.
- ફ્રેન્ડ્ઝ યુનાઇટેડ નામની, હવે ૧.૫ કરોડ સભ્યો ધરાવતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ બ્રિટિશ ટેલિવિઝન કંપની આઇટીવીને વેચાઈ.
- વીડિયો સ્ટોર કરવા એ લોકો સાથે શેર કરવા માટે યુટ્યૂબ નામમી સર્વિસ શરુ થઈ.
- માયસ્પેસ યુએસમાં સૌથી જાણીતી સોશિયલ નેટવર્કિંગ સાઇટ બની.

૨૦૦૬
- વાયાકોમ કંપનીએ ફેસબુક ખરીદવા ફરી પ્રયાસ કર્યો એ આ વખતે ૧.૫ અબજ ડોલરની ઓફર આપી, પણ ડીલ ફાઇનલ થઈ નહીં. યાહૂએ ૧ અબજ ડોલરમાં ફેસબુક ખરીદવાો નિષ્ફળ પ્રયાસ કર્યો. ફેસબુકે ૧૩ વર્ષથી મોટા સૌ કોઈને સભ્ય બનાવવાની શરુઆત કરી. ફેસબુકે એવું પ્લેટફોર્મ વિકસાવ્યું, જેી મદદી બીજી કંપનીઓ એપ્લિકેશન બનાવીને ફેસબુક પર રજૂ કરી શકે (આ હેલ ફેસબુકે ભવિષ્યમાં ધરખમ કમાણી કરાવવાની હતી!)
- આ દરમિયાન, સર્ચના ક્ષેત્રમાં ગૂગલનો દબદબો વધતો ચાલ્યો હતો. ગૂગલ પર રોજની ૪૦ કરોડ સર્ચ થવા લાગી.
- ટ્વીટરનો જન્મ થયો.
૨૦૦૭
- દર મહિને યુનિક વિઝિટર્સની સંખ્યાની રીતે, ફેસબુકે માયસ્પેસ સર્વિસને પાછળ રાખી દીધી.
- બેકન નામની એક એડ્વટર્ઇિઝમેન્ટ સિસ્ટમ શરુ થઈ, જે લોકો શું ખરીદી કરે છે તે જાહેર કરી દેતી હતી. આનો જબરજસ્ત વિરોધ થયો અને અંતે ૨૦૦૯માં આ સર્વિસ બંધ થઈ ગઈ.
- ગૂગલે ફેસબુક ખરીદવા ૧૫ અબજ ડોલરની ઓફર આપી, પણ માને તો માર્ક શાનો?
- એપલ આઇફોન રિલીઝ કરે છે.
૨૦૦૮
- ફેસબુક વિશ્વસ્તરે સૌથી વધુ લોકપ્રિય બની અને તેના યુઝર્સની સંખ્યા ૨૦ કરોડ કરતાં વધુ થઈ ગઈ. ફેસબુક પરનો ટ્રાફિક માયસ્પેસ કરતાં ડબલ થઈ ગયો.
- એઓએલ કંપનીએ બેબો સર્વિસ ખરીદી લીધી.
- અત્યાર સુધી બધા ફેસબુકને ખરીદવાનો પ્રયાસ કરતા હતા. આ વર્ષે, ફેસબુકે ટ્વીટરને ૫૦ કરોડ ડોલરમાં ખરીદવાનો પ્રયત્ન કર્યો, જે નિષ્ફળ રહ્યો.
- ટમ્બલર નામની વધુ એક પ્રકારની બ્લોગિંગ સર્વિસ શરુ થઈ.
૨૦૦૯
- એક પ્લેન હડસન નદીમાં ખાબક્યું એ સમાચાર સૌથી પહેલાં બ્રેકિંગ ન્યૂઝ તરીકે ટ્વીટર પર ચમક્યા. ત્યારે સોશિયલ નેટવર્કિંગની તાકાતનો સૌને પરચો મળ્યો.
- સોશિયલ નેટવર્કિંગના વધતા પ્રતાપે, ઓક્સફર્ડ અમેરિકન ડિક્શનરીના મતે, અનફ્રેન્ડ શબ્દ વર્ડ ઓફ ધ ઇયર બન્યો.
- માઇક્રોસોફ્ટ કંપનીએ યાહૂ અને ગૂગલ સાથે હરિફાઈ કરવા બિંગ સર્ચ એન્જિન શરુ કર્યું.
- આઇટીવીએ લગભગ અસફળ રહેલી સાઇટ ફ્રેન્ડ્ઝ રિયુનાઇટેડ બ્રાઇટસોલિડ લિમિટેડને વેચી નાખી.
- ફેસબુકના યુઝર્સની સંખ્યા એક વર્ષમાં બમણી થઈને ૪૦ કરોડથી આગળ ગઈ. ફેસબુકે ગૂગલના અઠવાડિક ટ્રાફિકને પણ પાછળ રાખી દીધો.
- માયસ્પેસની લોકપ્રિયતા સતત ઘટતી ગઈ અને તેના યુઝર્સની સંખ્યા ઘટીને ૫.૭ કરોડ થઈ.
૨૦૧૦
- ફેસબુક અને ટ્વીટર સાથે હરીફાઈ કરવા ગૂગલે તેની જીમેલ સર્વિસમાં જ સામેલ હોય તેવી ગૂગલ બઝ નામની સોશિયલ નેટવર્કિંગ સર્વિસ શરુ કરી. જીમેઇલનો સાથ શરુઆતમાં બઝને ફળ્યો અને લાખો યુઝર્સે પહેલા જ અઠવાડિયામાં ૯૦ લાખ પોસ્ટ લખી નાખી.
- બેબો વધુ એક વાર વેચાઈ, એઓએલ કંપનીએ તેને ક્રાઇટેરિયન કેપિટલ પાર્ટનરને વેચી નાખી.
- એપલ કંપનીએ આઇપેડ રિલીઝ કર્યાં.
- ઇન્ટરનેટની કુલ વસતી ૧.૯૭ અબજે પહોંચી હોવાનો અંદાજ મુકાયો, જે વિશ્ર્વની કુલ વસતીના ૩૦ ટકા હતી.
- સમાચારો જાણવા માટે અત્યાર સુધી અમેરિકનો અત્યાર સુધી અખબારો પર આધાર રાખતા હતા, પણ આ વર્ષે ઇન્ટરનેટે આ બાબતમાં અખબારોને પાછળ રાખી દીધાં. લોકો સમાચાર જાણવા માટે સોશિયલ નેટવર્ક અને પર્સનલાઇઝ્ડ ફીડ્ઝનો ઉપયોગ કરવા લાગ્યા હોવાથી અખબાર અને ટીવી ઉપરાંત ઇન્ટરનેટ પણ સમાચાર મેળવવાના એક સશક્ત માધ્યમ તરીકે ઊપસી આવ્યું.
૨૦૧૧
- ટમ્બલર સર્વિસની લોકપ્રિયતા વધી, તેને દર મહિને એક અબજ પેજ વ્યૂ અને દરરોજ ૨૦ લાખ પોસ્ટ મળતી થઈ. કંપની માટે હવે આવકની શરુઆત થઈ.
- ઇન્ટરનેટ પરનું વિવિધ કન્ટેન્ટ એક સ્થળે એકઠું કરી શકાય એવી સગવડ આપતી પિન્ટરેસ્ટ નામે નવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ શરુ થઈ.
- ફેસબુક પર યુઝર્સની સંખ્યા ૫૫ કરોડ થઈ ગઈ. ટ્વીટર પર રોજની ૧૭.૫ કરોડ ટ્વીટ મુકાવા લાગી. યુટ્યૂબ પર રોજના બે અબજ વીડિયો જોવાવા લાગ્યા. લિન્ક્ડઇન સર્વિસના વ કરોડ પ્રોફેશન્લ્સ સભ્ય બન્યા અને કંપની જાહેર કંપની બની.
- એપલ કંપનીએ પિંગ નામનું સંગીત આધારિત સોશિયલ નેટવર્ક રજૂ કર્યું.
- ન્યૂઝ કોર્પોરેશને માયસ્પેસ સર્વિસ સ્પેસિફિક મીડિયા નામની ડિજિટલ મીડિયા કંપનીને ૩.૫ કરોડ ડોલરમાં વેચી નાખી.
- લોકપ્રિયતામાં ક્યાંય આગળ નીકળી ગયેલી ફેસબુક અને ટ્વીટરને પહોંચી વળવા માટે માયસ્પેસ અને બેબો સર્વિસ રીડિઝાઇન કરવામાં આવી.
- ફેસબુકની વાર્ષિક આવક ૩.૭ અબજ ડોલરના આંકડે પહોંચી.
૨૦૧૨
- લિન્ક્ડઇન યુએસમાં બીજા નંબરની સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા સાઇટ બની, જેના માસિક યુનિક વિઝિટર્સની સંખ્યા ૩.૩૯ કરોડે પહોંચી.
- ગૂગલ પ્લસ સર્વિસ લોન્ચ થઈ.
- રીટેઇલર્સ કંપનીઓને ખરીદીમાં રસ ધરાવતા લોકોનો ટ્રાફિક મોકલવાની બાબતમાં
- નવીસવી ન્ટિરેસ્ટ સર્વિસ લિન્ક્ડઇન, યુટ્યૂબ અને ગૂગલ પ્લસ કરતાં પણ આગળ નીકળી ગઈ. આ સર્વિસ બીજી બધી સર્વિસ કરતાં સૌથી વધુ ઝડપે મહિને એક કરોડ યુનિક વિઝિટર્સ સુધી પહોંચી ગઈ. આ કંપનીને એક ઇન્વેસ્ટર પાસેથી ૨.૭ કરોડ ડોલરનું ફન્ડિંગ મળ્યું.
- પિન્ટરેસ્ટની હરીફ સ્નિપ ડોટ ઇટ લોન્ચ થઈ.
- ફેસબુક આઇપીઓ લાવી, કંપની તેમાંથી ૧૦ અબજ ડોલર ઊભા કરવા માગે છે. આ રીતે કંપનીનું વેલ્યુએશન ૭૫થી ૧૦૦ અબજ ડોલર સુધી પહોંચશે, જે સ્ટોક માર્કેટનો રેકોર્ડ છે!
(સ્રોત : યુએનસીપી, મીડિયાબિસ્ટ્રો, ફેસબુક, ટેકક્રન્ચ, મેશેબલ, ડબ્લ્યુએસજે, બીબીએસ, ડોક્યુમેન્ટરી, ફાઇનાન્શિયલ ટાઇમ્સ વગેરે પર ઉપલબ્ધ માહિતીના આધારે http://www.marketingdirecto.com કંપનીએ બનાવેલ ઇન્ફોગ્રાફિક.)

