(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

પૃથ્વીનો ક્‌લોઝઅપ ટોપ ટુ બોટમ!

આપણી પૃથ્વીની સપાટી પર આપણે ઊભા હોઈએ ત્યાંથી ૩૫,૦૦૦ ફૂટ ઊંચે આકાશમાં એ એટલા જ અંતરે મહાસાગરોના પેટાળમાં શું છે એનો તાગ મેળવવો હોય તો?

તો આપણે અવર અમેઝિંગ પ્લેેટ.કોમ સાઇટ પરના એક અદભુત ઇન્ફોગ્રાફિક જોવું રહ્યું. ઊંચાઈ એ ઊંડાઈનો સ્કેલ જાળવીને તૈયાર થયેલું આ ૧૪૦ ઇંચ ઊંચું ઇન્ફોગ્રાફિક તમે ડેસ્કટોપ પર સેવ કરશો એ છેક ટોચની છેક નીચે સુધી સ્ક્રોલ કરતા જશો તેમ તેમ પૃથ્વીની વિશાળતાનો તમને ખરો અંદાજ આવશે. એ રોમાંચક અનુભવ તમે નિરાંતે કરજો, અત્યારે અહીં તેની થોડી હાઈલાઇટ્સ જોઈ લઈએ.

  • એરોપ્લેન્સ સામાન્ય રીતે ૩૨,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડે છે.
  • રુેલ્સ વલ્ચર નામના સૌથી ઊંચે ઊડી શકતાં પક્ષી લગભગ ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડી શકે છે.
  • માઉન્ટ એવરેસ્ટ ૨૯,૦૨૯ ફૂટથી ઊંચો છે એ ૨૬,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈએ જીવ ટકાવી શકાય એટલો પ્રાણવાયુ મળતો નથી.
  • ત્યાંની જુદી જુદી ઊંચાઈના પર્વતોથી નીચે ઊતરીને છેક ધરતી પર ઊતરી આવીએ તો વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ બુર્જ ખલીફા ૨,૭૧૭ ફૂટ ઊંચું છે.
  • હવે શરુ‚ થાય છે મહાસાગરના પેટાળ તરફની સફર!
  • બ્રે-હોલ્ડ ડાઇવ એટલે કે શ્વાસ રોકીને દરિયામાં ડૂબકી લગાવીને માણસ ૭૦૦ ફૂટ જેટલો ઊંડે જઈ શક્યો છે.
  • સ્ક્યૂબા ડાઇવિંગનો રેકોર્ડ દરિયાની સપાટીથી ૧,૦૦૦ ફૂટ જેટલે ઊંડે સુધીનો છે.
  • સૂર્યનો પ્રકાશ દરિયામાં લગભગ ૩૦૦૦ ફૂટ સુધી પહોંચી શકે છે. સૌથી ઊંડે સુધી જઈ શકતી સોવિયેત ન્યૂક્લિયર સબમરીન લગભગ ૩,૨૫૦ ફૂટ સુધી જઈ શકે છે.
  • ૫,૯૦૦ ફૂટની ઊંડાઈએથી ડીપ સી શરુ‚ થાય છે. અહીંથી આગળ બિલકુલ સૂર્યપ્રકાશ ન હોવાને કારણે હંમેશાં મધ્યરાત્રિ જેવો અંધકાર છવાયેલો રહે છે.
  • ૭૦૦૦ ફૂટની ઊંડાઈ સુધી શાર્ક માછલી મળી આવે છે.
  • એથી પણ ઊંડે જઈ શકતી સ્પર્મ વહેલ સૌથી ઊંડે જઈ શકતું દરિયાઈ પ્રાણી છે, જે ૯,૫૦૦ ફૂટ જેટલું ઊંડે જઈ શકે છે.
  • ટાઇટેનિક જહાજો ભંગાર ૧૨,૦૮૦ ફૂટી ઊંડાઈએ મળી આવ્યો હતો.
  • મહાસાગરમાં સૌથી ઊંડે સુધી તરી શકતી ફેંગટૂથ્સ નામની માછલી ૧૪,૦૦૦ ફૂટની ઊંડાઈ સુધી મળી આવે છે.
  • મહાસાગરના પેટાળમાંથી ઓઇલ મેળવવા માટે દરિયાની સપાટીએથી માણસજાતે તે ઓઇલરિગ નીચે ઉતારી છે તે છેક ૧૮,૦૦૦ ફૂટ સુધી ઉતારવામાં આવી છે.
  • અહીંી વધુ ઊંડે ઊતરતાં લગભગ ૨૮,૦૦૦ ફૂટી ઊંડાઈએ એટલાન્ટિક મહાસાગરું તળિયું આવે છે.
  • માણસ અહીંથી વધુ ઊંડે ઊતર્યો છે, મરિઆા ટ્રેન્ચ તરીકે ઓળખાતી ખાઈમાં સબમર્સિબલ વેસલી મદદી માણસ ૩૫,૮૧૪ ફૂટી ઊંડાઈ સુધી મહાસાગરો તાગ પામી શક્યો છે.

જાણો વધુ માહિતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!