(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

સાઇટ બદલો – માઇન્ડ બદલો

જયમીન અને માધવ બેસ્ટ ફ્રેન્ડઝ. બંનેનાં માતાપિતા પણ નજીકના મિત્રો. ખૂબ સારા રિઝલ્ટ સાથે હવે બંને જણા છઠ્ઠા ધોરણમાં આવી ગયા છે. જયમીન અને માધવ બંને કમ્પ્યુટરના રસિયા. ઇન્ટરનેટથી કમ્પ્લિટલી વાકેફ. લગભગ બધી જ એપ્લિકેશન ખૂબ સરસ રીતે જાણે અને ઉપયોગ પણ કરે. એક વખત બંનેને સાથે જ એક પ્રોજેક્ટ મળેલો. અમદાવાદના કોટ વિસ્તારની અંદર કેટલાં પુરાતન મકાનો છે કે જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે માન્યતા અપાવી શકાય તે શોધવાનું હતું.

જયમીન ઇન્ટરનેટ પર આ વિશેે ગૂગલ સર્ચ કરી રહ્યો હતો, પરંતુ માધવ જરા સ્માર્ટલી આગળ વધ્યો. માધવે તરત ‘ગૂગલ અર્થ’ ખોલ્યું. એમાં બધી જ જૂની પોળો અને રસ્તાઓના નકશા આપેલા હતા. બંને મિત્રોએ સાથે બેસીને એની નોંધ કરી અને પ્રોજેક્ટને સક્સેસફુલી પૂરો કર્યો. આ બધું જ પાચમા ધોરણના વેકેશનમાં કરી શકાયું. એટલું જ નહીં, પણ બંનેનાં ફેમિલીને વેકેશનમાં યુરોપ ફરવા જવાનું હતું તો એના માટે પણ ગૂગલ અર્થ ખૂબ ઉપયોગી બન્યું.

મિત્રો, ગૂગલ અર્થ વિશે આ અંકમાં અદભુત માહિતી પ્રસ્તુત છે. હવે જયમીન અને માધવ જેવા કયુરીયસ સ્ટુન્ડન્ટસ ગૂગલ અર્થની સેવાઓ લઈ રહ્યા છે. વેકેશનમાં વિદ્યાર્થીઓએ ઇન્ટરનેટનો મનગમતો ઉપયોગ કર્યો હશે, પરંતુ હવે સ્કૂલ ખૂલી ગઈ છે. એન્ટરટેઇન્મેન્ટમાંથી એજ્યુકેશન તરફ વળવાનો સમય થઈ ગયો છે. કમ્પ્યુટર સ્ક્રીન તો એનો એ જ છે. માત્ર માહિતી બદલવાનો સમય છે. કાર રેસની ગેમ ભલે ગમતી હોય પણ એ કાર કેવી રીતે ચાલે છે તેનો વૈજ્ઞાનિક ખ્યાલ એજ્યુકેશનલ સાઇટ પરથી મળશે. હવે તો સ્ટુન્ડન્ટ્સ પોતાના બેઝિક સબ્જેકટ્સને ટેક્સબુક કરતાં વધારે સચોટ રીતે અને રસપ્રદ પદ્ધતિથી સમજી શકે તેવો માહોલ છે. કેટલીક ઇન્ટરનેશનલ સ્કૂલમાં તો ઈ-બુકસ વપરાવા માંડી છે. ભવિષ્યમાં તો ફરજિયાત થઈ જાય તો આશ્ચર્ય નથી.

અત્યારે શિક્ષણને લગતી અગણિત સાઇટ્સ અવેલેબલ છે. વિજ્ઞાનની શોધ, પ્રયોગો તેમજ જ થ્રી ડાયમેન્શન, પ્રેઝન્ટેશન વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી છે. જે નવો વૈજ્ઞાનિક ખ્યાલ પુસ્તક નથી સમજાવી શકતું તે એજ્યુકેશનલ સાઇટ્સ ખૂબ સરસ રીતે સમજાવી શકે છે. એટલું જ નહીં પણ ઇન્ટરએકિટવ સાઇટ્સ વિદ્યાર્થીને થતા પ્રશ્નોના તાત્કાલિક જવાબો પણ આપે છે અને એ પણ વિદ્યાર્થીની ફુરસદે. આટલું ‘ક્લિકવગું’ શિક્ષણ અત્યંત લોકપ્રિય બનવા માંડ્યું છે.

શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ આ દિશામાં મહત્ત્વપૂર્ણ ફેરફારો કરીને શિક્ષણની પ્રક્રિયાને વધારે ઈઝી અને ઇન્ટરેસ્ટિંગ બનાવી શકે છે. શિક્ષકોએ દરેક ચેપ્ટરમાં આવતા મહત્ત્વના ટોપિકસનું લિસ્ટ બનાવીને દરેક લેકચરના અંતે એમાંના બધા અગત્યના શબ્દો ઇન્ટરનેટ પર જોવા માટે વિદ્યાર્થીઓને હોમવર્ક આપવું જોઈએ. કદાચ શકય બને તો એ શબ્દોના અર્થ અથવા ફોટોગ્રાફ પ્રિન્ટ કરીને ફાઈલ કરી શકાય. સૌથી સારું તો કમ્પ્યુટરમાં ‘હોમવર્ક’ ફોલ્ડર બનાવવું જોઈએ અને એ પણ ટીચરને ઈ-મેઇલ દ્વારા મોકલી દેવાય. જો શિક્ષકો આ પ્રકારની મેથડ અપનાવે તો શિક્ષણનું કાર્ય વધુ સરળ અને કાર્યક્ષમ બને.

વિદ્યાર્થીઓએ કલાસરૂમમાં ભણાવાતા લેક્ચર દરમિયાન જે શબ્દો કે ખ્યાલો બરાબર સમજ ન પડે તેઓને એક અલગ નોટમાં નોંધી લઈને જાતે જ ચોક્કસ સાઇટ્સ પર તેને શોધી નાખવા જોઈએ. કલ્પના બહારની એજ્યુકેશનલ સાઇટ્સ હવે અવેલેબલ છે. એ કઈ છે તો માટે ગૂગલ દેવતાનું શરણ લેશો, તો તરત જ તથાસ્તુ કહીને જવાબ મળી જશે.

વિદ્યાર્થીઓ પોતાના મિત્રવર્તુળમાં પણ મહત્ત્વની અને રસપ્રદ વેબસાઇટને શેર કરી શકે. આવું સહશિક્ષણ એટલું ઝડપી અને સુગમ છે કે વિદ્યાર્થીઓ વિશ્વકક્ષાની માહિતીથી પળવારમાં વાકેફ થઈ શકે. વિદ્યાર્થીઓએ કલ્પના પણ ન કરી હોય તેવી અદભુત રીતે અઘરામાં અઘરા વિષયને સરળ રીતે સમજાવવામાં આવે છે.

માતાપિતા કે વાલીઓએ એટલું ધ્યાન રાખવું જોઈએ કે સ્કૂલ શરુ‚ થઈ એટલે સંતાનોના ભણતરમાં અત્યારે શું ચાલી રહ્યું છે તેનાથી વાકેફ રહે. અહીંયાં કોઈ પ્રેશર કરવાની જરુર નથી, પરંતુ તમે પણ જાતે બાળકો સાથે ઇન્ટરનેટ ઓપન કરીને નવા વિષયો અને સંદર્ભો માટે બાળકને પ્રોત્સાહિત કરી શકો. ઇન્ટરનેટનો ઉપયોગ એ કમ્પ્લિટલી ખરાબ આદતના જ છે એવું નથી. ખરાબ પાસું હશે, પણ એના સારાં પાસાં પર વધારે ધ્યાન કેન્દ્રિત કરીએ તો અભૂતપૂર્વ ઉપયોગ કરી શકાય છે. સંતાનને તો નવું શીખવા મળે જ, પરંતુ તમે પણ કંઈક ઇન્ટરેસ્ટિંગ વાતો જાણી શકશો અને માણી શકશો. જેમ વેકેશન પછી વિદ્યાર્થીઓએ મનોરંજનની સાઇટ્સમાંથી ફોકસ બદલીને એજ્યુકેશનની સાઇટ્સ પર લાવવું જરૂરી છે, તેમ તમારે પણ હવે ઇન્ટરનેટનો સદુપયોગ વધારવો જરુરી છે. આખું વિશ્વ એક ક્લિકમાં જોઈ શકાય છે. કમ્પ્યુટર અને ટી.વી. બંને ખરાબ એડિક્શન છે તેવી ગેરમાન્યતામાંથી તમારે પણ બહાર નીકળવાની જરુર છે. હા, ક્યારેક ટી.વી.નું એડિક્શન ખતરનાક હોઈ શકે, પરંતુ એજ્યુકેશનલ સાઇટ્સ જોવાની ટેવ મહદંશે ઉપયોગી નીવડે છે. કેટલીક સ્કૂલમાં ટીચર સાથે તમે ડાયરેક્ટ ઈ-મેઇલથી કોન્ટેક્ટમાં રહી શકો. આવા સંજોગોમાં પેરેન્ટ – ટીચરનું કમ્યુનિકેશન બાળકના હિતમાં હોય છે.

તો મિત્રો, હવે સાઇટનું સરનામું બદલો અને માઇન્ડનું મેનેજમેન્ટ બદલો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!