હિંસા અને ત્રાસવાદના પર્યાપ્ત બની ગયેલી એસોલ્ટ રાઇફલ એ.કે.-૪૭ કદાચ એકમાત્ર એવું હથિયાર છે, જેની ઉપયોગિતા અને ઘાતકતા છ દાયકા પછી પણ જૂની-આઉટડેટેડ થઈ નથી. ત્રાસવાદી હોય કે સૈનિક, દેશનાં લશ્કર હોય કે બળવાખોર ટુકડીઓ, વ્યક્તિગત ઉપયોગ હોય કે સામૂહિક, એ.કે.-૪૭ રાઇફલનો દબદબો અકબંધ છે. બીજા વિશ્વયુદ્ધમાં લડી ચૂકેલા મિખાઇલ કાલાશ્નિકોવે ૧૯૪૭ની સાલમાં આ કાતિલ હથિયારને આખરી સ્વરૂપ આપ્યું, એટલે તેનું નામ પડ્યું: એવટોમેટ કાલાશ્નિકોવ, મોડેલ ૧૯૪૭. ઓટોમેટિક (ગોળીઓનો વરસાદ વરસાવી શકાય) અને સેમી ઓટોમેટિક (એકએક કરીને ગોળીઓ છોડી શકાય) એવા વિકલ્પો ધરાવતી એ.કે.-૪૭ ઉપયોગમાં સરળ અને પરિણામમાં એટલી ખતરનાક હતી કે ફક્ત રશિયા જ નહીં, અમેરિકા સહિતના ઘણા દેશોએ તેનો ભરપૂર ઉપયોગ કર્યો છે.
અથથી ઇતિ: http://kalashnikov.guns.ru