(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગયા મહિને સમગ્ર વિશ્વની સૌથી મોટી લોકશાહીનો ચૂંટણી મહોત્સવ ભારતમાં યોજાઈ ગયો એ દરમિયાન જાતિ, ધર્મથી માંડીને આર્થિક ભેદભાવો વિશે જુદા જુદા પક્ષના નેતાઓ વચ્ચે જાતભાતના આક્ષેપો અને પ્રતિ આક્ષેપોનો જબરો દોર ચાલ્યો. પરંતુ ટેકનોલોજીની દુનિયામાં આવા ભેદભાવનો એક કિસ્સો પણ જાણવા જેવો છે.

આખી દુનિયામાં એન્ડ્રોઇડના સ્માર્ટફોન યૂઝર્સનું પ્રમાણ બહુ મોટું છે, પણ અમેરિકા જેવા દેશમાં એપલના આઇફોનનો દબદબો છે. ત્યાં તમારા હાથમાં આઇફોન ન હોય તો લોકો તમને ગણકારે નહીં એવી સ્થિતિ. પરંતુ અમેરિકામાં એન્ડ્રોઇડને લોકો કેટલો ઊતરતો ગણે છે, એ હમણાં બનેલા એક કિસ્સાથી જગજાહેર થઈ ગયું.

બન્યું એવું કે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં એક દંપતી પોતાના ઘર પાસે જ બંદૂકની અણીએ લૂંટનો ભોગ બન્યું. પતિ-પત્નીમાંથી પત્નીએ પોતાની ઓફિસમાં રાત્રે મોડે સુધી કામ કરવાનું થયું હતું. એ ઘરે પાછી ફરી ત્યારે પતિ થાકેલી પત્નીને કાર પાર્ક કરવામાં મદદ કરવા માટે એપાર્ટમેન્ટની બહાર આવ્યો. ઘરથી થોડે દૂર કાર પાર્ક કરીને એ પોતાના એપાર્ટમેન્ટ તરફ પરત આવી રહ્યો હતો ત્યારે અંધારાનો લાભ લઇને બે લૂંટારાઓ તેને ઘેરી વળ્યા.

લૂંટારાઓએ ગન બતાવીને તેને ખિસ્સામાં જે કંઈ હોય તે આપી દેવા કહ્યું. ગભરાટમાં પેલા માણસે પોતાનાં ખિસ્સાંમાંથી જે કંઈ નીકળ્યું તે લૂંટારાઓને આપી દીધું. કારની ચાવી, સ્માર્ટફોન, પર્સ વગેરે બધું લઇને લૂંટારાઓ ત્યાંથી ભાગના લાગ્યા. એ પાછા, એ જ વ્યક્તિની કાર લઈને નાસવા લાગ્યા.

જોકે લૂંટારા કાર હંકારવાની તૈયાર કરતા હતા ત્યાં તેમનું ધ્યાન ગયું કે તેમના હાથમાં આવેલો ફોન તો એન્ડ્રોઇડ હતો!

લૂંટારા ખિસ્સામાં જે કંઈ હતું એ બધું લૂંટીને એ જ વ્યક્તિની કારમાં નાસવા લાગ્યા. ત્યાં એમનું ધ્યાન ફોન પર ગયું…

તરત જ કારની બારીમાંથી હાથ લંબાવીને તેમણે એન્ડ્રોઇડ ફોન પેલી વ્યક્તિના હાથમાં નાખ્યો. કહો કે રીતસર તિરસ્કારથી ફોન પેલાના હાથમાં ફેંક્યો અને કાર હંકારી ગયા.

પાછળથી આખા બનાવ વિશે પ્રેસ રિપોર્ટર્સ સાથે વાત કરતી વખતે પેલી વ્યક્તિની પત્નીએ કહ્યું કે એવું લાગતું હતું કે લૂંટારાઓને આઇફોન મળવાની અપેક્ષા હતી. એન્ડ્રોઇડ મળતાં એ નિરાશ થઈ ગયા. 

લૂંટનો ભોગ બનનાર વ્યક્તિને ફોન પરત મળી ગયો છતાં એ પતિ-પત્નીને આખો બનાવ છેક અંદરથી હલબલાવી ગયો. લૂંટાવા કરતાં પણ, લૂંટારાઓએ આઇફોન નહીં પણ એન્ડ્રોઇડ હોવાને કારણે એમની તરફ જે તિરસ્કાર બતાવ્યો એ એમને હજી પણ ડંખે છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!