(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વિવિધ કંપનીની ડિજિટલ ન્યૂઝ સર્વિસ વિશે જાણીએ

લાંબા સમયથી ગૂગલ, ફેસબુક જેવાં પ્લેટફોર્મ પર ન્યૂઝ દર્શાવવાના મુદ્દે વિવિધ દેશોની સરકારો, પરંપરાગત અખબારી માધ્યમો તથા ગૂગલ અને ફેસબુક વચ્ચે કશ્મકશ ચાલી રહી છે.

મુખ્ય મુદ્દો એટલો છે કે ગૂગલ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પરંપરાગત અખબારી માધ્યમોનું કન્ટેન્ટ પોતાના પ્લેટફોર્મ પર દર્શાવીને જબરજસ્ત કમાણી કરે છે, પરંતુ અખબારોને તેમાંથી ખાસ કોઈ લાભ થતો નથી. હવે વિવિધ દેશોની સરકાર એવું વલણ અપનાવી રહી છે કે ગૂગલ અને ફેસબુક જેવા પ્લેટફોર્મે અખબારી માધ્યમોને પોતાની કમાણીમાંથી મોટો હિસ્સો આપવો જોઇએ.

આ પૂર્વભૂમિકા સાથે આપણને એ બાબતમાં રસ જાગી શકે કે ગૂગલ, ફેસબુક અને માઇક્રોસોફ્ટ જેવા પ્લેટફોર્મ આખરે આપણને ન્યૂઝ કેવી રીતે આપે છે?

વાસ્તવમાં આ ત્રણેય ટેક્નોલોજી કંપની છે, કોઈ મીડિયા હાઉસ નથી. એટલે એ પત્રકારોને કામે લગાડવાને બદલે કમ્પ્યૂટર્સ અને અલ્ગોરિધમને કામે લગાડે છે અને તેની મદદથી પોતાની ન્યૂઝ સર્વિસ ચલાવે છે.

ગૂગલની ન્યૂઝ સર્વિસ આપણે કોઈ પણ બ્રાઉઝરમાં news.google.com સાઇટ પર જઇને જોઈ શકીએ છીએ. જ્યારે માઇક્રોસોફ્ટની સર્વિસ microsoftnews.com પર ચાલે છે. એ સિવાય બંને સર્વિસની એપ પણ છે, જેને આપણે ફોનમાં ઇન્સ્ટોલ કરી શકીએ છીએ.

ફેસબુકે અમુક દેશોમાં પોતાની સાઇટ પર અને એપ પર આ રીતે ન્યૂઝ બતાવવાની શરૂઆત કરી છે (જે તે અખબાર કે ન્યૂઝ સાઇટનું ફેસબુક પેજ હોય એ અલગ વાત છે).

આવી સર્વિસ વિવિધ દેશ અનુસાર હજારો ન્યૂઝ સાઇટ પરથી વિવિધ ટોપિક (હેડલાઇન્સ, બિઝનેસ, ટેકનોલોજી, એન્ટરટેઇનમેન્ટ વગેરે) મુજબ સમાચારો અલગ અલગ કરીને આપણને બતાવે છે.

એ જ રીતે એક જ પ્રકારના સમાચારો એક સાથે મૂકીને પણ આપણને બતાવે છે. ગૂગલની વાત કરીએ તો તેની એપમાં આપણે સાઇન ઇન થઇએ ત્યારે તેના ‘ફોર યુ’ સેકશનમાં આપણી હિસ્ટ્રી અનુસાર આપણને જેમાં સૌથી વધુ રસ પડી શકે તેવા સમાચારો તારવીને બતાવવામાં આવે છે. આથી એક જ પરિવારની બે વ્યક્તિના મોબાઇલમાં ગૂગલની ન્યૂઝ એપમાં ‘ફોર યુ’ સેકશનમાં જુદા જુદા સમાચારો જોવા મળી શકે, જ્યારે બાકીના હિસ્સાઓમાં એક સરખા સમાચાર હોય છે.

આ આખી પ્રક્રિયા મોટા ભાગે કોઈ વ્યક્તિની મદદ વિના ચાલે છે. કમ્પ્યૂટરના અલ્ગોરિધમ નક્કી કરે છે કે ક્યા ન્યૂઝ આર્ટિકલ્સ, ઇમેજ અને વીડિયો આપણને બતાવવા. ગૂગલ સ્પષ્ટતા કરે છે કે માત્ર અમુક કિસ્સામાં પબ્લિશર્સ અને ગૂગલ ન્યૂઝ ટીમ સમાચારોની પસંદગી કરી શકે છે. માઇક્રોસોફ્ટમાં પણ એ રીતે અમુક કિસ્સામાં પત્રકારો કાર્યરત થાય છે.

જે તે ન્યૂઝ આઇટમ પર ક્લિક કરીને આપણે એ પ્રકારના ન્યૂઝ વધુ જોવા માગીએ છીએ કે નહીં તે નક્કી કરી શકીએ છીએ. એ સિવાય આપણે અમુક ચોક્કસ વિષયો કે લોકેશન સર્ચ કરીને તેને ફોલો કરી શકીએ છીએ. જેથી તે વિષય કે લોકેશન સંબંધિત હજારો અખબારોમાં પ્રકાશિત સમાચારો પર આપણે એક સાથે નજર ફેરવી શકીએ છીએ.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!