(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

આગળ શું વાંચશો?

  • ફેસબુકમાં શોર્ટકટ બાર તપાસી જુઓ
  • વોટ્સએપમાં એચડી ઇમેજ શેરિંગ

ફેસબુકમાં ઘણાં ફીચર એવાં હોઈ શકે છે જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો પણ, તેનો વધુ લાભ લઈ શકાય એ વાતનો આપણને અંદાજ ન હોય. જેમ કે ફેસબુકમાં શોર્ટકટ બાર છે તેની તમને ખબર છે?

આપણે આઇફોન, આઇપેડ કે એન્ડ્રોઇડ ડિવાઇસમાં ફેસબુક એપ ઓપન કરીએ ત્યારે સૌથી ઉપર અમુક આઇકન અને તેમાં નવાં નોટિફિકેશન વિશે લાલ ડોટમાં સંખ્યા જોવા મળી શકે છે. વાસ્તવમાં આ જ ફેસબુકનો શોર્ટકટ બાર છે અને આપણે આપણા ઉપયોગ કે જરૂર મુજબ તેને કસ્ટમાઇઝ્ડ પણ કરી શકીએ છીએ.

આપણે શોર્ટકટ બારમાં નોટિફિકેશન્સ કે હોમ આઇકનને દૂર કરી શકતા નથી પરંતુ બાકીના આઇકન્સનમાંથી, જે સર્વિસનો વધુ ઉપયોગ કરતા હોઈએ તેને પિન કરી શકીએ છીએ અને જેનો ઓછો ઉપયોગ કરતા હોઈએ તેને હાઇડ કરી શકીએ છીએ.

ફેસબુકમાં કુલ આઠ પ્રકારની સર્વિસના શોર્ટકટ, શોર્ટકટ બારમાં જોવા મળી શકે છે: ફ્રેન્ડઝ રીકવેસ્ટ, ગ્રૂપ્સ, માર્કેટપ્લેસ, પ્રોફાઇલ, વોચ, ગેમિંગ, પેજિસ અને મોસ્ટ રીસન્ટ. ધારો કે આમાંથી માર્કેટપ્લેસ ફીચરનો તમે ખાસ ઉપયોગ ન કરતા હો તો ફેસબુકના સેટિંગ્સમાં જઇને તેના શોર્ટકટને હાઇડ કરી શકો છો.

એ ઉપરાંત તમે જે ફીચર કે સર્વિસ સૌથી વધુ ઉપયોગ કરતા હો તો એવા વધુમાં વધુ ત્રણ ફીચરને શોર્ટકટ બારમાં પિન કરી શકો છો એટલે કે શોર્ટકટ બારમાં આ ત્રણ ફીચર સૌથી પહેલાં જોવા મળશે. એટલું નહીં, આ બધી સર્વિસ કે ફીચરમાં નવી બાબતો દર્શાવતા નોટિફિકેશન ડોટ્સ તમે જોવા ન માગતા હો તો તેને ડિસેબલ કરી શકો છો.

ફેસબુકના સેટિંગ્સમાં શોર્ટકટ બારને લગતા આ બધા ફેરફાર કરવા માટે નીચેનાં પગલાં લઈ શકાય.

ફેસબુકના સેટિંગ્સમાં જાઓ અને તેમાં ઉપરના સર્ચ સેટિંગ્સ બારમાં ‘શોર્ટકટ બાર’ સર્ચ કરો. આથી શોર્ટકટ બારને લગતા સેટિંગ્સને લગતું પેજ ખુલશે અને તેમાં તમે ઇચ્છો તેવા ફેરફાર કરી શકશો. જો ઉપલબ્ધ બધાં ફીચર્સ શોર્ટકટ્સ માટે ઓટો ઓપ્શન પસંદ કરશો તો ફેસબુક તેની મરજી મુજબ આ શોર્ટક્ટ્સને આગળ પાછળ કરશે.

તમને જોઈતા ફેરફાર તમે કરી લો તે પછી એપ બંધ કરી ફરી ઓપન કરશો ત્યારે તમારા ફેરફાર એક્ટિવેટ થયેલા જોવા મળશે.

વોટ્સએપમાં હજી હમણાં સુધી આપણે કોઈ પણ બીજી વ્યક્તિને કે ગ્રૂપમાં ફોટોગ્રાફ શેર કરીએ ત્યારે એપની સિસ્ટમ તેની ક્વોલિટી ઘટાડી દેતી હતી. તેના એક ઉપાય તરીકે આપણે ફોટોગ્રાફને ઇમેજ તરીકે શેર કરવાને બદલે ડોક્યુમેન્ટ તરીકે શેર કરીએ તો તેની મૂળ ક્વોલિટી જળવાઈ રહે ખરી, પરંતુ આ સીધો રસ્તો નથી.

હવે વોટ્સએપ આપણને આ માટે સીધો રસ્તો આપશે!

અત્યારે વોટ્સએપના એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટેના બિટા વર્ઝનમાં હાઇ રેઝોલ્યુશન ફોટોગ્રાફ મોકલવાની સગવડ મળવા લાગી છે. ફોટોગ્રાફ શેર કરતી વખતે આપણને સ્ટાન્ડર્ડ ક્વોલિટીમાં અથવા એચડી ક્વોલિટીમાં ફોટોગ્રાફ શેર કરવાના વિકલ્પ પૂછવામાં આવશે. જો આપણે એચડી ક્વોલિટી પસંદ કરીશું તો સામેની વ્યક્તિને ફોટોગ્રાફમાં તે એચડી ક્વોલિટી હોવાનો લેબલ જોવા મળશે. જોકે એ ખાસ નોંધવા જેવું છે કે આ રીતે પણ ફોટોગ્રાફની ક્વોલિટી થોડી કમ્પ્રેસ કરવામાં આવે છે. મતલબ કે શેર થતો ફોટોગ્રાફ ઓરિજિનલ રેઝોલ્યુશનનો હોતો નથી.

એ ઉપરાંત ફોટોગ્રાફ શેર કરતી વખતે સ્ટાન્ડર્ડ ક્વોલિટીનો વિકલ્પ જ પહેલેથી પસંદ થયેલો હશે. જો ફોટોગ્રાફ એચડી ક્વોલિટીમાં મોકલવો હોય તો દર વખતે એ વિકલ્પ પસંદ કરવો પડશે. એ જ રીતે, એચડી ક્વોલિટીમાં ફોટોગ્રાફ શેર કરવાનો વિકલ્પ હાલમાં સ્ટેટસ અપડેટ માટે ઉપલબ્ધ નથી. અગાઉ કહ્યું તેમ અત્યારે ફક્ત કેટલાક બિટા ટેસ્ટરને આ ફીચર જોવા મળ્યું રહ્યું છે. આપણા સુધી તે પહોંચતાં થોડી વાર લાગી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!