(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફોનના કીપેડ પર જ જોઈતી વ્યક્તિને ફટાફટ સર્ચ કરો

તમારે સ્માર્ટફોનથી કોઈ પણ વ્યક્તિને ફોન જોડવો હોય ત્યારે મોટા ભાગે આપણે ફોનની કોલ એપ ઓપન કરીએ અને તેમાં એ વ્યક્તિના નામથી તેને સર્ચ કરવાનો પ્રયાસ કરીએ. એ વ્યક્તિને નજીકના સમયમાં આપણે કોલ કર્યો હોય તો રિસન્ટ કોલ હિસ્ટ્રીમાં તેમનું નામ દેખાઈ જાય અને આપણે સહેલાઈથી નવો કોલ જોડી શકીએ.

જો રિસન્ટ કોલ હિસ્ટ્રીમાં તેમનું નામ ન હોય તો કોન્ટેક્ટ લિસ્ટમાં તે નામ શોધવા જવું પડે. પરંતુ નવા જમાનાના ફોન અમસ્તા જ થોડા સ્માર્ટ કહેવાય છે?!

તેમાં જોઇતી વ્યક્તિને કોલ કરવાનો એક સહેલો રસ્તો પણ છે. ફોનનું કીપેડ ઓપન કરો અને તેમાં આપણે જેને કોલ જોડવો હોય તેના નામનો સ્પેલિંગ ટાઇપ કરવાની શરૂઆત કરો. કીપેડ ન્યૂમરિક હોવાથી તેમાં એકથી નવ અને ઝીરોના આંકડા દેખાતા હોય છે પરંતુ તેની સાથોસાથ ઝીણા ફોન્ટમાં આલ્ફાબેટિક લેટર્સ પણ સામેલ હોય છે.

આપણને હવે કોઈના નંબર યાદ રહેતા નથી પરંતુ નામ તો યાદ હોય જ. આથી એ વ્યક્તિના નામના સ્પેલિંગ મુજબ કીપેડમાં ટાઇપિંગની શરૂઆત કરતાં તરત જ તેમનો નંબર મળી આવશે. વાત નાની છે પરંતુ આદત કેળવશો તો કોન્ટેક્ટ લિસ્ટમાં નામ સર્ચ કરવા કરતાં આ રીત વધુ સહેલી બનશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!