(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ફેસબુકમાં સર્ચ હિસ્ટ્રી કેવી રીતે ડિલીટ કરી શકાય?

તમે કદાચ જાણતા જ હશો કે ફેસબુકમાં આપણે જે કંઈ સર્ચ કરીએ તેની હિસ્ટ્રી (ગૂગલની જેમ!) ફેસબુક સાચવી રાખે છે. અલબત્ત, ગૂગલની જેમ ફેસબુક કહે છે કે આપણી સર્ચ હિસ્ટ્રી બીજું કોઈ જોઈ શકતું નથી, પણ ફેસબુક પોતે આપણી સર્ચ હિસ્ટ્રી જોઈ શકે છે અને તેને આધારે આપણી સર્ચને બહેતર બનાવવાનો દાવો કરે છે.

તમે ઇચ્છો ત્યારે ફેસબુકમાં સર્ચ હિસ્ટ્રીના પેજ પર પહોંચીને તમારી સર્ચ હિસ્ટ્રી ડિલીટ કરી શકો છો. અલબત્ત, ફેસબુક આવી કોઈ સર્ચ હિસ્ટ્રી રાખે જ નહીં એવું સેટિંગ આપણે કરી શકતા નથી, એ કામ આપણે જ યાદ રાખીને વારંવાર કરવું પડે છે!

આ માટે નીચેનાં પગલાં લઈ શકાય…

  • મોબાઇલ કે પીસીમાં ફેસબુકમાં લોગ-ઇન થાઓ.
  • સેટિંગ્સમાં ‘એક્ટિવિટી લોગ’ સર્ચ કરો.
  • પીસીમાં ડાબી પેનલમાં અને મોબાઇલમાં જુદાં જુદાં હોરિઝોન્ટલ બટન્સ જોવા મળશે. આ બધી જ વિગતો, ફેસબુક પરની આપણી આપણી એક્ટિવિટીને લગતી છે. ક્યારેક ફુરસદે તેના પર નજર ફેરવજો!
  • અત્યારે આપણું લક્ષ્ય સર્ચ હિસ્ટ્રી તપાસવાનું છે, એટલે પીસીમાં ડાબી પેનલમાં કે એપમાં તેનું બટન શોધીને તેને ક્લિક કરો.
  • હવે આપણે ફેસબુક પર જે કંઈ સર્ચ કર્યું હોય તે બધું તારીખ મુજબ જોવા મળશે છે. તમે ક્યારેક કંઈ ડિલીટ કર્યું નહીં હોય તો લાંબું લિસ્ટ મળશે!
  • આપણે અલગ અલગ સર્ચ આઇટેમ ડિલીટ કરી શકીએ છીએ.
  • બધી એન્ટ્રી એક સાથે ડિલીટ કરવી હોય તો મથાળે  એનું પણ બટન મળશે. ફેસબુક આપણને યાદ અપાવશે કે તમે સર્ચ હિસ્ટ્રી જાળવી રાખશો તો ફેસબુક તમે વધુ સારાં સર્ચ રીઝલ્ટ્સ આપી શકશે! ચાહો તો આ સલાહની અવગણના કરો અને હિસ્ટ્રી ડિલીટ કરી દો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!