આપણી પૃથ્વીની સપાટી પર આપણે ઊભા હોઈએ ત્યાંથી ૩૫,૦૦૦ ફૂટ ઊંચે આકાશમાં એ એટલા જ અંતરે મહાસાગરોના પેટાળમાં શું છે એનો તાગ મેળવવો હોય તો?
તો આપણે અવર અમેઝિંગ પ્લેેટ.કોમ સાઇટ પરના એક અદભુત ઇન્ફોગ્રાફિક જોવું રહ્યું. ઊંચાઈ એ ઊંડાઈનો સ્કેલ જાળવીને તૈયાર થયેલું આ ૧૪૦ ઇંચ ઊંચું ઇન્ફોગ્રાફિક તમે ડેસ્કટોપ પર સેવ કરશો એ છેક ટોચની છેક નીચે સુધી સ્ક્રોલ કરતા જશો તેમ તેમ પૃથ્વીની વિશાળતાનો તમને ખરો અંદાજ આવશે. એ રોમાંચક અનુભવ તમે નિરાંતે કરજો, અત્યારે અહીં તેની થોડી હાઈલાઇટ્સ જોઈ લઈએ.
- એરોપ્લેન્સ સામાન્ય રીતે ૩૨,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડે છે.
- રુેલ્સ વલ્ચર નામના સૌથી ઊંચે ઊડી શકતાં પક્ષી લગભગ ૩૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ઊડી શકે છે.
- માઉન્ટ એવરેસ્ટ ૨૯,૦૨૯ ફૂટથી ઊંચો છે એ ૨૬,૦૦૦ ફૂટથી વધુ ઊંચાઈએ જીવ ટકાવી શકાય એટલો પ્રાણવાયુ મળતો નથી.
- ત્યાંની જુદી જુદી ઊંચાઈના પર્વતોથી નીચે ઊતરીને છેક ધરતી પર ઊતરી આવીએ તો વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ બુર્જ ખલીફા ૨,૭૧૭ ફૂટ ઊંચું છે.
- હવે શરુ થાય છે મહાસાગરના પેટાળ તરફની સફર!
- બ્રે-હોલ્ડ ડાઇવ એટલે કે શ્વાસ રોકીને દરિયામાં ડૂબકી લગાવીને માણસ ૭૦૦ ફૂટ જેટલો ઊંડે જઈ શક્યો છે.
- સ્ક્યૂબા ડાઇવિંગનો રેકોર્ડ દરિયાની સપાટીથી ૧,૦૦૦ ફૂટ જેટલે ઊંડે સુધીનો છે.
- સૂર્યનો પ્રકાશ દરિયામાં લગભગ ૩૦૦૦ ફૂટ સુધી પહોંચી શકે છે. સૌથી ઊંડે સુધી જઈ શકતી સોવિયેત ન્યૂક્લિયર સબમરીન લગભગ ૩,૨૫૦ ફૂટ સુધી જઈ શકે છે.
- ૫,૯૦૦ ફૂટની ઊંડાઈએથી ડીપ સી શરુ થાય છે. અહીંથી આગળ બિલકુલ સૂર્યપ્રકાશ ન હોવાને કારણે હંમેશાં મધ્યરાત્રિ જેવો અંધકાર છવાયેલો રહે છે.
- ૭૦૦૦ ફૂટની ઊંડાઈ સુધી શાર્ક માછલી મળી આવે છે.
- એથી પણ ઊંડે જઈ શકતી સ્પર્મ વહેલ સૌથી ઊંડે જઈ શકતું દરિયાઈ પ્રાણી છે, જે ૯,૫૦૦ ફૂટ જેટલું ઊંડે જઈ શકે છે.
- ટાઇટેનિક જહાજો ભંગાર ૧૨,૦૮૦ ફૂટી ઊંડાઈએ મળી આવ્યો હતો.
- મહાસાગરમાં સૌથી ઊંડે સુધી તરી શકતી ફેંગટૂથ્સ નામની માછલી ૧૪,૦૦૦ ફૂટની ઊંડાઈ સુધી મળી આવે છે.
- મહાસાગરના પેટાળમાંથી ઓઇલ મેળવવા માટે દરિયાની સપાટીએથી માણસજાતે તે ઓઇલરિગ નીચે ઉતારી છે તે છેક ૧૮,૦૦૦ ફૂટ સુધી ઉતારવામાં આવી છે.
- અહીંી વધુ ઊંડે ઊતરતાં લગભગ ૨૮,૦૦૦ ફૂટી ઊંડાઈએ એટલાન્ટિક મહાસાગરું તળિયું આવે છે.
- માણસ અહીંથી વધુ ઊંડે ઊતર્યો છે, મરિઆા ટ્રેન્ચ તરીકે ઓળખાતી ખાઈમાં સબમર્સિબલ વેસલી મદદી માણસ ૩૫,૮૧૪ ફૂટી ઊંડાઈ સુધી મહાસાગરો તાગ પામી શક્યો છે.
જાણો વધુ માહિતી
- આ ઈન્ફોગ્રાફિક જુઓઃ http://goo.gl/bHYs3
- વર્લ્ડ એટલાસ પર મહાસાગરોઃ http://goo.gl/4Bg0N
