(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

કમ્પ્યૂટર ભૂલથી સ્લીપ મોડમાં જતું રહે છે?

કમ્પ્યૂટર નાની નાની વાતમાં સતાવી શકે છે, સદભાગ્યે તેના ઉપાય છે!

નવાઈજનક રીતે કમ્પ્યૂટરના કીબોર્ડમાં સ્ટાન્ડર્ડાઇઝેશન નથી. આથી કીબોર્ડ બનાવતી દરેક જુદી જુદી કંપનીનાં કીબોર્ડમાં મૂળ આલ્ફાબેટ્સની કી એકસરખી હોય પરંતુ તેની આસપાસની અન્ય કીની સાઇઝ અને લોકેશન થોડાં થોડાં જુદાં હોઈ શકે છે.

ટાઇપિંગ કરતી વખતે આપણે જેનો સૌથી વધુ ઉપયોગ કરવાનો થતો હોય તે એન્ટર કી કોઈ કીબોર્ડમાં ખાસ્સી મોટી હોય, તો કોઈમાં જગ્યા બચાવવા માટે તેને બહુ નાની કરી દેવામાં આવી હોય.

તમારું કીબોર્ડ જૂનું થયા પછી નવું ખરીદી રહ્યા હો ત્યારે આવી બાબતો નજર બહાર જાય તો ટાઇપિંગ થોડું મુશ્કેલ બની શકે છે.

એમાંય કીબોર્ડમાં બેકસ્પેસ કીની નજીક સ્લીપ મોડનું બટન હોય તો નવી મુશ્કેલી થઈ શકે છે. આપણે થોડા સમય માટે કમ્પ્યૂટર ઓફ કરવું હોય ત્યારે સ્લીપ બટન કામ લાગે છે, પરંતુ અમુક કીબોર્ડ પર આપણે જેનો વારંવાર ઉપયોગ કરવાનો થતો હોય તે બેકસ્પેસ કીની તદ્દન નજીક સ્લીપ અને વેકઅપ મોડનાં બટન હોય છે. આ કારણે ફટાફટ ટાઇપિંગ કરતી વખતે ક્યારેક આપણે બેકસ્પેસ કી પ્રેસ કરવા જઇએ ત્યારે બેધ્યાનપણે આંગળી સ્લીપ બટન પર પહોંચી જાય! પરિણામે આપણું કામ અધૂરું રહે અને કમ્પ્યૂટર સ્લીપ મોડમાં સરકી જાય!

સદભાગ્યે, આવું થતું ટાળવાનો એક સહેલો રસ્તો છે. વિન્ડોઝ કમ્પ્યૂટરમાં (ખાસ કરીને લેપટોપમાં) પાવર, સ્લીપ અને વેકઅપ બટન ડિસેબલ કરી શકાય છે.

  • વિન્ડોઝ૧૦માં તેનો લાભ લેવા માટે સર્ચ બટનમાં ‘કંટ્રોલ પેનલ’ લખી, સેટિંગ્સમાં તેનું પેજ ઓપન કરો. કંટ્રોલ પેનલમાં ‘પાવર ઓપ્શન્સ’ શોધી કાઢો.
  • હવે ડાબી તરફની પેનલમાં ‘ચૂઝ વ્હોટ ધ પાવર બટન્સ ડુ’ની લિન્ક્સ શોધી તેને ક્લિક કરો.
  • આથી જે પેજ ખૂલે તેમાં વિવિધ સંજોગમાં પાવર, સ્લીપ તથા લેપટોપના કિસ્સામાં લેપટોપનો ઉપરનો સ્ક્રીન બંધ કરવાથી શું થાય તેનાં સેટિંગ્સ કરી શકાશે.
  • ભૂલથી તમારી આંગળી સ્લીપ બટન પર જતી હોય તો સ્લીપ બટન અહીંથી તદ્દન ડિસેબલ કરી શકાશે. ઓ માટે ‘વ્હેન આઇ પ્રેસ ધ સ્લીપ બટન’ના વિકલ્પોમાં ‘ડુ નથિંગ’ પસંદ કરી લો.

આથી કમ્પ્યૂટર ભૂલથી સ્લીપ મોડમાં જતું રહે એ વારંવારની તકલીફનો કાયમી ઉપાય થઈ જશે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!