(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વીડિયો જોઈને ઇંગ્લિશ શીખો!

આજના સમયમાં આપણને મોબાઇલમાં વીડિયો જોયા વિના ચાલતું નથી. આજના સમયમાં ઇંગ્લિશ શીખ્યા વિના પણ ચાલવાનું નથી. આ બંને બાબતને ભેગી કરી નાખીએ તો?

ઇન્ટરનેટ પર ઇંગ્લિશ શીખવાના અનેક રસ્તા છે. અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ કેળવવાના, ખાસ કરીને સહેલાઈથી અંગ્રેજી બોલતાં શીખવાના પણ અનેક રસ્તા હોઈ શકે, પણ એમાંનો એક છે અંગ્રેજી ભાષામાં વધુ ને વધુ સાંભળવું, વાંચવું અને પછી જાતે બોલવાનો પ્રયાસ કરવો.અંગ્રેજી ભાષા સાંભળવા માટે સૌથી સહેલો રસ્તો ટીવી ઇંગ્લિશ મૂવીઝ અને ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ જોવાનો છે! પરંતુ ઘણી ખરી ઇંગ્લિશ ફિલ્મોમાં ઉચ્ચાર ભલભલાને માથા પરથી જાય એવા હોય છે, ભારતીય ઇંગ્લિશ ન્યૂઝ ચેનલ્સ જોવાનો ફાયદો એ કે બોલનાર ભારતીય જ હોવાથી તેના ઉચ્ચારો આપણે બરાબર પકડી શકીએ.

એ જ રીતે, આપણે સ્કૂલ કે કોલેજમાં એક વિષય તરીકે હિન્દી ભાષા ભણ્યા ન હોઈએ તો પણ એને સમજવા-બોલવામાં આપણને ખાસ કોઈ તકલીફ પડતી નથી. કેમ? એ ગુજરાતીને મળતી આવતી ભાષા છે એ વાત સાચી, પણ મોટું કારણ છે બોલીવૂડની મૂવીઝ, ટીવી સિરિયલ્સ અને ન્યૂઝ ચેનલ્સ. એ જ રીતે આપણે ધારીએ તો ઇંગ્લિશ પણ શીખી શકીએ છે, થોડી વધારાની મહેનત કરવી પડે એટલું જ.

યુટ્યૂબ પર ‘વોકોર્ડ્સ’ (Vocords) નામની એક ચેનલ છે. તેમાં જાણીતી હોલીવૂડ મૂવીઝ અને ટીવી સિરિઝની નાની નાની ક્લિપ્સથી મદદથી ઇંગ્લિશ શીખવવાનો પ્રયાસ કરવામાં આવે છે – ફોકસ ખાસ તો વોકેબ્યુલરી વધારવા પર છે. જેમ કે હેરી પોટર, એવેન્જર્સ કે શેરલોક હોમ્સ જેવી મૂવીઝની ક્લિપ આધારિત વીડિયોમાં, અમુક ભાગ રીપીટ કરીને તથા સબટાઇટલ્સમાં શબ્દો હાઇલાઇટ કરીને ઇંગ્લિશની ખૂબીઓ પર ધ્યાન ખેંચવામાં આવે છે.

અલબત્ત, આ એકડેએકથી ઇંગ્લિશ શીખવાની વાત નથી. તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા હો છતાં પૂરતો કોન્ફિડન્સ ન હોય કે આગળ ભણવા કે સેટલ થવા પરદેશ જવાના હો તો આ ચેનલના વીડિયો ઇંગ્લિશનાં બારીક પાસાંની નજીક લઈ જશે!

વોકોર્ડ્સ ઇન્સ્ટાગ્રામ, પિન્ટરેસ્ટ અને ફેસબુક પર પણ એક્ટિવ છે, જેમાં નાનાં નાનાં કાર્ડ્સથી ઇંગ્લિશ ઇડિઅમ્સ (રૂિઢપ્રયોગો)ની સમજ કેળવી શકાય છે.

ઇન્સ્ટાગ્રામ પર વોકોર્ડ્સને ફોલો કરી, વિવિધ ઇડિયમ્સ, વર્ડ્સ જાણી શકાય છે

https://www.instagram.com/vocords/?hl=en

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!