વર્ક ફ્રોમ હોમ કરતા મોટા ભાગના એમ્પ્લોઇની ફરિયાદ હોય છે કે ઓફિસે જઇને કામ કરવાની સરખામણીમાં વર્ક ફ્રોમ હોમમાં સરવાળે વધુ જ કામ કરવાનું થાય છે.
તમને આવી ફરિયાદ હોય કે ન હોય કંપનીઓને કામકાજનું આ નવું મોડલ બરાબર માફક આવી જાય એવું લાગે છે.
ગલનો દાખલો લઇએ તો આખી દુનિયામાં ગૂગલ માટે લગભગ ૧.૩ લાખ લોકો ફૂલટાઇમ કામ કરે છે. તેમની ઓફિસમાંની સુવિધાઓ અને ટ્રાવેલિંગનો બધો જ ખર્ચ બંધ થઇ ગયો હોવાથી ફક્ત એક વર્ષમાં ગૂગલને આશરે એક અબજ ડોલર એટલે કે અંદાજે ૭૫ અબજ રૂપિયાની બચત થઈ છે. બીજી બીજુ મહામારીને કારણે ઇન્ટરનેટની વિવિધ સર્વિસના ઉપયોગમાં ધરખમ વધારો થયો છે અને ગૂગલની આવકમાં ૩૪ ટકા જેટલો વધારો થયો છે.
ગૂગલ જેવી સ્થિતિ કદાચ મોટા ભાગની ટેક કંપનીની હશે – ખર્ચમાં ઘટાડો અને આવકમાં વધારો!

