(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

નવી શરતો બાબતે વોટ્સએપ કંપની શી ધરપત આપે છે?

નવી શરતોના મામલે ભારતમાં લોકો મોટા પાયે અન્ય એપ્સ તરફ વળવા લાગ્યા એ પછી વોટ્સએપે તેનું વલણ ખાસ્સું નરમ કર્યું છે (જોકે સરકારના નવા નિયમોના મુદ્દે કંપનીએ એકદમ આક્રમક વલણ અપનાવ્યું છે).

વોટ્સએપના આપણા ઉપયોગ દરમિયાન તે આપણી કઈ વિગતો ફેસબુક સાથે શેર કરે છે અને કઈ બાબતો ખાનગી રહે છે તે વિશે વધુ સ્પષ્ટતાથી જણાવ્યું છે. મોટા ભાગની એપની જેમ, વોટ્સએપ એપ આપણો ફોન નંબર, ડિવાઇસ આઇડી, લોકેશન, ટ્રાન્ઝેક્શન ડેટા, પ્રોડક્ટ ઇન્ટરએક્શન, યૂઝર આઇડેન્ટિફાયર્સ વગેરે વિગતો મેળવે છે, પરંતુ આ વિગતો, જો તમારા ફોનમાં ફેસબુક કે મેસેન્જર એપ હોય તો ફેસબુક પાસે પહોંચી જ ગઈ છે.

વોટ્સએપ એટલું ચોક્કસ કહે છે કે હજી પણ વોટ્સએપ પરની આપણી વ્યક્તિગત વાતચીત ખાનગી જ રહેશે. કંપનીની સ્પષ્ટતાઓ જાણીએ…

હવે વોટ્સએપ પર ભરોસો રાખવો કે નહીં તે આપણે નક્કી કરવાનું!

  • વોટ્સએપ કે ફેસબુક આપણા પર્સનલ મેસેજ વાંચી શકતી નથી કે આપણા કોલ્સ સાંભળી શકતી નથી.
  • વોટ્સએપ પર કઈ વ્યક્તિ બીજી કઈ વ્યક્તિને મેસેજ કરે છે કે ફોન કરે છે તેનો રેકોર્ડ જાળવવામાં આવતો નથી.
  • મોબાઈલ કંપનીઓ આ માહિતી રાખતી હોય છે પરંતુ વોટ્સએપના મતે બે અબજ યૂઝર્સનો આવો ડેટા જાળવવામાં પ્રાઇવસી અને સિક્યોરિટીનું જોખમ હોવાથી કંપની તેમ કરતી નથી.
  • વોટ્સએપ કે ફેસબુક, આપણે વોટ્સએપ પર શેર કરેલું લોકેશન જોઈ શકતી નથી. વોટ્સએપ પર શેર કરવામાં આવેલું લોકેશન પણ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ હોય છે.
  • વોટ્સએપ આપણા કોન્ટેક્સ ફેસબુક સાથે શેર કરતી નથી. આપણે વોટ્સએપને પોતાની એડ્રેસ બુક એક્સેસ કરવાની પરમિશન આપીએ તે પછી પણ આ ડેટા ફેસબુકને આપવામાં આવતો નથી (ફેસબુકની મેસેન્જર એપમાં આમ કરવામાં આવે છે).
  • વોટ્સએપ પરનાં ગ્રૂપ્સ પ્રાઇવેટ રહે છે. ગ્રૂપ્સમાંના મેસેજ પણ એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્ટેડ છે તથા તેને સંબંધિત કોઈ ડેટા જાહેરાતના હેતુથી ફેસબુક સાથે શેર કરવામાં આવતો નથી.
  • આપણે વોટ્સએપ પર મેસેજ નિશ્ચિત સમય પછી આપોઆપ ડિલીટ થાય તેવું સેટિંગ કરી શકીએ છીએ.
  • વોટ્સએપમાંનો ડેટા ડાઉનલોડ કરી શકાય છે. વોટ્સએપ આપણા વિશે કેટલો ડેટા રાખે છે તે જાણવા માટે વોટ્સએપના સેટિંગ્સમાં એકાઉન્ટમાં રિકવેસ્ટ એકાઉન્ટ ઇન્ફોની મદદથી કંપનીને વિનંતી મોકલી શકીએ છીએ. આ ડેટા સામાન્ય રીતે ત્રણ દિવસમાં આપણને મોકલવામાં આવે છે.

વોટ્સએપ પર સ્પેશિયલ બિઝનેસ એકાઉન્ટ ધરાવતા બિઝનેસ ફેસબુકની હોસ્ટિંગ સર્વિસનો લાભ લઈ શકે છે. આવા એકાઉન્ટ સાથેની આપણી બધી વાતચીત અને ડેટા, જે તે બિઝનેસ જોઈ શકે છે તથા આ ડેટા ફેસબુકને મળે છે. તેનો ફેસબુક પર એડવર્ટાઇઝિંગ માટે ઉપયોગ થઈ શકે છે.

વોટ્સએપ પર જ્યારે આપણે બિઝનેસ એકાઉન્ટ સાથે વાતચીત કરીએ ત્યારે તે બિઝનેસ એકાઉન્ટ હોવાનું સ્પષ્ટ રીતે જણાવવામાં આવે છે. વોટ્સએપ પર યુપીઆઈ આધારિત પેમેન્ટ સર્વિસને અલગ પ્રાઇવસી પોલિસી લાગુ પડે છે અને વોટ્સએપની નવી શરતો તેને લાગુ થતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!