(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

વેબએડ્રેસનાં જુદાં જુદાં પાસાં શું દર્શાવે છે?

“વેબએડ્રેસમાં જે જુદા જુદા અક્ષરો-શબ્દો કે ચિહ્નો હોય છે એ શું હોય છે?’’

સવાલ મોકલનારઃ રમણિકભાઈ દવે, સુરત

આપણે ‘સાયબરસફર’ની વેબસાઇટના એક પેજનું વેબએડ્રેસ લઈને આ સવાલનો જવાબ મેળવીએ.

https://duplics.cybersafar.in/index.php/cybersafar/computer

આપણે સૌ એ તો બરાબર જાણી છીએ કે સામાન્ય ભાષામાં જે વેબએડ્રેસ  તરીકે ઓળખાય છે, તેનો ટેકનિકલ શબ્દ યુઆરએલ છે, જેનો અર્થ થાય છે યુનિવર્સલ રિસોર્સ લોકેટર.

દરેક વેબસાઇટનાં વિવિધ પેજીસ, એ વેબસાઇટ જે સર્વર પર હોસ્ટ થયેલી હોય તેમાં ડિરેક્ટરી જેવા માળખામાં ફોલ્ડર અને તેના સબફોલ્ડર્સમાં જળવાઈ રહે છે. આ ફોલ્ડર અને તેનાં સબફોલ્ડર્સનું સ્ટ્રક્ચર આપણા કમ્પ્યુટરમાંના સ્ટ્રક્ચર જેવું જ હોય છે. આ દરેક વેબપેજનું એક ચોક્કસ એડ્રેસ બને છે, જેના આધારે બ્રાઉઝરમાં જે તે પેજ જોઈ શકાય છે. વેબએડ્રેસના વિવિધ ભાગની વાત કરીએ તો…

http:// એ હાયપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ દર્શાવે છે, એટલે કે આ શબ્દ કમ્પ્યુટરને એક રીતે સૂચના આપે છે કે તેણે ઇન્ટરનેટ પરથી એક એક હાયપર ટેક્સ્ટ (એટલે કે વેબપેજ) આપણા કમ્પ્યુટર પર ટ્રાન્સફર કરવા માગીએ છીએ. સામાન્ય રીતે વેબએડ્રેસ લખતી વખતે આપણે આ શબ્દો લખવા પડતા નથી કેમ કે કમ્પ્યુટર એ આપોઆપ સમજી જાય છે.

https:// આ વધારાનો એસ  ‘સિક્યોર્ડ’ વેબપેજ દર્શાવે છે, આ પ્રકારના પ્રોટોકોલથી તૈયાર થયેલું વેબપેજ અન્ય વેબપેજ કરતાં હેકર્સ સામે વધુ સલામત હોય છે. બેન્કિંગ સાઇટ્સમાં આપણે https:// જોઈ શકીએ છીએ. એ જ રીતે, સાયબરસફરનું લવાજમ ભરવા માટે તમે ઓનલાઇન પેમેન્ટની લિંક પર ક્લિક કરો તો સીસીએવન્યુ પેમેન્ટ ગેટવેના પેજ પર પહોંચો છો અને ત્યાં https:// જોઈ શકશો!

www આપણે જાણીએ છીએ તેમ વર્લ્ડ વાઇડ વેબ દર્શાવે છે. ઇન્ટરનેટ પર આપણે જે કંઈ જોઈએ છીએ એ બધું જ વર્લ્ડ વાઇડ વેબના વિવિધ પ્રકારના, પણ નિશ્ચિત સોફ્ટવેર રૂલ્સ અને પ્રોટોકોલ્સથી તૈયાર થાય છે.

cybersafar એ સાઇટનું ડોમેઇન નેમ છે, પણ સેકન્ડ લેવલનું ડોમેેઇન નેમ.


.com એ સાઇટનું ટોપલેવલ ડોમેઇન નેમ છે. ટોપ-લેવલ ડોમેઇન નેમ જુદા જુદા પ્રકારના હોય છે. .com કંપની  દર્શાવે છે, .org ઓર્ગેનાઇઝેશન (સામાન્ય રીતે નોન-પ્રોફિટ, સ્વૈચ્છિક સંસ્થા) સૂચવે છે, .edu શૈક્ષણિક સંસ્થા બતાવે છે. આ પ્રકારનાં સંખ્યાબંધ ટોપ-લેવલ ડોમેઇન્સ હોય છે. ઇન્ટરનેટ એસાઇન્ડ નંબર્સ ઓથોરિટિ નામની એક સંસ્થા આવાં તમામ માન્ય ટોપ-વેલ ડોમેઇન્સની યાદી જાળવે છે. આ યાદી અહીં જોઈ શકાય છે : http://data.iana.org/TLD/tlds-alphaby-domain.txt

index.php એ એક રીતે જોઈએ તો વેબસાઇટનું પ્રવેશદ્વાર છે, ત્યાંથી સાઇટનાં વિવિધ પેજમાં જઈ શકાય છે. ઘણી સાઇટના એડ્રેસમાં .php ને બદલે તમે .html પણ જોતા હશો. આ એક પ્રકારનું ફાઇલ એક્સટેન્શન છે, જે દર્શાવે છે કે જે તે વેબપેજ કઈ ટેક્નોલોજી કે લેંગ્વેજથી તૈયાર થયેલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!