(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ઓલિમ્પિકની વર્ચ્યુઅલ સફર

ગયા મહિને, ૨૭ જુલાઈએ આપણી જ્યારે મધરાત હતી ત્યારે લંડનમાં ૩૦મા ઓલિમ્પિક વિશ્વ ખેલ મહોત્સવનો પ્રારંભ થયો અને તમે આ વાંચતા હશો ત્યારે એના સમાપનની ઘડીઓ ગણાતી હશે કે સમાપન થઈ પણ ગયું હશે. અખબારોમાં તમે પાનેપાનાં ભરીને તેનું કવરેજ વાંચ્યું (કે ફક્ત જોયું!) હશે, પણ જે વાત નજરે નહીં ચઢી હોય તે અહીં કરી લઈએ.

આ વિશ્વ ખેલ મહોત્સવનાં અનેક પાસાંને વર્ષોવર્ષ માટે સાચવી લેવા ૧૯૯૩માં સ્વિટ્ઝરલેન્ડમાં એક ઓલિમ્પિક મ્યુઝિયમે આકાર લીધો. મ્યુઝિયમને સંપૂર્ણ નવું સ્વરુપ આપવા માટે આ વર્ષની શરુઆતમાં તેને બંધ કરવામાં આવ્યું અને હવે તે ૨૦૧૩ના અંતમાં ખૂલશે.

ત્યાં સુધી, આપણે ઓલિમ્પિકની ઓફિશિયલ વેબસાઇટ પર વિવિધ વર્ચ્યુઅલ એક્ઝિબિશન્સ માણી શકીએ છીએ. નવી વેબ ટેક્નલોજીથી તૈયાર થયેલાં આ એક્ઝિબિશન્સને શબ્દોમાં વર્ણવવાં અશક્ય છે, તમારે એનો જાત અનુભવ જ કરવો રહ્યો. અહીં ફક્ત એની ઝલક જોઈ લો!

http://www.olympic.org/content/museum/Virtual-exhibitions/ 


ચેમ્પિયન ઈન ઈન માઈન્ડઃ અનેક ખેલાડીમાંથી, એક ક્ષણભરના તફાવતથી જીતે છે, પણ એ એક ક્ષણ પાછળવર્ષોથી સખત મહેનત હોય છે. ખેલાડીઓના અડગ નિર્ધાર, લગન અને પુરુષાર્થની વાતો આલેખે છે આ પ્રદર્શન.

એથલેટ્સ એન્ડ સાયન્સઃ ખેલાડી જીતે છે કઈ રીતે? માત્ર કુદરતી બક્ષિસથી કે ટેકનોલોજીથી કેળવાયેલી બહેતર શક્તિથી? ખેલાડીના શરીરનું વિજ્ઞાન, તેનાં સાધનો વગેરે પાછળ રહેલા વિજ્ઞાનની વાતો, આ પ્રદર્શનમાં.

હોપઃ વ્હેન પોર્ટ કેન ચેન્ચ ધ વર્લ્ડઃ ૨૦૪થી વધુ દેશોના દસ હજારથી વધુ ખેલાડીઓ મેદાનમાં ઉતરે છે ત્યારે એમનો હેતુ બીજાને હરાવવાનો નહીં, પણ પોતે જીતવાનો હોય છે. આ ખેલાડીઓ વિશ્વ માટે કેવી આશા જગાવે છે એની વાત.

ધ એન્શિયન્ટ હીરોઃ ઓલિમ્પિકના પ્રાચીન સ્વરુપથી આજના અત્યાધુનિક સ્વરુપ સુધીમાં વિશ્વને અનેક વિશ્વવિજેતા ખેલાડીઓ જાેયા છે. આ ખેલાડીઓ, એમની તૈયારી અને તેમની જીતની વાતો..

બેસ્ટ ઓફઃ આ પ્રદર્શનમાં વિવિધ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમની, વિવિધ રમતોની ખાસિયતો, યજમાન શહેરોનો વિકાસ અને વિજેતા ખેલાડીઓની વાતો આવરી લેવાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!