આપણા મોબાઇલ અને પીસી, લેપટોપ કે ટેબલેટના બ્રાઉઝર હવે જાતભાતની એપ્સથી છલકાઈ રહ્યાં છે. આપણે ધારીએ ત્યારે, ધારીએ ત્યાંથી, ધારીએ તે કરવાની સગવડ આપતી એપ્સની દુનિયામાં એક લટાર.
ધારો કે હમણાં જ તમે ખબર પડી છે કે મધરાતથી ફરી પેટ્રોલના ભાવ વધવાના છે! તમે તરત જ તમારી બાઇક કે કાર લઈને ટાંકી ફુલ કરાવવા પેટોલપંપ તરફ ભાગો છો. તમારી જેમ કેટલાય લોકોએ ત્યાં લાઇન લગાવી છે અને તમે પાછા વળવાનું વિચારો ત્યાં તો તમારી પાછળ લાઇન લંબાઈ ગઈ છે. હવે?
બે-ચાર વર્ષ હેલાંનો સમય હોત તો મને-કમને લાઇનમાં જોતરાયેલા રહીને સરકાર સામે ઊભરો ઠાલવવા સિવાય તમે બીજું કશું કરી શક્યા હોત.
પણ આજે, જો તમારી પાસે સ્માર્ટફોન કે ટેબલેટ હોય તો લાઇનમાં ઊભા રહીને તમે કેટલું કરી શકો છો અે જુઓ…
માઇલેજ ટ્રેકર ઓપન કરીને તમારું પેટ્રોલનું મંથલી બિલ કેટલું આવે છે એ ચેક કરી શકો. કેલક્યુલેટર ઓન કરીને, નવા ભાવવધારાથી કેટલો વધારાનો બોજો પડશે એ જોઈ શકો. એક્સેન્સ મેેજર ઓન કરીને દર મહિને ક્યાં કેટલો ખર્ચ કરો છો અનેે ક્યાં કાપ મૂકવો પડશે એ વિચારી શકો છો. ન્યૂઝ એપ્સ ઓન કરીને વિરોધક્ષોએ ભાવવધારાના વિરોધમાં બંધનું એલાન આપ્યું છે કે નહીં એ ચેક કરી શકો. શાસક કે વિરોધ પક્ષ બંને તમે અકળાવી મૂકે તો એન્ગ્રી બર્ડ જેવી ગેમ રમીને કે ટોકિંગ ટુ ટોમ જેવી કોઈ ગેમમાં બિચારા બિલાડો ચાર-પાંચ લાફા મારીને ઊભરો કાઢી નાખવાો પ્રયાસ કરી શકો છો.
લાઇન ગોકળગાયે ચાલતી જોઈને બ્લડપ્રેશર વધવા લાગે તો ખાસ રિલેક્સેશન માટેની એપ ઓન કરીને સૂધિંગ મ્યુઝિક સાંભળી શકોે. નવી કસરતો શીખી શકો, ઈ-મેઇલ ચેક કરી શકો, ઘરના પીસી કે ઓફિસના લેપટોપમાં રહેલી ફાઈલ્સ ફંફોસી શકો, મોબાઇલનું બિલ ભરી શકો, બ્લોગમાં એન્ટ્રી કરી શકો, પત્નીની પ્રેગનન્સી ટ્રેક કરી શકો, ફ્રેન્ચ કે ઇંગ્લિશ શીખી શકો, ગીતાા શ્લોક વાંચી શકો, રેલવેનું રીઝર્વેશન ક્ન્ફર્મ થયું કે નહીં એ જાણી શકો, પુસ્તક ખરીદીને વાંચી શકો, છાપાં કે મેગેઝિન પર નજર ફેરવી શકો, ફેસબુક પર સ્ટેટસ અપડેટ કરી શકો, નવી રિંગટોન બનાવી શકો… એટલે સુધી કે એક એપ ઓપન કરીને, તમે બે-ત્રણ દિવસમાં શું શું ખાધું હતું અને તેમાં પાણી તેમ જ ફાયબરનું પ્રમાણ કેટલું હતું તે જાણીને, તેા આધારે કાલે સવારે પેટ સાફ આવશે કે નહીં તે સુધ્ધાં જાણી શકો છો!
આટલે સુધી વાંચીને હાંફી ગયા? તો તમારા હૃદયા ધબકારા પણ ઇન્સ્ટન્ટલી જાણી શકો છો! આટલેથી હાંફશો એ નહીં ચાલે કેમ કે આપણે તો માંડ પંદર-વીસ એપ્સની વાત કરી છે એ માત્ર ગૂગલ પ્લે પર છ લાખ એપ્સ છે. બીજાં પ્લેટફોર્મ પરની એપ્સનો સરવાળો તો માંડી જ વાળીએ!
યસ્સ, હવે તમે ધારો ત્યારે, ધારો ત્યાંથી, ધારો તે કરી શકો છો – તમારા સ્માર્ટફોન, ટેબલેટ કે પીસી પરની કામઢી ને કરામતી એપ્સની મદદથી.
આખરે છે શું આ એપ્સ?
પાયાની શરુઆત કરીએ તો એપ્લિકેશનનું ટૂકું ને લાડકું નામ છે એપ્સ. આપણા કમ્પ્યુટરમાં વર્ડ, એક્સેલ, પાવરપોઇન્ટ કે કોરલડ્રો, ફોટોશોપ, ઓટોકેડ, ટેલી વગેરે વગેરે પ્રોગ્રામ્સ પણ એપ્લિકેશન્સ જ છે. પણ અત્યારે જે એપ્સનું વિશ્વવ્યાપી મોજું ફેલાયું છે અને આ બધી, આપણી જૂની અને જાણીતી એપ્લિકેશન્સ કરતાં અલગ પડે છે. અત્યારે પ્રચલિત થયેલી એપ્સ છે તો સોફ્ટવેર જ, પણ બિલકુલ ટચૂકડા સોફ્ટવેર. જે ઉપયોગ કરવા માટે તમારે તો ઝાઝો સમય માગી લેતા હેવી ડાઉનલોડની જરુર પડે, એને ચલાવવા માટે મોટાં સાધનોની જરુર પડે કે એની પાસેથી કામ લેવા માટે તમારે ખાસ્સું બધું શીખવાની જરુર પડે.
અત્યારે એપ્સ એટલે ફટાફટ ડાઉનલોડ કરીને, ફટાફટ ઓન કરીને, ફટાફટ કામ લઈ શકાય એવી સગવડ. એપ્સ મૂળભૂત રીતે ત્રણ પ્રકારી હોય છે : ૧. મોબાઇલ એપ્સ, ૨. વેબ એપ્સ અને ૩. હાઇબ્રીડ એપ્સ
મોબાઇલ એપ્સ અને એપ્સનો સૌથી લોકપ્રિય પ્રકાર છે. મોબાઇલની ઓપરેટિંગ સિસ્ટમ અનુસાર અલગ અલગ પ્રકારી એપ્સ હોય. ઘણી ખરી મોબાઇલ એપ્સ તમે ઇન્ટરનેટ પરથી ડાઉલોનડ કરી શકો છો એ પછી, નેટ કનેકશન વિના તેનો ઉપયોગ કરી શકો છો. નોકિયાએ તેના સ્માર્ટ ફોનમાં નવી નવી સુવિધાઓ ઉમેરીને એપ્સનું ચલણ શરુ કર્યું, બીજી તરફ એપલના સ્ટીવ જોબ્સે આઇફોન અને પછી આઇપેડમાં એપ્સ સ્ટોર શરુ કરીને તહેલકો મચાવ્યો. એટલે જ આવા પ્રોગ્રામા સ્ટોરે એપ્સ સ્ટોર નામ આપીને એપ્સ શબ્દ ચલણી બનાવ્યો.
એપલ અને નોકિયા ઉપરાંત માઇક્રોસોફ્ટ, બ્લેકબેરી વગેરેએ પણ પોતપોતાની એપ્સની ઇકોસિસ્ટમ ઊભી કરી છે એ હવે તો દરેક હેન્ડસેટ કંપની પણ પોતાના એપ્સ સ્ટોર ઊભા કરવા લાગી છે.
એપલના એ સ્ટોરમાં પાંચ લાખ જેટલી એપ્સ છે અને કુલ ડાઉનલોડ સંખ્યા ૨૫ અબજે પહોંચી ગઈ છે ને મહિને એક અબજ એપ્સ ડાઉનલોડ થાય છે. (મેકડોનાલ્ડનાં જગતભરનાં આઉટલેટ પર તેમના નવમા ભાગ જેટલાં બર્ગર વેચાય છે!). એપલ માટે સૌથી મોટો હરીફ છે એન્ડ્રોઇડ.
એપલનાં ફોન અને ટેબલેટની સરખામણીમાં ઘણી ઓછી કિંમતે લગભગ સરખી સગવડો આપતા એન્ડ્રોઇડ ફોન અને ટેબલેટની લોકપ્રિયતા તીવ્ર ગતિએ વધી રહી છે અને એ સો અગાઉ એન્ડ્રોઇડ માર્કેટ તથા હવે ગૂગલ પ્લે તરીકે ઓળખાતા એપ્સ સ્ટોરમાં એપ્સની સંખ્યા પણ સતત વધીને અત્યારે છ લાખે પહોંચી ગઈ છે. તમે આ વાંચો છો ત્યારે, ઓગસ્ટ ૨૦૧૨માં જ એપલ અને એન્ડ્રોઇડ બંને પર એપ્સની સંખ્યા ૬,૮૦,૦૦૦ થઈ જવાની સંભાવના છે.
એપ્સ માત્ર મોબાઇલ પૂરતી સીમિત નથી. જુદાં જુદાં બ્રાઉઝર્સ અને ફેસબુક જેવી સર્વિસ પર પણ હવે કેટકેટલીય એપ્સ ઉપલબ્ધ છે. આપણા જેવા યુઝર્સ માટે એપ્સ હાથવગી સુવિધા છે એમ આ એપ્સ બનાવતી ડેવલપર કંપનીઓ એ એપ્સ ઓફર કરવાનાં પ્લેટફોર્મ પૂરા પાડતી કંપનીઓ માટે એપ્સ બહુ મોટો બિઝનેસ છે. અમેરિકાા ડચકાં ખાતા ર્અતંત્રમાં ૨૦૦૫ી આજ સુધીમાં એપ્સ ડેવલપર્સ માટે પાંચ લાખ જેટલી નોકરીની તકો ઊભી થઈ ગઈ છે!
મોબાઇલી વાત કરીએ તો એપલ, એન્ડ્રોઇડ જેવાં પ્લેટફોર્મ અને વેબની વાત કરીએ તો ગૂગલ, ફેસબુક વગેરે પોતાનાં સ્ટોરમાં એપ્સ મૂકવા માટે ડેવલપર કંપની પાસેથી તેની કમાણીમાંથી ૩૦ ટકા જેટલો હિસ્સો માગે છે. એપલ પર આપણા રુપિયામાં કિંમત માંડીએ તો ૫૦-૫૫ હજાર થાય એટલી કિંમતી એપ્સ પણ વેચાય છે, પણ હવે મોટી મોટી કંપનીઓ પોતાની એપ્સનું પ્રો વર્ઝન રાખીને, બેઝિક ફ્રી વર્ઝન આપવા લાગી છે. કેટલીક કંપની પોતાની એપ પર જાહેરાતો લે છે, કેટલીક કંપની ફ્રી એપ્સ આપે છે, પણ એમાં અમુક હદથી આગળ વધવું હોય તો તેા અલગથી નાણાં માગે છે. કેટલીક કંપની આવાં અલગ અલગ લેવલ પાર કરવા હોય તો બધું ફ્રી જ આપે, પણ તેની પોતાની કંપની કે સંબંધિત કંપની બીજી ફ્રી એપ્સ ડાઉલોડ કરો તો જ આગળ વધી શકો એવાં તિકડમ અજમાવે છે!
દુનિયાની સાતેક અબજની વસતિ સામે ૨૦૧૨ની શરુઆતમાં છ અબજ મોબાઇલ સબસ્ક્રાઇબર્સ હતા અનેે દુનિયાની ત્રીજા ભાગની વસતિ ઇન્ટરનેટ સાથે કનેકટેડ છે. એપ્સ આ અત્યંત વિશાળ ગ્રાહક વર્ગ સુધી પહોંચવાનો હોટેસ્ટ ટ્રેન્ડ હોવાથી અસંખ્ય કંપનીઓ એપ્સનો લેવાય તેટલો એ લઈ શકાય એટલી રીતે લાભ લેવા મેદાને પડી છે. પરિણામે સલામતીને લગતા પ્રશ્નો પણ ફરી ફરી ઊભા થવા લાગ્યા છે.
કેટલીક જરુરી સાવચેતી રાખીને તમે આગળ વધો તો એક યુઝર તરીકે તો સૌને મજા જ મજા છે!
એપ્સ યુઝર્સ નહીં, ડેવલપર્સ!
દુનિયાના અનેક લોકો હજી એપ્સ સાથે ઓળખાણ ગોઠવી રહ્યા છે ત્યારે ચેન્નઈના શ્રવણ એ સંજય નામના માંડ ૧૦-૧૨ વર્ષના બે ટાબરિયાં એપ્સ ડેવલપર્સ તરીકે કાઠું કાઢવા લાગ્યાં છે! આઇટી એક્સપર્ટ પિતાનાં સંતાન એવાં આ બંનેએ બનાવેલી ત્રણ એપ્સ એપના આઇપેડ અને આઇફોન પર અવેલેબલ થઈ છે. એક એપ ગેમની છે, બીજી બાળકોે આલ્ફાબેટ શીખવામાં મદદ કરે છે એ ત્રીજી પ્રાર્થનાને લગતી છે. તેમની એપ્સ ત્રીસેક દેશોના ૧૦,૦૦૦થી વધુ લોકોએ ડાઉનલોડ કરી છે! બંનેએ એજ્યુકેશલ એપ્સ બનાવવામાં વધુ રસ છે એ અત્યારે તેઓ જે વિર્દ્યાર્થીઓ રજા પડવાને કારણે ક્લાસમાં પાછળ રહી ગયા હોય એમને મદદ થાય એવી એપ ડેવલપર કરી રહ્યા છે. બીજી એક એ અંધ લોકોને તેમની આસપાસની ચીજવસ્તુ વિશે એલર્ટ કરે એવી સુવિધા વિકાસવવા વિશેની છે. (સ્રોત : ndtv.com)


