(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

ગૂગલ ન્યૂઝમાં પસંદગીના ન્યૂઝ જાણો

આ ન્યૂઝ એપ આપણા રસના વિષય જાણી જ લે છે, છતાં તેને કસ્ટમાઇઝ પણ કરી શકાય.

આજના સમયમાં સમાચારો જાણવા માટે આપણી પાસે અનેક રસ્તા છે. તેમાંનો એક છે ગૂગલ ન્યૂઝ. તમે સ્માર્ટફોનમાં એપ સ્વરૂપે અને પીસી/લેપટોપમાં વેબસાઇટ્સ સ્વરૂપે આ સર્વિસનો ઉપયોગ કરી શકો છો. ગૂગલ ન્યૂઝની ખાસિયત એ છે કે તેમાં હજારો ન્યૂઝ વેબસાઇટ્સમાંથી રોજેરોજના સમાચાર જુદા જુદા લોકેશન અને ટોપિક મુજબ તારવીને તથા એક સાથે ગોઠવીને આપણને બતાવવામાં આવે છે.

એપની વાત કરીએ તો ગૂગલ ન્યૂઝ એપના મુખ્ય બે ભાગ છે. એપના હોમસ્ક્રીન પર છેક નીચેની તરફ ‘ફોર યૂ’ સેકશનને એપનો પહેલો ભાગ ગણી શકાય અને અન્ય સેકશન એપનો બીજો ભાગ છે.

આ બીજા ભાગમાં, હેડલાઇન્સ સેકશનમાં દેખાતા તમામ સમાચાર સૌ યૂઝર્સ માટે એકસરખા હોય છે, જ્યારે ફોર યૂ સેકશનમાં તમારી એક્વિટીવિટી અને હિસ્ટ્રીને આધારે તથા તમે દર્શાવેલા રસ મુજબના સમાચાર જોવા મળે છે.

તમને ફોર યૂ સેકશનમાં બતાવવામાં આવતા સમાચારોથી સંતોષ ન હોય તો તમે ગૂગલ ન્યૂઝમાં તમારી પોતાની પસંદગીના ન્યૂઝ સોર્સ ઉમેરી શકો છો.

આ પસંદગીમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ભાગ ભજવે છે એ કારણે તમે જેમ જેમ ગૂગલ ન્યૂઝમાં જુદા જુદા ન્યૂઝ માત્ર બ્રાઉઝ કરો કે કોઈ લિન્ક ક્લિક કરીને તેમાં ઊંડા ઊતરો તેના આધારે આ એપ જાણી લે છે કે તમને કઈ બાબતોમાં વધુ રસ છે.

આમ છતાં જો તમને ફોર યૂ સેકશનમાં બતાવવામાં આવતા સમાચારોથી સંતોષ ન હોય તો તમે તમારી પોતાની પસંદગીના ન્યૂઝ સોર્સ ઉમેરી શકો છો. આ માટે એપ અને વેબ વર્ઝનની પદ્ધતિ સરખી છે, આપણે એપની પદ્ધતિ જાણીએ.

ગૂગલ ન્યૂઝ એપ ઓપન કરીને છેક નીચે ‘ફોલોઇંગ’ ટેબ ક્લિક કરો.
અહીં વિવિધ ટોપિક અને સોર્સ બતાવવામાં આવશે તમે તેમાંથી કોઈની પસંદગી કરી શકો છો.
અથવા, પ્લસ નિશાની પર ક્લિક કરો અને તમે જે લોકેશન, ટોપિક્સ કે પછી ન્યૂઝ સોર્સને ફોલો કરવા માગતા હો તેને માટે ‘સ્ટાર’ પર ક્લિક કરો.
સર્ચ બોક્સમાં તમારી રીતે સર્ચ પણ કરી શકાય.
આ રીતે તમે જે બાબતને ફોલો કરી રહ્યા હશો એ બાબતના સમાચાર અન્ય સમાચારોની સાથે સાથે જોવા મળશે પરંતુ માત્ર એ જ બાબતના સમાચાર જાણવા હોય તો ફોલોઇંગ ટેબમાં જઈને માત્ર એ સમાચારો જોઈ શકાશે.
તમે ઇચ્છો તો આ પેજને અન્ય કોઈ સાથે શેર કરી શકો છો કે તમારા મોબાઇલના હોમ સ્ક્રીન પર તેની લિન્ક ઉમેરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!