(ઓફર ટૂંક સમયમાં પૂરી થાય છે)

મજાનો મેળાપ માહિતી અને નકશાનો

નક્શાને વિવિધ સ્થળો સાથે સીધો સંબંધ છે અને એ સ્થળ સંબંધિત વિવિધ માહિતી પણ હોવાની જ – જિઓપીડિયા નામની એક સર્વિસ નક્શા પર સ્થળ અને વિકિપીડિયા પર તે વિશેના લેખનો મેળ બેસાડે છે.

જો તમે ગૂગલ મેપ્સના ‘જબરા ફેન’ હશો તો તમે નોંધ્યું હશે કે ગૂગલ મેપ્સનું પણ શાહરુખ ખાન જેવું થતું જાય છે – પહેલાં જેવી મજા હવે નથી (શાહરૂખની બાબતમાં તમારો જુદો મત હોઈ શકે, પણ ગૂગલ મેપ્સમાં તો એવું જ છે!). ગૂગલ મેપ્સમાં જેમ જેમ નવા અપડેટ્સ આવતા જાય છે તેમ તેમ તેની જુદી જુદી ખાસિયતો બંધ થતી જાય છે.

તમને કદાચ યાદ હશે કે અગાઉ ગૂગલ મેપ્સ (ગૂગલ અર્થમાં પણ) વિકિપીડિયાનું એક લેયર હતું. મેપમાં આપણે કોઈ પણ સ્થળ જોઈ રહ્યા હોઈએ ત્યારે તેના વિશે વધુ માહિતી મેળવવી હોય તો ત્યાંથી જ એક ક્લિકે એ જ સ્થળ વિશેના વિકિપીડિયાના આર્ટિકલ સુધી પહોંચી શકાતું હતું. એ સગવડ ગૂગલે એક ક્લિકથી બંધ કરી દીધી!

તમે એ સગવડનો લાભ લેતા હતા કે નહીં એ ખબર નહીં, પણ નવું નવું જાણવામાં તમને રસ હોય તો એ સગવડ ચોક્કસ કામની હતી. સદભાગ્યે, આ દુનિયામાં એવા ઘણા લોકો વસે છે, જે એક રસ્તો બંધ થાય તો બીજો ખોલી લે છે – મેપ્સ અને વિકિપીડિયાનો મેળ ફરી બેસાડવાનો આવો એક નવો રસ્તો એટલે જિઓપીડિયા (http://www.geopedia.de/)

જોકે એક નાનો ફેર છે, આ સાઇટમાં વિકિપીડિયા સાથે ગૂગલ મેપ્સ નહીં પણ ઓપનસ્ટ્રીટ મેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઓપનસ્ટ્રીટ મેપ કોઈ એક કંપનીની માલિકીના નથી. નક્શામાં જેમને પણ ઊંડો રસ છે, એવા આખી દુનિયાના મેપર્સ, જ્યોગ્રાફિકલ ઇન્ફર્મેશન સિસ્ટમ પ્રોફેશનલ્સ, એન્જિનીયર્સ વગેરેએ ભેગા મળીને આ મેપ સર્વિસ તૈયાર કરી છે અને એ સૌ સાથે મળીને અપડેટ કરતા રહે છે.

આપણા માટે મૂળ મુદ્દાની વાત એ છે કે આપણે જિઓપીડિયાની વેબસાઇટ પર જઈએ એટલે ડાબી તરફ કોઈ એક સ્થળનો નક્શો અને જમણી તરફ એ નક્શામાંના કોઈ એક સ્થળ વિશેનો વિકિપીડિયાનો લેખ જોવા મળે. જમણી તરફના એક લેખની ઉપર ‘એન્ટર એ લોકેશન’ લખેલું સર્ચ બોક્સ જોવા મળશે. તેમાં દુનિયાના કોઈ પણ સ્થળનું નામ લખશો એટલે એ સ્થળ સંબંધિત જેટલી બાબતો આ વેબસાઇટમાં સર્ચ કરી શકાય તેમ હશે તેની યાદી જોવા મળશે (આ સર્ચ સુવિધા પાછી ગૂગલથી જ પાવર્ડ છે!).

જેમ કે સર્ચ બોક્સમાં Ahmedabad સર્ચ કરશો તો અમદાવાદ શહેર, અમદાવાદ જંક્શન, અમદાવાદ સેન્ટ્રલ બસ સ્ટેશન વગેરે વિકલ્પ જોવા મળશે. જો અમદાવાદ શહેર માટેના પહેલા વિકલ્પ (અમદાવાદ, ગુજરાત, ઇન્ડિયા) પર ક્લિક કરશો તો ડાબી તરફ આખા અમદાવાદ શહેરનો નક્શો અને તેમાં સંખ્યાબંધ પ્લેસમાર્ક્સ જોવા મળશે.

મોટા ભાગે, પહેલા નંબરનું પ્લેસમાર્ક એલિસબ્રિજ પર જોવા મળશે. સાથે જમણી તરફની પેનલમાં એલિસબ્રિજ વિશેનો વિકિપીડિયાનો લેખ જોવા મળશે. સર્ચ બોક્સની નીચે ઇંગ્લિશ સાથે હિન્દીનો વિકલ્પ પણ જોવા મળશે (ભાષાના આ વિકલ્પો આપોઆપ મળે છે). કોઈ પણ પ્લેસમાર્ક પર ક્લિક કરતાં, એ સ્થળ વિશેનો લેખ વાંચી શકાશે.

આ સર્વિસ લોકેશન આધારિત છે એટલે સર્ચ બોક્સમાં ‘અમિતાભ બચ્ચન’ સર્ચ કરવા જશો તો અલાહાબાદમાં એમના નામનો એક માર્ગ છે એ માર્ગ વિશે માહિતી મળશે, ખુદ સુપરસ્ટાર વિશે નહીં! જિઓપીડિયાના સેટિંગ્સમાં જઈને તમે આ સર્વિસમાં નાના-મોટા ફેરફાર કરી શકશો.

વિકિપીડિયાનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરતા હશો તો તમારો અનુભવ હશે કે આપણે થોડું ઘણું સર્ચ કરીને પછી થાકી કે કંટાળી જતા હોઈએ છીએ. કારણ કે નવું જાણવા નવા સવાલો ઊભા થવા જોઈએ. જિઓપીડિયા જેવી સર્વિસ કોઈ પણ સ્થળ વિશેની આપણી જિજ્ઞાસાને હવા આપે છે!


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Pleases don`t copy text!

આપને મળેલા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થાઓ. યૂઝરનેમ તરીકે, આપે આપેલા ઈ-મેઇલનો પણ ઉપયોગ કરી શકાય છે.

[wp_eMember_fancy_login style=”8″ display_account_details=”1″]

આપનો પાસવર્ડ ભૂલાઈ ગયો છે? આપે ‘સાયબરસફર’ને આપેલું ઈ-મેઇલ એડ્રેસ આપી, ઈ-મેઇલ દ્વારા નવો પાસવર્ડ મેળવો. તેનાથી અહીં લોગ-ઇન થઈ, આપને યાદ રહે તેવો નવો પાસવર્ડ સેટ કરી શકો છો.

[wp_eMember_password_reset]

લોગ્ડ-ઇન હો ત્યારે અહીંથી આપનો પાસવર્ડ બદલી શકાય છે.

[wp_eMember_edit_profile]

આપ લોગ્ડ-ઇન હો ત્યારે વિવિધ લેખના પેજ પરથી તેને બુકમાર્ક કરી શકો છો. અહીં તેની યાદી જોવા મળશે.

[wp_eMember_user_bookmarks]

વેબસાઇટમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. થોડો સમય અગવડતા બદલ માફ કરશો!